________________
३२९
સૂ૦ ૨૦]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् स वर्षशतमिति, अत एतस्मात् कालादिदोषादल्पशक्तयः पुमांसो भविष्यन्तीत्येवं मन्यमानैर्गणधरवंशजैः सूरिभिः शिष्याणां अनुग्रहाय-उपकारायाल्पेनैव ग्रन्थेन सुबहुमर्थमूहिष्यन्त इति मन्यमानैर्यत् प्रोक्तं दशवैकालिकादि तदङ्गबाह्यमिति । अत एव च द्विविधकरणात् मतेः सकाशात् महाविषयता सिद्धा, एतदाह -
भा० सर्वज्ञप्रणीतत्वादानन्त्याच्च ज्ञेयस्य श्रुतज्ञानं मतिज्ञानान्महाविषयम् । तस्य महाविषयत्वात् तांस्तानर्थानधिकृत्य प्रकरणसमाप्त्यपेक्षमङ्गोपाङ्गनानात्वम् । किञ्चान्यत् । सुखग्रहणविज्ञानापोहप्रयोगार्थं च । કાળના સ્વભાવરૂપ દોષથી અલ્પ-શક્તિવાળા પુરુષો હોય છે. તથા (૨) સંઘયણઃ છેલ્લું છેદવર્તિ = છેવટ્ટ/છેદસ્કૃષ્ટ રૂપ સંઘયણ (શરીરના હાડકાનો બાંધો) હોય છે. તે રૂપ દોષ અથવા તે રૂપ અલ્પ-સામર્થ્ય હોય છે. (૩) આયુષ્યઃ એટલે જીવિત જીવન. તે ઘણું અલ્પ હોય છે. જે વ્યક્તિ સૌથી લાંબુ જીવે તે સો વર્ષનો હોય. (આ આયુષ્યની મર્યાદા પ્રાયિક = ઘણું કરીને સમજવી. આથી કોઈ લાંબુ જીવે તો દોષ રૂપ નથી. આથી કાળ વગેરે દોષથી અલ્પશક્તિવાળા પુરુષો થશે એવું માનનારા ગણધરોની વંશપરંપરામાં થયેલાં આચાર્યો વડે શિષ્યોના ઉપકાર માટે એટલે કે “અલ્પ = નાના એવા ગ્રંથ વડે જ ઘણા મોટા અર્થનો બોધ/વિચાર કરી શકશે (અર્થાત્ અલ્પ-શક્તિના કારણે દ્વાદશાંગ = ૧૨ અંગ વગેરે રૂ૫ શ્રુતનો બોધ તો કારિકામાં કહ્યા પ્રમાણે સમુદ્રને બે ભુજા વડે તરવા જેવું અશક્ય-પ્રાયઃ બની જાય. માટે તેઓની શક્તિને અનુરૂપ કદમાં નાનો છતાં અર્થમાં વિશાળ એવા ગ્રંથો વડે જ શિષ્યોનો સાચો ઉપકાર થઈ શકશે.) એવું માનતા હોવાથી જે દશવૈકાલિક આદિ શ્રુતની રચના કરી તે અંગ-બાહ્ય શ્રુત કહેવાય છે.
આથી જ પૂર્વે કહ્યા મુજબ શ્રુતજ્ઞાનને કહેનારા વક્તાઓના બે પ્રકારને લઈને જ શ્રુતજ્ઞાનના બે પ્રકારો થતાં હોવાના કારણે મતિજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન મહાન વિષયવાળું છે, એ વાત સિદ્ધ થાય છે. આ હકીકતને જણાવતાં ભાષ્યકાર કહે છે–
ભાષ્યઃ સર્વજ્ઞ ભગવંતોએ પ્રરૂપેલ હોવાથી અને શેય-પદાર્થો અનંત હોવાથી શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાન કરતાં મહા-વિષયવાળું છે અને તે મોટા વિષયવાળું હોવાથી તે તે અર્થોને/વિષયને આશ્રયીને સમાપ્ત થતાં પ્રકરણની અપેક્ષાએ તેના અંગ, ઉપાંગ રૂપ જુદા જુદા પ્રકારો થાય છે.
બીજું કે, (શ્રુતજ્ઞાનનું) સુખેથી ૧. ગ્રહણ, ૨. બોધ, ૩. નિશ્ચય અને ૪. પ્રયોગ થઈ શકે તે માટે. (તેના અંગ-ઉપાંગ રૂપ જુદાં જુદાં ભદો કહેલાં છે.) ૨. પૂ. ધર્વિશ૦ મુ. ૨. પૂ. ના. 5. I રૂ. પૂ. I ૦ ૫. I