________________
२९९
सू० १७]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
ब्रूमः । अर्थश्च स्पर्शरसगन्धवर्णशब्दात्मकः तस्य स्पर्शादेरर्थस्य अवग्रहादयोऽवच्छेदका मतिज्ञानविकल्पाः मतिज्ञानस्येन्द्रियादिभेदेनाऽविभक्तस्य विकल्पाः अंशा इत्यर्थः । देव विभज्यमानमेभिर्भेदैरवतिष्ठत इति । यदि तर्हि स्पर्शादेर्विषयस्य ग्राहकाः अवग्रहादयोऽभ्युपगम्यन्ते न तर्हि द्रव्यस्य ज्ञानं चक्षुरादिजं किञ्चिद् ग्राहकं समस्ति छाद्मस्थिकम् ? उच्यतेस्पर्शादयो द्रव्यपर्यायाः, पर्यायग्रहणे च द्रव्यमवच्छिन्नमेवावसातव्यं तेन रूपेण द्रव्यस्यैव भवनात्, यतोऽपि न द्रव्यवियुताः पर्यायाः, पर्यायविरहितं वा द्रव्यम्, अन्यतरानुपलब्धावन्यतरस्यानुपलब्धेः । प्रतीन्द्रियप्राप्त्या द्रव्यस्यैव रूपादिविशेषणभाक्त्वात्, विवक्षावशाच्च તરીકે માનો છો ?
જવાબ : અવગ્રહ આદિ ‘અર્થ’ના ગ્રાહક છે એમ અમે માનીએ છીએ. અર્થ એ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ સ્વરૂપ છે. તે સ્પર્શાદિ અર્થના અવગ્રહ આદિ મતિજ્ઞાનના ભેદો ગ્રાહક (અવચ્છેદક) છે, બોધ કરનારા છે. મતિજ્ઞાનના વિકલ્પો એટલે ઇન્દ્રિય વગેરેના ભેદથી વિભાગ નહીં કરેલાં - અવિભક્ત એવા મતિજ્ઞાનના વિકલ્પો અંશો ? અને તેનો જ વિભાગ કરાય છે ત્યારે તે અવગ્રહ વગેરે ભેદવાળું થાય છે.
શંકા : (સ્પર્શ વગેરે દ્રવ્યના પર્યાયો (ગુણો) છે.) હવે જો અવગ્રહ આદિ ભેદોને સ્પર્શાદિ વિષયના ગ્રાહક (ગ્રહણ કરનાર) તરીકે સ્વીકારાય, તો છદ્મસ્થ જીવોને ચક્ષુ આદિ ઇન્દ્રિયથી થનારું, દ્રવ્યનું ગ્રાહક કોઈ પણ જ્ઞાન નહીં રહે. (અર્થાત્ દ્રવ્યનું ઇન્દ્રિયજન્ય જ્ઞાન (મતિજ્ઞાન) નહીં થવાની આપત્તિ આવશે.)
=
* દ્રવ્ય અને સ્પર્શાદિ ગુણો વચ્ચે પરસ્પર સાપેક્ષતા
=
સમાધાન : સ્પર્શ વગેરે દ્રવ્યના જ પર્યાયો = ધર્મ-વિશેષ છે અને પર્યાયનું ગ્રહણ થયે છતે દ્રવ્ય પણ જાણેલું જ સમજવું. કારણ કે દ્રવ્ય જ તે રૂપે અર્થાત્ પર્યાયરૂપે થાય છે. અને બીજું કારણ એ કે, પર્યાયો દ્રવ્યથી વિયુક્ત = છૂટા હોવા સંભવતાં નથી અને દ્રવ્ય પણ પર્યાયોથી રહિત હોતું નથી. જો તે બેમાંથી એકની ઉપલબ્ધિ = પ્રાપ્તિ ન હોય તો બીજાની પણ પ્રાપ્તિ ન જ હોય. અર્થાત્ બેયનું અસ્તિત્વ એકબીજાને આધારે હોવાથી એકના ગ્રહણમાં બીજાનું ગ્રહણ થઈ જ જાય. વળી પ્રત્યેક^ ઇન્દ્રિયથી દ્રવ્યની પ્રાપ્તિ થતી હોવાને લીધે દ્રવ્ય જ રૂપાદિ વિશેષણવાળું થાય છે અર્થાત્ દ્રવ્ય વિશેષ્ય ગણાય છે અને ૨. સર્વપ્રતિષુ । તલેવું. મુ. | ર્. પાવિષુ | ગાબ્વ॰ મુ. । રૂ. પૂ. । યતો ૬૦ મુ. ।