________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ प्रधानगुणभावाभ्युपगमः प्रतिपद्यते जैनैः । अतः स्पर्शादिग्रहणे द्रव्यग्रहणमवश्यंभावि द्रव्यग्रहणे वा स्पर्शादिग्रहणम्, अन्योन्यानुगमात् । अर्थस्य स्पर्शादेः सामान्यानिर्देश्यस्वरूपस्य नामादिकल्पनारहितस्य अवग्रहो ग्राहकः, तस्यैव स्पर्शादेः किमयं स्पर्श उतास्पर्श इत्येवं परिच्छेदिका ईहा, तस्यैव स्पर्शोऽयमित्येवं परिच्छेदकोऽपायः, तस्यैव स्पर्शादेरर्थस्य परिच्छिन्नस्योत्तरकालमविस्मृतिर्या सा धारणा । एवं रसादिष्वपि प्रत्येकमवग्रहादयो योज्याः । इदं च सार्वधारणमवगम्यम्-अवग्रहादय एवार्थस्य मतिज्ञानविकल्पा ग्राहकाः नान्यो मतिज्ञानांश રૂપ વગેરે તેના વિશેષણ છે.
શંકા તો પછી જુદા જુદા જ્ઞાનોમાં રૂપનું ગ્રહણ થયું, રસનું ગ્રહણ થયું એમ શાથી કહેવાય છે ? રૂપ આદિવાળા દ્રવ્યનું ગ્રહણ થયું અથવા દ્રવ્યાશ્રિત રૂપ આદિનું ગ્રહણ થયું એમ શાથી કહેવાતું નથી?
સમાધાન : વિવક્ષાના વશથી એટલે કે વક્તાની કહેવાની ઇચ્છાના અભિપ્રાયના બળથી એક જ વસ્તુ ક્યારેક પ્રધાન હોય છે તો ક્યારેક ગૌણ બને છે એમ જૈનોએ (જૈનદર્શનના અનુયાયીઓએ) માનેલું છે. આથી જ્યારે સ્પર્શ વગેરેનું મુખ્યપણે ગ્રહણ થાય છે ત્યારે દ્રવ્યનું પણ ગૌણપણે ગ્રહણ અવશ્ય થાય છે અને દ્રવ્યનું મુખ્યતયા) ગ્રહણ થયે સ્પર્શ વગેરેનું પણ (ગૌણરૂપે) પ્રહણ થાય છે. કારણ કે દ્રવ્ય અને સ્પર્શ વગેરે પર્યાયો એ પરસ્પર એકબીજામાં મળેલાં છે, એકમેક થયેલાં છે, એકબીજા વિના સંભવી શકતાં નથી.
આ સ્પર્ધાદિ અર્થના અવગ્રહાદિ આ રીતે ગ્રાહક થાય છે - સામાન્ય અને અનિર્દેશ્ય સ્વરૂપ અને નામાદિ કલ્પનાથી રહિત એવા સ્પર્શ વગેરે અર્થનો ગ્રાહક = બોધક અવગ્રહ કહેવાય છે. (૨) તે જ સ્પર્ધાદિ અર્થ સંબંધી “શું આ સ્પર્શ છે કે અસ્પર્શ છે?' એ પ્રમાણે બોધ કરનારી ઇહા' કહેવાય છે. (૩) તે જ સ્પશદિ અર્થનો “આ સ્પર્શ જ છે એ પ્રમાણે બોધ કરનાર (પરિચ્છેદક) અપાય કહેવાય છે. તે જ નિશ્ચયાત્મક બોધ કરાયેલ સ્પર્ધાદિ અર્થનો નિશ્ચય થયાના ઉત્તરકાળે અવિસ્મૃતિ (વિસ્મૃતિ ન થવી) તે ધારણા કહેવાય છે. આ પ્રમાણે રસાદિ અર્થને વિષે પણ અવગ્રહ વગેરે પ્રત્યેક ભેદો ઘટાવવા.
આ વાત અવધારણપૂર્વક અર્થાત નિશ્ચિતરૂપે જાણવી કે, અવગ્રહ આદિ જ ૨. પૂ. I સાધા, મુ. |