________________
સૂ૦ ર૦]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३११ विना तदभावात्, एवमिह सति मतिज्ञाने लब्धिरूपे ततः श्रुतज्ञानस्योत्पत्तिर्दष्टान मतिज्ञानाभावे । किं पुनः कारणं तदेव मतिज्ञानं न श्रुतज्ञानीभवतीति मृत्तिकावद् घटरूपेण ? उच्यतेહોવું) શબ્દથી અપેક્ષાકારણ (નિમિત્તકારણ) જણાવાય છે. જેમ ઘડાની ઉત્પત્તિમાં આકાશ વગેરે અપેક્ષાકારણની અપેક્ષા રખાય છે. કેમ કે, તે વિના ઘડાની ઉત્પત્તિનો પણ અભાવ થાય છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં પૂર્વમાં લબ્ધિ (શક્તિ)રૂપ મતિજ્ઞાન હોતે છતે શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ ઈષ્ટ છે, માનેલી છે, પણ મતિજ્ઞાનના અભાવમાં શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ સ્વીકારેલી નથી.
ચંદ્રપ્રભા : અહીં એટલું સમજવું કે કારણ બે પ્રકારના છે. (૧) ઉપાદાનકારણ અને ન્યાયદર્શનની પરિભાષામાં સમાયિકારણ કહેવાય છે. (૨) નિમિત્તકારણ. પ્રસ્તુતમાં મતિજ્ઞાનને જે અપેક્ષાકારણ રૂપે કહ્યું છે તે નિમિત્તકારણ સમજવું. ૧. ઉપાદાનકારણ તેને કહેવાય કે જે કારણ પોતે જ કાર્યરૂપે બની જતું હોય. આથી કાર્ય ઉત્પન્ન થયે પોતાનો (ઉપાદાનકારણનો) પર્યાય/અવસ્થા નાશ પામી જાય છે. દા.ત. માટી પોતે જ ઘડારૂપ બની જાય છે તેથી તેને ઘડાનું ઉપાદાનકારણ કહેવાય છે. જયારે ૨. નિમિત્તકારણ પોતે કાર્યરૂપે બનતું નથી. આથી કાર્ય ઉત્પન્ન થયા પછી નાશ પામી જતું નથી. પણ કાર્ય ઉત્પન્ન થવામાં ઉપયોગી - સહાયક જરૂર બને છે. દા.ત. ઘડો બનાવવામાં કુંભાર, ચક્ર, ચીવર (વસ્ત્ર), દંડ વગેરે ઘડારૂપે બનતાં નથી, પણ ઘડો બનાવવામાં સહાયક જરૂર બને છે. કેમ કે તેના વિના ઘડો બની શકતો નથી.
હવે નિમિત્તકારણના પણ બે વિભાગ થાય છે. (૧) સાધારણ નિમિત્તકારણ અને (૨) અસાધારણ નિમિત્તકારણ. (૧) સાધારણ-નિમિત્તકારણ : જે નિમિત્તકારણ સર્વકાર્યો પ્રત્યે હેતુ બને છે તે સાધારણ-નિમિત્તકારણ કહેવાય. જેમ કે, આકાશ, કાળ, કર્મ, પુરુષાર્થ, સ્વભાવ વગેરે સર્વકાર્યો પ્રત્યે સાધારણ નિમિત્ત-કારણો છે. તથા (૨) અસાધારણ નિમિત્તકારણ : જે સર્વ કાર્યો પ્રત્યે નિમિત્ત બનતાં ન હોય, કિંતુ, અમુક જ વિશેષ કાર્ય પ્રત્યે નિમિત્તકારણ બનતાં હોય તે અસાધારણ નિમિત્તકારણ કહેવાય. દા.ત. ઘડા રૂપ કાર્ય પ્રત્યે કુંભાર, દંડ વગેરે અને પટ (વસ્ત્ર) પ્રત્યે વણકર, વેમ વગેરે અસાધારણ નિમિત્તકારણ છે.
આ રીતે પ્રસ્તુતમાં વ્યોમ = આકાશ આદિને અપેક્ષાકારણ કહ્યું છે તે સાધારણ અપેક્ષા (નિમિત્ત) કારણની અપેક્ષાએ કહેલું છે. અહીં ટીકામાં વ્યોમાં કહ્યું, એમાં આદિ શબ્દથી કુંભાર વગેરે અસાધારણ નિમિત્તકારણ પણ લેવા યોગ્ય છે.
પ્રેમપ્રભા : શંકા ? અહીં તે જ મતિજ્ઞાન રૂપ કારણ શ્રુતજ્ઞાનરૂપે શાથી બનતું નથી ? ૨. પ.પૂ.તિ.a. I fgfg૦ મુ.