________________
સૂ૦ ૨૦] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३२७ वाग्बुद्धिभिः सम्पन्ना अन्वितास्तैः साधुवृन्दोपदेशनप्रवृत्तैर्गणधारिभिर्यत् दृब्धं रचितं तदङ्गप्रविष्टमाचारादि भण्यते । अङ्गबाह्यं सम्प्रतितनैः कृतमिति तदुच्यते । गणधरा इन्द्रभूत्यादयः तेषामनन्तरे ये साधवस्तेऽनन्तर्याः, तेषां शिष्या इत्यर्थः । ते गणधरानन्तर्याः પ્રમાવાયઃ = એવો પાઠ વધુ ઉચિત લાગે છે એમ જાણવું.
પ્રેમપ્રભા : (૨) ઉત્તમ વાગુ(વાણી) ઃ તેઓની વાણી વિચલિત એટલે કે કહેવાને ઇષ્ટ એવા અર્થનું સંપૂર્ણ, યથાથી પ્રતિપાદન કરવામાં સમર્થ હોય છે માટે ઉત્તમ વાણીથી સંપન્ન હોય છે. તથા (૩) ઉત્તમ બુદ્ધિ : બીજબુદ્ધિ-કોષ્ટબુદ્ધિ આદિ છે. અર્થાત કોઠીમાં રહેલ ધાન્ય જેમ એકદમ સુરક્ષિત રહે તેમ સૂત્ર અને અર્થ જેઓને અવિસ્મૃત હોવાથી દીર્ઘ કાળ સુધી સ્થિર રહે તે કોષ્ઠ-બુદ્ધિ રૂપ લબ્ધિવાળા કહેવાય. જેટલું પણ તીર્થંકરાદિ વડે કહેવાય તે તમામ વચનને અર્થને ગણધરો ગ્રહણ કરે છે, તેમાંથી કાંઈપણ તલના ફોતરાં જેટલું પણ નાશ પામતું નથી અર્થાત્ ગ્રહણ કરવામાં છૂટી જતું નથી એમ તાત્પર્ય છે. (બીજબુદ્ધિઃ એટલે જેમ ખેડૂત સારી રીતે ખેડેલી જમીનમાં વર્ષ કે સિંચાઈના જળ, સૂર્યની ધૂપ, હવા આદિ સંયોગથી એક “બીજ વાવીને અનેક બીજ પ્રાપ્ત કરી લે છે તેમ જ્ઞાનાવરણીયાદિ કર્મોના અતિશય ક્ષયોપશમથી એક (ઉત્પા-વ્યય-ધ્રૌવ્યયુજે સન' તિત્ત્વાર્થ સૂટ પર) વગેરે) અર્થપદરૂપ બીજનું શ્રવણ કરીને અનેક અર્થને પ્રાપ્ત કરે છે, જાણે છે, તે બીજ-બુદ્ધિ લબ્ધિ કહેવાય.).
આમ આવા ઉત્તમ એવા અતિશય, વાણી અને બુદ્ધિથી સંપન્ન ગણધરો હોય છે અને સાધુઓના વૃંદને ઉપદેશ આપવામાં પ્રવૃત્ત થયેલાં એવા તે ગણધારિઓ વડે જે ગૂંથાયું હોય = રચાયું હોય તે “આચાર' આદિ શ્રતને અંગ-પ્રવિષ્ટ શ્રુત કહેવાય.
જ્યારે વર્તમાનમાં થયેલાં અર્થાત્ ગણધરોની પરંપરામાં થયેલાં તમામ આચાર્યો વડે (ઉપલક્ષણથી ઉપાધ્યાય, પ્રત્યેકબુદ્ધ, સ્થવિર આદિ વડે) રચાયેલ હોય તે અંગ-બાહ્ય શ્રુત કહેવાય. આ હકીકતને ભાગ્યકાર સ્પષ્ટરૂપે જણાવતાં કહે છે કે,
ગણધર ભગવંતોની અનંતરમાં થયેલાં વગેરે અર્થાત્ તેઓની પરંપરામાં થયેલ આચાર્યો વડે પડતો કાળ વગેરે દોષના કારણે અલ્પશક્તિવાળા શિષ્યોના ઉપકાર માટે જે શ્રુત કહેલું હોય તે અંગ-બાહ્ય કહેવાય એમ ભાષ્યનો સંક્ષિપ્ત અર્થ છે. હવે તે આચાર્યોના ત્રણ વિશેષણો ભાગ્યમાં કહેલાં છે – (૧) ગણધરોની અનંતરાદિ થનારા :
૨. પૂ. I ત. શિવ મુ. |