________________
२९६
[अ०१
तत्त्वार्थाधिगमसूत्रम् [परिभाषेन्दुशेखर प० ७४] इति अनया कल्पनया शब्द एवानक्षरात्मकोऽभिधीयते तमवगृह्णाति अनुक्तमवगृह्णातीति भण्यते । अव्याप्तिदोषभीत्या चापरैरिमं विकल्पं प्रोज्झ्य अयं विकल्प उपन्यस्तः । निश्चितमवगृह्णातीति, निश्चितं सकलसंशयादिदोषरहितमिति, यथा तमेव योषिदादिस्पर्शमवगृह्णत् ज्ञानं योषित एव पुष्पाणामेव चन्दनस्यैवेत्येवं यदा प्रवर्तते तदा निश्चितमवगृह्णातीत्युपदिश्यते । अनिश्चितमवगृह्णातीति च कदा व्यपदिश्यते ? । यदा तमेव स्पर्श संशयापन्नः परिच्छिनत्ति स्पर्शोऽयं भवति एवं तु न निश्चिनोति-योषित एवायं, विलोमधर्मादेरपीदृशो भवति स्पर्श इति संशयप्रादुर्भावात् । ध्रुवमवगृह्णातीति । ध्रुवमत्यन्तं
કહેલ પરિભાષા (ન્યાય) બતાવે છે - નવઘુમણિધર તથા પ્રાર્થતિઃ પરિ૦ ૭૪) આ ન્યાયથી/પરિભાષાથી (નમ્ સાથે જે પદ હોય અર્થાતુ નગ(ર) દ્વારા જેનો નિષેધ કરેલો હોય તેની સદશ/સમાન એવા જ બીજા પદનું ગ્રહણ થાય છે. આથી) અહીં ૨૩#મ્ - અનુવતમ્ ! એમ નગ દ્વારા ઉક્તનો = શબ્દનો નિષેધ કરેલો છે. આથી અનુક્ત પદથી અનરાત્મક શબ્દનું જ ગ્રહણ થાય અને તેનો અવગ્રહ તે અનુક્તનો અવગ્રહ કરે છે, અનુક્તાવગ્રહ છે, એમ કહેવાય. આમ શબ્દમાત્રનો અવગ્રહ કરનાર હોવાથી ઉક્તાવગ્રહ એ ફક્ત શ્રોત્રાવગ્રહવિષયવાળો હોયને (ચક્ષુઅવગ્રહ વગેરેમાં) અવ્યાપ્તિ આવવાના ભયથી બીજા આચાર્યોએ આ ઉક્તાવગ્રહ-વિકલ્પને છોડીને આ નિશ્રિત એવા વિકલ્પને ભેદને મૂકેલો છે.
(૯) નિશ્ચિત (અસંદિગ્ધ) અવગ્રહઃ “નિશ્ચિત એટલે સર્વ સંશય આદિ દોષથી રહિત નિશ્ચિતરૂપે બોધ કરે છે તે નિશ્ચિત અવગ્રહ કરે છે, નિશ્ચિતાવગ્રહ છે, એમ કહેવાય છે. દા.ત. તે જ સ્ત્રી આદિના સ્પર્શનો અવગ્રહ કરનારું, જાણનારું – “આ સ્ત્રીનો જ - પુષ્પોનો જ, ચંદનનો જ સ્પર્શ છે' એવું જ્ઞાન જ્યારે પ્રવર્તે છે, ત્યારે તે નિશ્ચિતનો (નિશ્ચિતપણે) અવગ્રહ કરે છે, નિશ્ચિતાવગ્રહ છે, એમ કહેવાય છે.
(૧૦) અનિશ્ચિતાવગ્રહ : પ્રશ્નઃ અનિશ્ચિતનો અવગ્રહ કરે છે એમ ક્યારે કહેવાય ? જવાબઃ જયારે તે જ સ્પર્શ-વિષયને સંશયવાળો વ્યક્તિ જાણે છે. એટલે કે “આ સ્પર્શ છે” એવું જાણે છે, પણ એવો નિશ્ચય કરતો નથી કે “સ્ત્રીનો જ છે. કારણ કે ત્યારે વિરોધી ધર્મવાળા પદાર્થ આદિનો પણ આવો સ્પર્શ હોય છે એવો સંશય પેદા થયો હોય છે.
(૧૧) ધ્રુવ-અવગ્રહ : ધ્રુવપણે એટલે અત્યંત-સર્વકાળે જાણે તે યુવાવગ્રહ કહેવાય. દા.ત. જયારે જ્યારે તે વ્યક્તિને તે તે સ્ત્રી વગેરે સંબંધી સ્પર્શ સાથે સંબંધ થાય, ત્યારે તે