________________
.३०१
સૂ૦ ૭],
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् રૂતિ / ૨૭
अथ किमन्योऽप्यस्ति कश्चिन्मतिज्ञानांशो योऽर्थस्य ग्राहको न भवतीति नियमनापास्यते ? उच्यते-अस्ति, यः सामान्यमात्रग्राहिणोऽप्यवग्रहादुक्तस्वरूपादत्यन्तमलीमसरूपोऽवग्रह इति । स तर्हि कस्य ग्राहक इति ? । उच्यते - મતિજ્ઞાનના ભેદો અર્થના ગ્રાહક છે, પણ બીજો કોઈ મતિજ્ઞાનનો ભેદ અર્થનો ગ્રાહક નથી. (૧-૧૭)
અવતરણિકા : શંકા ? બીજો પણ કોઈ મતિજ્ઞાનનો ભેદ છે કે જે અર્થનો ગ્રાહક નથી એ પ્રમાણે (જેનો અર્થ એમ પૂર્વસૂત્રમાં કરેલાં) નિયમ વડે નિષેધ (બાદબાકી) કરાય છે ?
ચંદ્રપ્રભા કહેવાનો આશય એ છે કે, સિદ્ધ તિ મારો નિયમ: એવા ન્યાયથી જે હકીકત સિદ્ધ જ હોય તેના વિધાન માટે સૂત્ર કરવું તે બીજી રીતે ઘટતું ન હોયને તે સૂત્ર નિયમ કરવા માટે હોવાનું સમજવાનું છે. જો આમ ન માનીએ તો સિદ્ધ વસ્તુ માટે કરાતું વિધાન નિરર્થક બનવાનો પ્રસંગ આવે. પ્રસ્તુતમાં પણ અવગ્રહાદિ મતિજ્ઞાનના ભેદો અર્થનો અવચ્છેદક, બોધ કરનાર હોવાનું લોક-પ્રસિદ્ધ જ છે. કારણ કે અવગ્રહ વગેરે જ્ઞાન-વિશેષ છે અને જ્ઞાન હંમેશા કોઈપણ અર્થને/વિષયને સાપેક્ષ હોય છે. અર્થનું જ જ્ઞાન હોય, અર્થ વિનાનું જ્ઞાન હોવું સંભવિત નથી. માટે અર્થી (૧-૧૭) સૂત્ર દ્વારા અવગ્રહાદિ અર્થના થાય છે એવું વિધાન કરવાની જરૂર નથી. છતાંય ઉપરોક્ત ન્યાયથી આ સૂત્ર નિયમ કરવા માટે હોયને સાર્થક છે. નિયમ આ પ્રમાણે કરે છે – “અવગ્રહ આદિ જ મતિજ્ઞાનના ભેદો અર્થના ગ્રાહક છે, પણ બીજા ભેદો અર્થના ગ્રાહક નથી”.
આમ આવો નિયમ કરેલો છે, તેથી શિષ્યાદિ શંકા કરે છે કે, સામાન્યથી જ્ઞાન એ અર્થનું ગ્રાહક/બોધક હોય છે. પણ ઉક્ત નિયમ કરવાથી એવું ફલિત થાય છે કે, અર્થનો ગ્રાહક ન હોય એવો પણ મતિજ્ઞાનનો ભેદ હોવો જોઈએ. તો શું અન્ય પણ મતિજ્ઞાનનો ભેદ છે કે જે અર્થનો ગ્રાહક ન હોય ? જો હોય તો અમને જણાવો.
સમાધાન : હા, અર્થનું ગ્રાહક ન હોય એવો પણ મતિજ્ઞાનનો ભેદ છે, જે સામાન્યમાત્રનું ગ્રહણ કરનાર પૂર્વોક્ત-સ્વરૂપવાળા અવગ્રહ કરતાં પણ અત્યંત મલીનરૂપ અવગ્રહ છે. પ્રશ્ન : જો અર્થનો ગ્રાહક ન હોય તો તે કોનો ગ્રાહક છે ? જવાબ :