________________
३२६
तत्त्वार्थाधिगमसूत्रम्
[ so
"पहू णं चउद्दसपुव्वी घडादो घडसहस्सं पडातो पडसहस्सं" [ भगवती० इत्येवमादयः, ते येषां सन्ति तेऽतिशयवन्तस्तैरिति । तथा उत्तमातिशयेत्यादिना कुण्ठतां निरस्यति, यत उत्तमा अतिशयाः 'अप्रमादादयः, वाग् विक्षितार्थप्रतिपादिका, बुद्धिः बीजकोष्ठेदि, यावद् भण्यते तत् सर्वमसौ गृह्णति न किञ्चित् नश्यति तिलतुषमात्रमपीत्यर्थः । आभिरुत्तमँतिशय
પ્રેમપ્રભા : (૨) અતિશયવાળા ઃ ગણધરો ‘અતિશયવાળા' છે. તેઓ સામાન્ય પુરુષો નથી એમ જણાવતા ‘અતિશયવાળા છે’ એવું વિશેષણ કહેલું છે. અતિશય = એટલે વિશિષ્ટ શક્તિઓ. જેમ કે [ભગવતી સૂત્ર - ૫-૪-૨૦૦] કહેલું છે કે, ‘ચૌદ પૂર્વધરો એક ઘડામાંથી હજા૨ ઘડાઓ અને એક વસ્ત્ર (પટ)માંથી હજાર વસ્ત્ર ઉત્પન્ન કરવાને સમર્થ છે.’
ચંદ્રપ્રભા : (એ પ્રમાણે કટ, રથ, છત્ર, દંડ સંબંધી પણ જાણવું) મૂળસૂત્ર : પન્નૂ ખં चोदसपुव्वी घडाओ घडसहस्सं कडाओ कडसहस्सं रहाओ रहसहस्सं छत्ताओ छत्तसहस्सं दंडाओ दंडसहस्सं अभिनिव्वट्टेत्ता० [ भग० सू० श० ५. उ० ४. सू० २०० ]
પ્રેમપ્રભા : આમ આવા પ્રકારના જે અતિશયો/વિશિષ્ટ શક્તિઓ હોય છે તે જેઓ પાસે છે - તે અતિશયવંત ગણધરો હોય છે. (૩) ઉત્તમ-અતિશય-વાણી-બુદ્ધિથી સંપન્ન ઃ આ ગણધરો ઉત્તમ એવા અતિશય, વાણી અને બુદ્ધિથી સંપન્ન યુક્ત હોય છે. આવા વિશેષણથી ગણધરોના કુંઠિતપણાનું નિરાકરણ કરેલું છે. કારણ કે ઉપરોક્ત વિશેષણનો અર્થ આ પ્રમાણે છે - ઉત્તમ એવા અતિશય આદિ ત્રણથી યુક્ત હોય છે. તેમાં (૧) ઉત્તમ અતિશય એટલે ‘અપ્રમાદ' વગેરે. ગણધરા ભગવંતો શ્રેષ્ઠ કોટિના અપ્રમાદ વગેરે અતિશયોથી સંપન્ન હોય છે.
ચંદ્રપ્રભા : પૂર્વે ‘અતિશયવાન્' એવા વિશેષણ દ્વારા ગણધરોની ભૌતિક શક્તિઓ લબ્ધિઓનો પરિચય આપેલો છે. આથી ફરી ‘ઉત્તમ અતિશયોથી સંપન્ન' એમ જે કહ્યું, તે આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રના ઉત્કર્ષને જણાવે છે. તેઓ પ્રાયઃ ‘અપ્રમત્ત સંયત' નામના ૭માં ગુણસ્થાનકની સ્પર્શના કરનાર હોયને વિશિષ્ટ અપ્રમાદ રૂપ આત્મિક શક્તિથી યુક્ત હોય છે. અહીં ‘અતિશય’ શબ્દનો ભૌતિક શક્તિ રૂપ અર્થ કરવો નિરર્થક હોયને અનુચિત છે. કારણ કે તે પહેલાં કહેવાઈ ગયો છે. માટે આત્મિક આધ્યાત્મિક ઉત્કર્ષના સૂચક ‘અપ્રમાદ’ વગેરે શક્તિઓનું ગ્રહણ કરવું ઉચિત છે. ‘અપ્રમાદ' એટલે વિષય + કષાયથી રહિત વિશિષ્ટ સમભાવને આત્મસાત્ કરનારા. આથી જ પ્રજ્ઞાવાવ્ય: એવા પાઠાન્તરને ઠેકાણે મળેલો ૧. પૂ. । પ્રસાવાય:૦ મુ. | ૨. હ. પૂ. | જીાર્િ૰ મુ. । રૂ. પાવિત્રુ । ન પશ્યતિ॰ મુ. । ૪. પૂ. | તમા: અતિ મુ.।
=
=
=