________________
સૂ૦ ૨૦] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३३३ यद्येतच्छुतज्ञानमङ्गोपाङ्गादिभेदेन न रच्येत एवं सत्यानन्त्याद् ग्रन्थस्य चातिबहुत्वाद् दुःखेन शिष्यस्तत्र रति बध्नीयात् । यथा महार्णवं पश्यतः पुंसो न भवति चेतोवृत्तिर्बाहुभ्यां प्रतरामीति, प्रतरणप्रवृत्तोऽपि चान्तराल एव रसभङ्गं प्रतिपद्येत, एवमिहापि यदा पुनरङ्गोपाङ्गादिकल्पनया रचनया प्रविभक्तो भवति स महान् ग्रन्थराशिस्तदाऽदभ्रनदीतडागतरणवत् सुगमो भविष्यतीत्यतोऽङ्गोपाङ्गनानात्वमिति । अथ पूर्वादिरचना किमर्था इत्येवमाशङ्कयेत ? । उच्यतेतत्रापि नान्यत् करणे प्रयोजनं समस्ति, किन्त्वेतदेव, तदाह-एतेनेत्यादि । एतेनाङ्गोपाङ्गभेदप्रयोजनेन सुखग्रहणादिना पूर्वाणि दृष्टिपातान्त:पातीनि पूर्वप्रणयनात्, वस्तूनि ન કહેવાય તો સમુદ્રને પાર ઉતરવા જેવું અર્થાત્ દુઃખેથી ભણી શકાય તેવું બને. કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે – જો આ શ્રુતજ્ઞાનની અંગ-ઉપાંગ આદિ ભેદ વડે રચના ન કરાય તો શ્રુતજ્ઞાન વડે કહેવાતાં અર્થો = પદાર્થો અનંત હોવાથી અને સમસ્ત શ્રુતના સમૂહરૂપ ગ્રંથ અત્યંત મોટો બની જવાથી શિષ્ય તેને ભણવાની રુચિ (રતિ) મહામુસીબતે કરશે. જેમ મોટા સમુદ્રને જોતાં એવા પુરુષને એવા ભાવો = અરમાનો મનમાં થતાં નથી કે,
હું બે બાહુ વડે સમુદ્રને તરી જાઉં.” કદાચ વધુ પડતી હિંમત એકઠી કરીને કે ઉત્સાહવિશેષથી સમુદ્ર તરવાને ઝંપલાવી દે, તો પણ અધવચ્ચે જ રસ તૂટી જશે - ઉત્સાહ મરી જશે. આ પ્રમાણે પ્રસ્તુતમાં પણ તે મહાન ગ્રંથના સમૂહરૂપ શ્રત (ગણિપિટક) એ જયારે અંગ-ઉપાંગ આદિની કલ્પનાપૂર્વક રચના કરવા વડે વિભાજિત કરાય છે, ત્યારે મોટી નદી, તળાવ વગેરેને તરવાની જેમ સુગમ = સરળતાથી ગ્રાહ્ય બની જશે (આથી ઉત્સાહભંગ થવાનો પ્રશ્ન આવતો નથી.) આથી અંગ અને ઉપાંગ રૂપ ભેદ વડે રચના કરેલી
શંકા : ભલે, પણ “પૂર્વ વગેરે શ્રુતજ્ઞાનના વિભાગોની રચના શા માટે કરેલી છે?
સમાધાનઃ પૂર્વ, વસ્તુ વગેરે વિભાગો કરવા પાછળ પણ આ ઉપર કહ્યા સિવાય બીજું કોઈ કારણ નથી, કિંતુ, આ જ કારણ છે. આ જ હકીકત ભાષ્યમાં જણાવે છે તેના - આ અંગ-ઉપાંગ આદિ શ્રુતજ્ઞાનના ભેદો કરવાનું પ્રયોજન કહેવા દ્વારા આ પૂર્વ, વસ્તુ વગેરે છ શ્રુતજ્ઞાન ભેદોના કરવાનું પણ પ્રયોજન કહેવાઈ જાય છે. અર્થાત્ સુખેથી ગ્રહણ વગેરે રૂપ જે અંગ-ઉપાંગ રૂપ શ્રુતના ભેદો કરવાનું પ્રયોજન છે, તે જ પ્રયોજનથી અહીં ‘પૂર્વ આદિ છ ભેદો પણ કહેલાં છે. ૧. પરિપુ ! પદ્યતે– મુ. | ૨. ઇ.પૂ. I નમસ્ત મુ. I રૂ. પાલિવુ . પૂર્વ પ્રખ૦ મુ. |