________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ o
क्षयोपशमलब्धेरवश्यंभावादित्युक्तं किं विस्मर्यते भवता ? एतदाह - तेषामित्यादिना । तेषां नारकदेवानां यस्मान्नारकदेवभवोत्पत्तिलाभ एव तस्य अवधिज्ञानस्य हेतुः कारणं भवतीति । भवोत्पत्तिरेवेति च नियम एवं दृश्यो विद्यमानमपि क्षयोपशममनङ्गीकृत्य यदेव क्षयोपशमस्य कारणमसाधारणं तत्रैवादरमादधान एवमुक्तवान् भवोत्पत्तिरेवेति न पुनर्भव एवास्य निमित्तमिति, क्षयोपशमस्याप्याश्रितत्वादिति । यद् वाऽन्यत्रापि भव एव केवलो निमित्तं भवति कस्यचित् कार्यविशेषस्य तथा दर्शयति-पक्षिणामित्यादिना । पक्षिणां मयूरशुकसारिकादीनां यथा आकाशगमनशक्तिः प्रादुर्भवति, शिक्षां अन्योपदेशरूपां तपश्च अनशनादिरूपमन्तरेण तद्वन्नारकदेवानां शिक्षां तपश्चान्तरेण तदवधिज्ञानं प्रादुरस्तीति ॥ २२ ॥
३४२
-
નિમિત્ત શી રીતે બને ? સમાધાન : તે ભવ પ્રાપ્ત થયે છતે ક્ષયોપશમ રૂપ લબ્ધિ (શક્તિ) અવશ્ય ઉત્પન્ન થતી હોવાથી ભવ એ અધિજ્ઞાનનું નિમિત્ત છે, એમ પૂર્વે કહેલું છે, તે આપના વડે કેમ ભૂલી જવાય છે ? (અર્થાત્ પૂર્વોક્ત વાતને યાદ કરશો તો જરૂર સમાધાન થઈ જશે, પ્રશ્ન જ નહીં ઉઠે.)
આ હકીકતને સ્પષ્ટ કરતાં ભાષ્યકાર કહે છે - “તેઓને ભવોત્પત્તિ જ અવધિજ્ઞાનનું કારણ બને છે.” અર્થાત્ તે નારક અને દેવોને જે કારણથી ના૨ક અથવા દેવરૂપ ભવની ઉત્પત્તિ રૂપ લાભ/પ્રાપ્તિ જ તે અવધિજ્ઞાનનું કારણ બને છે, માટે ભવ-પ્રત્યય કહેવાય. ‘ભવોત્પતિ જ (હેતુ છે)' એ પ્રમાણે વ = જકાર વડે જે નિયમ કરેલો છે તે આ પ્રમાણે સમજવો, ‘ક્ષયોપશમરૂપી કારણ વિદ્યમાન હોવા છતાં પણ તેનો અંગીકાર/સ્વીકાર ન કરીને ક્ષયોપશમનું જે (ભવોત્પત્તિરૂપ) અસાધારણ કારણ છે, તેમાં જ આદર રાખતાં ભાષ્યકારે ‘ભવોત્પત્તિ જ' ( મોત્પત્તિયેવ) એમ કહેલું છે. બાકી તો ‘ભવ’ જ કારણ છે એવું નથી. કેમ કે, (ભવના નિમિત્તે થતાં) ક્ષયોપશમનો પણ અવધિજ્ઞાનના કારણ તરીકે આશ્રય કરેલો છે.
અથવા અન્ય ઠેકાણે પણ જે રીતે કોઈ કાર્ય-વિશેષનું કારણ ફક્ત ‘ભવ’ જ બને છે, તે પ્રમાણે દૃષ્ટાંતથી બતાવતાં ભાષ્યકાર કહે છે ‘પક્ષીઓના આકાશ-ગમન = આકાશમાં ઉડવાની શક્તિની જેમ... અર્થાત્ મોર, પોપટ, મેના વગેરે પક્ષીઓની આકાશમાં ગમન કરવાની (ઉડવાની) શક્તિ જેમ તે તે ભવના નિમિત્તથી જ પ્રગટ થાય છે, પણ તેમાં શિક્ષા એટલે કે બીજાનો ઉપદેશ અથવા અનશન (ઉપવાસ) આદિ રૂપ તપ કારણ બનતો નથી, તેમ પ્રસ્તુતમાં પણ નારક અને દેવોને ઉપદેશ (શિક્ષણ) અથવા તપશ્ચર્યા વિના ૬. પાવિત્રુ । સ્માર્ય૰ મુ. | ૨. સર્વપ્રતિષુ | વં૰ મુ. | રૂ. સર્વપ્રતિષુ | વ્॰ મુ. |