________________
સૂ૦ ૨૦] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३२५ विपाकादित्यर्थः । अतस्तस्मादनुभावाद् यदुक्तं-प्रतिपादितं तीर्थकृद्भिः तदेव तीर्थकरप्रतिपादितमर्थजातम्- 'उत्पन्नमिति वा विनष्टमिति वा ध्रुवमिति वा इति' एवं तद् गृहीत्वा गणधरैः तेषां त्रितयं विशेषणमुपक्षिपति -
भगवच्छिष्यैरित्यादिना स्वयं गृहीतलिङ्गतां निरस्यति । पुनश्च सामान्यपुरुषा न भवन्तीति एतद् दर्शयति-अतिशयवद्भिरिति । अतिशयाः विशिष्टाः शक्तयः । यथाકે અત્યંત વિશુદ્ધ સમ્યગદર્શનની હાજરીમાં “સવિ જીવ કરું શાસન રસીની પરમ ઉદાત્ત અને કરુણારસથી ભરપૂર એવી ભાવનાપૂર્વક, અરિહંત આદિ વિશસ્થાનકો પૈકી બધાં જ અથવા તો કોઈ એક અથવા બે-ત્રણ-ચાર વગેરે અનેક સ્થાનોની/પદોની આરાધનાથી તીર્થકરોના આત્માઓને બંધાય છે, આ વાત ધાર્મિકજનોમાં સુવિદિત છે. આ ગ્રંથમાં પણ આગળ [અ-/સૂ. ૨૩માં કહેવાશે.
ગણધરોને ત્રિપદીના પ્રદાન દ્વારા બાર અંગનું જ્ઞાન એક પ્રેમપ્રભા : આમ આવા પરમશુભ અને તીર્થની સ્થાપના રૂપ ફળવાળા તીર્થકર નામકર્મના અનુભવથી = એટલે કે બંધ થયા પછી કાલાન્તરે (અંતિમ ભવમાં) વિપાકરૂપે = ફળનો અનુભવ કરવારૂપે ઉદયમાં આવવાથી તીર્થકરો વડે જે અર્થસમૂહનું પ્રતિપાદન કરાયું હોય. દા.ત. (“હે ભગવંત ! તત્ત્વ શું છે? એવા ગણધરોના પ્રશ્નના જવાબરૂપે પ્રભુએ ઉપદેશ આપ્યો હોય કે..) તત્ત્વ એ છે કે (i) વસ્તુ ક્યાં તો ઉત્પન્ન રૂપ છે (અર્થાત્ ઉત્પન્ન થાય છે) (૩પને વા) અથવા તો (i) વસ્તુ વિનષ્ટ રૂપ છે = વિનાશ પામે છે. (વિરામે વા) અથવા તો (ii) વસ્તુ યુવાત્મક = નિત્યસ્થિરરૂપ છે (ધુ વા) ઇત્યાદિ અર્થના સમૂહને તીર્થકર ભગવાન પાસેથી ગ્રહણ કરીને ગણધરો વડે... (જે ગ્રંથરૂપે રચના કરાઈ હોય તે અંગપ્રવિષ્ટ કહેવાય એમ સંબંધ છે.).
એક ગણધરોની વિશિષ્ટતા કે આ ગણધરોના ત્રણ પ્રકારના વિશેષણો ભાગકાર મૂકે છે. (૧) ભગવતુ-શિષ્યઃ આ ગણધરો ભગવાનના શિષ્યો છે એવું વિશેષણ કહેવા દ્વારા “તેઓ સ્વયં-પોતાની મેળે સાધુ વેષનું ગ્રહણ કરનારા છે' આ વાતનો નિષેધ કરેલો છે.
ચંદ્રપ્રભા : અર્થાત તેઓ ભગવાનના શિષ્ય હોયને ભગવાને તેઓને સાધુ-વેષ (દીક્ષા) અર્પણ કરેલો છે એ હકીકત જણાવાથી તેઓ સ્વતંત્ર નથી પણ પ્રભુને આધીન-પરતંત્ર હોયને પ્રમાણભૂત છે, અનુસરણીય છે, એવો ભાવ જણાવેલો છે. ૨. પૂ. I ના. મુ. |