________________
३३४ तत्त्वार्थाधिगमसूत्रम्
[૦ ૨ पूर्वस्यैवांशोऽल्पः वस्तुनः प्राभृतमल्पतरं, प्राभृतात् प्राभृतप्राभृतमल्पतरं, ततोऽध्ययनं ग्रन्थतोऽल्पतरं, तत उद्देशकोऽल्पतर इति । व्याख्याता इति । सुखग्रहणादि यदेवाङ्गोपाङ्गादिकरणे फलं तदेवात्रापीति ।
भा० अत्राह मतिश्रुतयोस्तुल्यविषयत्वं, वक्ष्यति द्रव्येष्वसर्वपर्यायेषु (१-२७) इति । तस्मादेकत्वमेव भवतु इति। अत्रोच्यते - टी० सम्प्रत्येवं मन्यते परः-श्रुतज्ञानस्य द्विविधादिकरणे सूक्तमनेन प्रयोजनं, यदुक्तं
* પૂવદિ શ્રુત-ભેદોનું સ્વરૂપ ‘પૂર્વ આદિ ભેદોનું સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) પૂર્વઃ પૂર્વે = પહેલાં સૌથી મોટા અંશરૂપે) રચેલાં હોવાથી ‘પૂર્વ કહેવાય અને તે દષ્ટિવાદ નામના ૧૨માં અંગમાં હોય છે. (૨) વસ્તુઃ પૂર્વનો જ એક અંશ – પૂર્વ કરતાં નાનો હોય તે વસ્તુ કહેવાય. (૩) પ્રાભૃત : વસ્તુનો જ વધુ નાનો અંશ/ભેદ તે પ્રાભૃત કહેવાય. (૪) પ્રાભૃત-પ્રાભૃતઃ પ્રાભૃત શ્રુત કરતાં નાનો શ્રતનો અંશ તે પ્રાભૃત-પ્રાભૃત કહેવાય. (૫) અધ્યયન : પ્રાભૃત-પ્રાભૃત રૂપ શ્રત કરતાં ગ્રંથની અપેક્ષાએ વધારે અલ્પ-અંશ તે અધ્યયન. (૬) ઉદ્દેશઃ અધ્યયન-શ્રુત કરતાં નાનો અંશ તે ઉદ્દેશ કહેવાય.
આમ આ છએ શ્રુતના ભેદો પાડવાનું પણ પ્રયોજન અંગ-ઉપાંગ રૂપ ભેદોનું પ્રયોજન કહેવા દ્વારા કહેવાઈ જાય છે. અર્થાત્ સુખેથી શ્રુતનું ગ્રહણ વગેરે રૂપ જે ફળ, પ્રયોજન અંગ-ઉપાંગ વગેરે શ્રુતજ્ઞાનના ભેદો કરવા બાબતમાં કહેલું તે જ ફળ અહીં પણ કહેવું એમ ભાવ છે.
(હવે અન્ય વ્યક્તિ મતિ અને શ્રુતજ્ઞાન વચ્ચે અભેદ હોવાની શંકા ભાષ્યમાં ઉઠાવે
ભાષ્ય : અહીં બીજો વ્યક્તિ પૂછે છે, પ્રશ્નઃ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સરખાં વિષયવાળા છે. આગળ કહેવાના છે કે, “મતિ અને શ્રતનો વિષય સર્વ દ્રવ્યો છે પણ સર્વ પર્યાયો નથી.” આથી આ બે જ્ઞાનને એક જ = અભિન્ન કહેવા જોઈએ. અહીં (જવાબ :) કહેવાય છે
* મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે અભેદ હોવાની શંકા પ્રેમપ્રભા : અહીં બીજો વ્યક્તિ આ પ્રમાણે માને છે - વિચારે છે કે, “શ્રુતજ્ઞાનને બે ૧. પૂ. I તાનીતિમુ.