________________
સૂo 9] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३०७ मूर्तता मनस्यसिध्यत्, शरीरस्थं वा मनो विपयं निश्चिनोति, यथा हि स्पर्शनं करणमगत्वेति न वा शरीरात् तस्य निःसरणं, स्पर्शनं हि करणं सन्न निस्सरदृष्टम्, अतो मनश्चिन्त्यमानैर्वस्तुभिः सह न श्लिष्यतीति व्यञ्जनावग्रहाभाव आख्यायते ।
चतुर्भिरिति चक्षुर्मनोव्यतिरिक्तानि चत्वार्येवेति, अन्यानि सांख्याभिमतानि निरस्यतिचतुभिरेव नातो व्यतिरिक्तैरिन्द्रियैरिति, स्पर्शनरसनघ्राणश्रोत्रैः शेषैरिति, उपर्युक्तवर्जेः भवति व्यञ्जनावग्रहः सम्भवतीति यावत् । किमिति ? यतः एतानि चत्वार्यप्युपकरणेन्द्रियेण सह श्लिष्टं स्पर्शादिकं विषयमवच्छिन्दते नान्यथेति अतः प्राप्तविषयग्राहित्वादेषां सम्भवति માનવું જોઈએ.
શંકા : મન એ અમૂર્ત = અરૂપી હોવાથી અગ્નિ આદિથી બાળી શકાતું નથી.
સમાધાન : આ વાત પણ યોગ્ય નથી, કારણ કે આહત એટલે કે જૈનદર્શનમાં મન એ પુદ્ગલસ્વરૂપ હોવાથી તેનું મૂર્તપણુ સિદ્ધ થયેલું છે. અથવા શરીરમાં જ રહ્યું છતાં, મન વિષયનો નિશ્ચય કરે છે. જે રીતે સ્પર્શન-ઇન્દ્રિય એ વિષય-દેશમાં ગયા વિના શરીરમાં રહીને જ વિષયનો બોધ કરે છે તેમ મન-સંબંધી પણ સમજવું. વળી શરીરમાંથી સ્પર્શનેન્દ્રિય નીકળવું પણ જણાતું નથી, કેમ કે, સ્પર્શન એ ઇન્દ્રિય હોયને તે શરીરમાંથી નીકળતી દેખાતી/અનુભવાતી નથી. આથી મન એ ચિંતનનો વિષય બનનારી વસ્તુ સાથે સંબંધ પામતું નથી. આથી તેના વ્યંજન-અવગ્રહનો અભાવ કહેવાય છે.
ભાષ્યમાં કહ્યું કે, તુf: = શેષ ચાર ઇન્દ્રિયો સાથે વિષયો સંબંધ પામે છે માટે તેઓનો વ્યંજનાવગ્રહ થાય છે અને તે ચહ્યું અને મન સિવાયની ચાર જ ઇન્દ્રિયો છે. આથી સાંખ્ય-મતવાળાઓએ મનેલી અન્ય ઇન્દ્રિયોનો નિરાસ-નિષેધ થાય છે. આથી = પૂર્વોક્ત બે સિવાયની ચાર જ ઇન્દ્રિયો સાથે વિષયનો સંબંધ થાય છે. એ સિવાયની ઇન્દ્રિયો સાથે નહીં. અને તે શેષ એટલે કે ઉપર કહેલ (ચક્ષુ અને મન) સિવાયની સ્પર્શનરસન-ધ્રાણ-શ્રોત્ર એ ચાર જ ઇન્દ્રિય સાથે (અથવા ઇન્દ્રિયો વડે) વ્યંજનાવગ્રહ સંભવે છે, એમ કહેવાનો ભાવ છે. પ્રશ્ન : શાથી આ પ્રમાણે છે ? જવાબ : જે કારણથી આ ચારેય ઇન્દ્રિયોએ ઉપકરણ-ઇન્દ્રિયો સાથે સંબંધ થયેલ જ
૨. a.પૂ. I
૦ મુ. |