________________
સૂ૦૨૬] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३०५ षत्रिंशत्रिशतविधं च भवति ॥१९॥
___टी० करणे सहार्थे वैषा तृतीया, चक्षुषा उपकरणेन्द्रियाख्येन सह नोइन्द्रियेण वा मनओघज्ञानरूपेण सह ते रूपाकारपरिणताः पुद्गलाश्चिन्त्यमानाच' वस्तुविशेषाः संश्लेषं न यान्ति, अतो व्यञ्जनम् चक्षुरुपकरणेन्द्रियनोइन्द्रिययो रूपाद्याकारपरिणतेपुद्गलानां च यत् संश्लेषरूपं तद्वयञ्जनमेवंविधं नास्ति, तदभावाच्च तदवग्रहोऽपि नास्ति । एतदाहव्यञ्जनस्यावग्रहो न भवति । एतदुक्तं भवति-ये ते दृश्यमानाश्चिन्त्यमाना वा वस्तुविशेषाः न ते चक्षुरिन्द्रियेणोपकरणरूपेण 'नोइन्द्रियेण च सह संश्लेषमिताः परिच्छिद्यन्ते, यतो બાકીની ચાર ઇન્દ્રિય સાથે વ્યંજનાવગ્રહ થાય છે.
આ પ્રમાણે આ મતિજ્ઞાન (૧) બે ભેદવાળું (૨) ચાર પ્રકારનું (૩) અઠ્ઠાવીસ ભેદવાળું (૪) એકસો અડસઠ (૧૬૮) ભેદવાળું અને (૫) ત્રણસોને છત્રીસ (૩૩૬) ભેદવાળું થાય છે. (૧-૧૯)
પ્રેમપ્રભા : સૂત્રમાં તેમજ ભાષ્યમાં “કરણ' (પ્રધાન કારણ) અર્થમાં અથવા સહ સાથે એવા અર્થમાં તૃતીયા-વિભક્તિ થયેલી છે. આથી આ પ્રમાણે અર્થ થાય. ઉપકરણ-ઇન્દ્રિયરૂપ ચક્ષુ ઇન્દ્રિય સાથે અથવા મન અને ઓઘજ્ઞાન રૂપ નોઈન્દ્રિય સાથે ક્રમશઃ રૂપાકારે પરિણમેલાં પુદ્ગલો અને ચિંતનનો વિષય બનેલ વસ્તુ-વિશેષ એ સંશ્લેષ = સંબંધ પામતાં નથી. અર્થાત્ ચક્ષુ સાથે રૂપાકારવાળા પુગલોનો અને નોઇન્દ્રિય સાથે ચિંતન કરાતી વસ્તુનો સંબંધ થતો નથી. (સંબંધ વિના જ તે વસ્તુનો બોધ કરે છે.) આથી વ્યંજન કે જે ચક્ષુ રૂપ ઉપકરણ-ઇન્દ્રિય અને નોઇન્દ્રિય એ બેનો અને રૂપાદિ આકારે પરિણત થયેલાં પુદ્ગલોનો જે સંશ્લેષ = પરસ્પર સંબંધરૂપ છે, તે આવા પ્રકારનો વ્યંજન થતો નથી અને તેનો અભાવ હોવાથી તેનો અવગ્રહ એટલે કે વ્યંજનાવગ્રહ પણ થતો નથી. આ જ વાત ભાષ્યમાં કહી છે કે, (ચક્ષુ વગેરે ઇન્દ્રિય સાથે) વ્યંજનનો અવગ્રહ થતો નથી.
ક ચક્ષુ અને મન અપ્રાપ્ત-વિષયનું ગ્રહણ કરે છે જે કહેવાનું હાર્દ એ છે કે, જે કોઈ દૃશ્યમાન-દેખાતી અથવા ચિંતનનો વિષય બનેલી વિભિન્ન વસ્તુઓ છે, તે ઉપકરણરૂપ ચક્ષુરિન્દ્રિય સાથે અને નોઈન્દ્રિય સાથે સંબંધ(સંશ્લેષ) પામીને જણાતી નથી. જે કારણથી ચક્ષુરિન્દ્રિય એ શરીરમાં રહીને જ ૨. પતિપુ માના:- મુ. | ૨. પતિપુ તિ- મુ. રૂ. પૂ. I માનાશ વસ્તુ મુ. | ૪. પરy નોઢિયેળ ૫૦ ના.