________________
३१०
तत्त्वार्थाधिगमसूत्रम्
[o
यदि तु श्रुतज्ञानस्यान्तर्वर्तिनः स शब्दो निमित्ततां प्रतिपद्यमानः श्रुतव्यपदेशमश्नुते न कश्चिद् दोष:, उपचारस्य व्यवहाराङ्गत्वात् । मुख्यया तु वृत्त्या श्रुतमित्यनेन ज्ञानमुच्यते, एतदाह भा० श्रुतज्ञानं मतिज्ञानपूर्वकं भवति । श्रुतमाप्तवचनं आगमः उपदेश ऐतिह्यमाम्नाय : प्रवचनं जिनवचनमित्यनर्थान्तरम् ।
-
टी० श्रुतज्ञानमिति । मतिपूर्वमित्यस्यार्थं विवृणोति - मतिज्ञानपूर्वकं भवतीत्यनेन । मत्या 'प्रकृतया ज्ञानं विशेषयति- मतिज्ञानमिति । तन्मतिज्ञानं पूर्वं यस्य तन्मतिपूर्वं भण्यते, अपेक्षाकारणं चेह पूर्वमित्यनेनोच्यते, यथा घटस्योत्पत्तावपेक्षाकारणं व्योमाद्यपेक्ष्यते, तेन
I
યોગ્ય છે, શબ્દનું નહીં. માટે ‘ભાવ’ અર્થમાં જ ‘શ્રવળ શ્રુતં’ એમ વ્યુત્પત્તિ કરવી ઉચિત છે.
પ્રશ્ન : તો શું બ્રૂયતે કૃતિ શ્રુતમ્ એ પ્રમાણે ‘શ્રુત’નો ‘શબ્દ’રૂપ અર્થ થાય છે, તેને કોઈપણ રીતે શ્રુત ન જ કહેવાય ?
જવાબ ઃ શ્રુતજ્ઞાનનું કારણ શબ્દ છે, કેમ કે, પહેલાં શબ્દનું જ્ઞાન થાય પછી શ્રુતજ્ઞાન પ્રવર્તે છે. હવે જો શ્રુતજ્ઞાનમાં અંતર્વર્તી એવો તે શબ્દ શ્રુતજ્ઞાનના નિમિત્તપણાને/કારણપણાને પામતો છતો “કારણમાં કાર્યનો ઉપચાર” ન્યાયથી ‘શ્રુત’ રૂપે કથનને વ્યવહારને પ્રાપ્ત કરતો હોય તો તેમાં કોઈ દોષ નથી. કારણ કે, ઉપચાર/અધ્યારોપ પણ વ્યવહારનું અંગ છે, નિમિત્ત છે. હા, મુખ્ય રીતિએ તો ‘શ્રુત’ શબ્દ વડે ‘જ્ઞાન' અર્થ કહેવાય છે. સૂત્રના આવા આશયને સ્પષ્ટ કરતાં ભાષ્યકાર કહે છે
ભાષ્ય : શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાનપૂર્વક થાય છે.
(૧) શ્રુત (૨) આપ્તવચન (૩) આગમ (૪) ઉપદેશ (૫) ઐતિહ્ય (૬) આમ્નાય (૭) પ્રવચન અને (૮) જિનવચન અનર્થાન્તર છે, સમાનાર્થી = પર્યાયશબ્દો છે.
પ્રેમપ્રભા : ભાષ્યમાં શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે એમ કહ્યું. સૂત્રમાં કહેલ એવા મતિપૂર્વક્ શબ્દનું ભાષ્યમાં વિવરણ કરે છે, ‘(શ્રુતજ્ઞાન) મતિજ્ઞાનપૂર્વક થાય છે.' પ્રકૃત મૂળભૂત એવા ‘મતિ’ શબ્દ વડે ‘જ્ઞાન'ને ‘મતિજ્ઞાન' (મતિરૂપ જ્ઞાન) એમ વિશેષિત કરે છે. આ મતિજ્ઞાન જેની પૂર્વમાં હોય તે (શ્રુતજ્ઞાન) મતિપૂર્વક કહેવાય. પૂર્વમ્ (પૂર્વમાં
૧. સ્વ.પૂ. | તથા મુ. |
=