________________
२९४ तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨ सम्प्रति बहु इत्यस्य प्रतिपक्षं कथयति-अल्पमवगृह्णातीत्यनेन, यदा तेषामेव योषिदादिस्पर्शानां यं कञ्चिदेकं स्पर्शमवगृह्णाति अन्यान् सतोऽपि क्षयोपशमापकर्षात् न गृह्णाति तदाल्पम्एकमेव गृह्णणातीत्युच्यते । बहुविधमवगृह्णातीति । बढ्यो विधा यस्य स बहुविधः तमवगृह्णाति । बहुविधो नाम स एव योषिदादिस्पर्श एकैकः शीतस्निग्धमृदुकठिनादिरूपो यदाऽवगृह्यते तदा बहुविधं गुणैभिन्नं स्पर्श परिच्छिन्दत् तज्ज्ञानं बहुविधमवगृह्णातीत्युच्यते । यदा तु योषिदादिस्पर्शमेवैकगुणसमन्वितं शीतोऽयमिति वा स्निग्धोऽयमिति वा मृदुरयमिति वेत्येवमवच्छिनत्ति तदा एकविधमवगृह्णातीत्युच्यते । तमेव च भूयो योषिदादिस्पर्शमाशु स्वेनात्मना यदाऽवच्छिनत्ति तदा क्षिप्रमवगृह्णातीति भण्यते । यदा तु तमेव योषिदादिस्पर्श स्वेनात्मनाऽवच्छिनत्ति बहुना कालेन तदा चिरेणावगृह्णातीत्युच्यते । चिरेणेति बहुना
(૨) અલ્પાવગ્રહ: ‘અ વહ્નિતિ' વગેરે. જ્યારે તે જ સ્ત્રી આદિના ઘણા સ્પર્શી પૈકી જે કોઈ એક જ સ્પર્શનો અવગ્રહ કરે છે, અને અન્ય સ્પર્શી હોવા છતાંય ક્ષયોપશમના અપકર્ષથી અર્થાત્ અલ્પ-ક્ષયોપશમથી તેનું ગ્રહણ કરતો નથી, ત્યારે અલ્પનો અર્થાત્ એક જ (સ્પર્ધાદિ) વિષયનો અવગ્રહ કરે છે (અર્થાત્ અલ્પાવગ્રહ છે) એમ કહેવાય છે.
(૩) બહુવિધ-અવગ્રહ : વવિધવિદ્ધતિ જેના ઘણા વિધા = પ્રકારો હોય તે બહુવિધ” કહેવાય. તેનું અવગ્રહણ કરે તે બહુવિધ-અવગ્રહ.. દા.ત. બહુવિધ એટલે તે જ સ્ત્રી વગેરેના સ્પર્શનો જયારે શીત, સ્નિગ્ધ, મૃદુ, કઠિન વગેરે એમ પ્રત્યેક રૂપે અવગ્રહ કરાય, ત્યારે તે બહુવિધ કહેવાય અર્થાત્ ગુણો વડે ભિન્ન ભિન્ન સ્પર્શનો બોધ કરવો તે (અવગ્રહરૂપ) જ્ઞાન એ બહુવિધ-અવગ્રહ (= બહુવિધના અવગ્રહને કરનારું) છે એમ કહેવાય.
(૪) એકવિધાવગ્રહઃ એટલે કોઈ એક પ્રકારે જ શીતાદિ સ્પર્શનો અવગ્રહ કરનારું જ્ઞાન. દા.ત. જ્યારે તે સ્ત્રી વગેરેના સ્પર્શને જ “આ શીત છે” અથવા “આ સ્નિગ્ધ છે” અથવા “આ મૃદુ છે એ પ્રમાણે એક ગુણથી યુક્તરૂપે જાણે છે, ત્યારે તે એકવિધનો અવગ્રહ કરે છે = એકવિધાવગ્રહ છે એમ કહેવાય છે.
(પ) ક્ષિપ્રાવગ્રહ : એટલે શીઘ-ઝડપથી થતો અવગ્રહ... દા.ત. વળી તે જ સ્ત્રી આદિ સ્પર્શને આશુ = શીધ્રપણે પોતાના આત્મા વડે = સ્વયં જાણે છે, ત્યારે ક્ષિપ્ર અવગ્રહણ કરનાર “ક્ષિપ્રાવગ્રહ’ એમ કહેવાય છે.
૨.
પ.પૂ.ત્તિ. I fhવ મુ. | ૨. પ.પૂ.તિ.રૈ.a. | રાજ્યમવ૦ મુ. | રૂ. પૂ. I ના. મુ.