________________
३३१
સૂ૦ ૨૦]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् परिसमाप्यत इति मन्यामानैरिदमङ्गमाचारादि, इदं च तदुपाङ्गमिति स्थापितम् । एतदाहप्रकरणेत्यादि । प्रकरणं यत्र विवक्षित आचार इत्यादिरूपोऽर्थो निष्ठां याति तद् भण्यते तस्य समाप्तिः तामपेक्षते यत् तत् प्रकरणपरिसमाप्त्यपेक्षम् । किं तद् ? अङ्गोपाङ्गनानात्वमिति । किञ्चान्यत् इतश्च कारणादङ्गोपाङ्गनानात्वमिति । सुखग्रहणेत्यादि । सुखेन-अनायासेनापूर्वस्य ग्रहणं करिष्यन्ति अङ्गानङ्गानां, सुखेन च गृहीतं धारयिष्यन्ति बुद्धया, सुखेन विज्ञानं तस्मिन्नर्थे शृण्वत उत्पादयिष्यन्तीति, सुखेन अपोहं निश्चयं करिष्यन्ति इति एवमेषोऽर्थः स्थित इति, सुखेन च प्रयोगं व्यापारं करिष्यन्ति प्रत्यवेक्षणादि काले तेन विदितेनेति । જુદાં જુદાં વિષયવાળા અર્થો હતાં તે સમૂહરૂપે ભેગા હતાં. આ જોઈને તે ગણધરોએ તેમજ તેઓના શિષ્ય-આદિએ તે બાર-અંગ રૂપ ગ્રંથ પૈકી, કોઈ અર્થ (વિષય)ને “આટલાં (અમુક પ્રમાણવાળા) ગ્રંથમાં સંપૂર્ણ થઈ જાય છે એમ જાણ્યું. પછી તેઓએ તેટલાં અર્થને/વિષયને “આ “આચાર' આદિ અંગ છે અને આ તેનું “ઉપાંગ’ છે એ પ્રમાણે વિભાગ કરીને સ્થાપિત કર્યું. (આને “પ્રકરણ” કહેવાય.) આ જ વાત ભાષ્યમાં કહે છે કે, તે તે પ્રકરણની પરિસમાપ્તિ = પરિપૂર્ણતાની અપેક્ષાએ આચારાદિ અંગ-ઉપાંગ રૂપ જુદાં જુદાં વિભાગ કરેલાં છે. આમાં પ્રકરણ એટલે જ્યાં વિવક્ષિત = કહેવાને ઇચ્છાયેલ આચાર' આદિ રૂપ પદાર્થ પૂરો થાય તેને પ્રકરણ (પ્રસ્તાવ) કહેવાય. તેની સમાપ્તિની અપેક્ષાએ એટલે કે તે પ્રકરણ જ્યાં પૂરું થતું હોય ત્યાં તેટલાં વિભાગને આચારાદિ અંગ રૂપે અને તેવા બીજા વિષયને તેના ઉપાંગરૂપે ગોઠવણ કરેલી છે.
* શ્રુતના વિભાગીકરણના બીજા પણ ચાર હેતુઓ * હવે અંગ-ઉપાંગ રૂપ વિભાગ કરવાનું બીજું કારણ કહે છે; વિશ્ચાત્ ! આ બીજા કહેવાતા કારણથી પણ અંગ-ઉપાંગ વગેરે રૂપ વિભાગ કરેલાં છે. અર્થાત્ સુખેથી અર્થનું ગ્રહણાદિ થાય તે માટે પણ ઉક્ત વિભાગ કરેલો છે. તેમાં (૧) ગ્રહણઃ શિષ્યો સુખેથી - અનાયાસે અલ્પ પ્રયાસે અપૂર્વ એટલે નવા અંગ-અનંગ (અંગબાહ્ય) રૂપ શ્રુતનું ગ્રહણ કરશે અને સુખેથી ગ્રહણ કરેલ શ્રતની બુદ્ધિ વડે ધારણા કરી શકશે. (૨) વિજ્ઞાન : તે અર્થનું શ્રવણ કરનારાઓ સુખેથી વિજ્ઞાન એટલે બોધ પ્રાપ્ત કરશે. (૩) અપોહઃ એટલે નિશ્ચય “આ અમુક અર્થ આ પ્રમાણે છે.” એમ સુખેથી નિશ્ચય કરશે. તથા (૪) પ્રયોગ : એટલે વ્યાપાર... (વિભાગશ:) જાણેલાં તે શ્રુતવડે શિષ્યો પડિલેહણ આદિ કાળે સુખેથી ૨. પવુિ યોગાવ્યા મુ. |