________________
સૂ૦ ૨૩]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३४३ द्विविधोऽवधिरित्युक्तम्, तत्रैकं भेदं प्रतिपाद्यं द्वितीयं भेदं दर्शयन्नाह-यथोक्तमित्यादि। अथवा देवनारकावधिर्यथा भवं क्षयोपशमं चोभयमपेक्षते एवं किं क्षयोपशमजोऽपि अवश्यं मनुष्यादिभवे प्राप्ते भवत्येव उत नेति ? । उच्यते-न तत्र भवः सन्नपि कारणतयाऽभ्युपेयते, तद्भावेऽप्यभावादवधेः, किन्तु क्षयोपशम एव प्राधान्येन निरूप्यते
સૂo યથોનિમિત્ત: પવિન્ય: શેષાઈમ્ ૨-૨રૂ (તે તે ભવ લેવા માત્રથી) અવધિજ્ઞાન પ્રગટ થાય છે અર્થાત્ તેમાં “ભવ' જ મુખ્ય કારણ માનેલું છે. એમ જાણવું. (૧-૨૨).
ચંદ્રપ્રભા : તે ભવનું ગ્રહણ કર્યા પછી ક્ષયોપશમ થાય છે અને તેના દ્વારા અવધિજ્ઞાન પ્રગટ થાય છે. જેમ “દાનથી ભોગ (સુખસામગ્રી) મેળવે છે.” (લાને મોબાનાગતિ ) એમ કહેવાતાં ‘દાન એ ભોગનું મુખ્ય કારણ છે” એમ જ કહેવાનો આશય છે. પણ સીધેસીધું દાન એ ભોગની પ્રાપ્તિ કરાવતું નથી. કિંતુ, પુણ્ય = શુભકર્મનો બંધ કરાવવા દ્વારા તે ફળ આપે છે. આથી દાનથી પુણ્ય અને પુણ્યથી ભોગસુખ એમ કહેવું ઉચિત હોવા છતાંય દાન એ મુખ્ય કારણ (કરણ) હોવાથી ‘દાનથી ભોગ મેળવે છે એમ કહેવાય છે. બાકી વચ્ચે માધ્યમ = વ્યાપાર = દ્વાર તરીકે ભાગ ભજવતો પુણ્યબંધ પણ તેમાં નિમિત્તભૂત છે જ. તેમ પ્રસ્તુતમાં પણ અવધિજ્ઞાન થવામાં ક્ષયોપશમ એ કારણ તરીકે હોવા છતાંય ભવ'ની મુખ્યતા હોવાથી તેને કારણ કહેલું છે, એમ સમજવું.
અવતરણિકા: બે પ્રકારનું અવધિજ્ઞાન છે, એમ કહ્યું. તે બે ભેદ પૈકી એક ભેદનું કથન કરીને હવે બીજા ભેદને બતાવતાં સૂત્રકારશ્રી ઉમાસ્વાતિજી મહારાજ નવું સૂત્ર કહે છે – ચોવનિમિત્ત: વગેરે. અથવા પ્રશ્નઃ દેવ અને નારક જીવોનું અવધિજ્ઞાન એ જેમ ૧. ભવ અને ૨. ક્ષયોપશમ એ બેની અપેક્ષા રાખે છે એ પ્રમાણે જે ક્ષયોપશમથી થનારું અવધિજ્ઞાન છે, એ પણ શું મનુષ્ય આદિ ભવની પ્રાપ્તિ થયે છતે અવશ્ય પ્રગટ થાય છે કે નથી થતું ?
જવાબ: ના, ક્ષયોપશમ-જન્ય અવધિજ્ઞાન થવામાં મનુષ્ય આદિ ભવ હોવા છતાં પણ તેનો કારણ તરીકે સ્વીકાર કરાતો નથી. કારણ કે મનુષ્ય આદિ ભવ પામવા છતાંય અવધિજ્ઞાનનો અભાવ હોય છે. (આમ અનિયત હોવાથી “ભવને કારણ મનાતું નથી.) કિંતુ, ક્ષયોપશમ જ પ્રધાનપણે તેના કારણ તરીકે કહેવાય છે. આ વાત જણાવતાં સૂત્રમાં કહે છે
यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् ॥ १-२३ ॥ ૨. પરિપુ ! ઈતી. મુ. | ૨. પરિપુ ! શમોડપિ મુ. I