________________
સૂ૦૬ ]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२९५ कालेन । अनिश्रितमवगृह्णातीति निश्रितो लिङ्गप्रमितोऽभिधीयते, यथा यूंथिकाकुसुमानामत्यन्तशीतमृदुस्निग्धादिरूपः प्राक् स्पर्शोऽनुभूतस्तेनानुमानेन लिङ्गेन तं विषयं न यदा परिच्छिन्दत् तज्ज्ञानं प्रवर्तते तदा अनिश्रितं अलिङ्गमवगृह्णातीत्युच्यते । यदा त्वेतस्मोल्लिङ्गात् परिच्छिनत्ति निश्रितं तदा सलिङ्गमवगृह्णातीति भण्यते । उक्तमवगृह्णातीत्ययं तु विकल्पः श्रोत्रावग्रहविषय एव न सर्वव्यापीति । यत उक्तमुच्यते शब्दः स चाप्यक्षरात्मकः तमवगृह्णातीति । अनुक्तस्तूक्तादन्यो “नजिवयुक्तमन्यसदृशाधिकरणे तथाह्यर्थ(गतिः)"
(૬) ચિર-અવગ્રહ એટલે ઘણાકાળે થતો અવગ્રહ. દા.ત. તે જ સ્ત્રી આદિના સ્પર્શને પોતાની મેળે – સ્વયં જ્યારે ઘણા કાળે (લાંબાગાળે) જાણે છે, ત્યારે વિરે = એટલે કે ઘણાકાળે અવગ્રહણ કરે છે અર્થાત્ ચિરાવગ્રહ એમ કહેવાય છે.
(૭) અનિશ્રિતાવગ્રહ : નિશ્રિત એટલે લિંગ વડે (= હેતુ, ચિહ્ન વડે) નિશ્ચિત કરેલો અર્થ નિશ્ચિત કહેવાય. (હેતુભૂત અન્ય વસ્તુની નિશ્રા વડે = આશ્રય વડે થતું જ્ઞાન તે નિશ્રિત કહેવાય.) લિંગ/ચિહ્ન વિના જે જ્ઞાન થાય તે અનિશ્રિત કહેવાય. જેમ કે, જુઈના પુષ્યનો અત્યંત શીત, કોમળ, સ્નિગ્ધ આદિ રૂપ જે સ્પર્શ પહેલાં અનુભવેલ હોય, તેના આધારે જુઈનું ફૂલ જોઈને તેના શીત આદિ સ્પર્શનું અનુમાન થઈ શકે છે. પરંતુ, તે અનુમાન રૂપ લિંગ વડે/હેતુ વડે તે (જુઈના શીતાદિ સ્પર્શી વિષયનો બોધ કરનારું જ્ઞાન થતું નથી, ત્યારે અનિશ્ચિતરૂપે અર્થાત્ લિંગ (નિશ્રા) વિના અવગ્રહ કરે છે, અનિશ્રિત – અવગ્રહ છે, એમ કહેવાય છે.
(૮) નિશ્રિતાવગ્રહ : જ્યારે અમુક લિંગને આશ્રયીને અનુમાનથી નિશ્ચિત વસ્તુનો બોધ કરે છે, ત્યારે તે નિશ્રિતનો અર્થાત્ લિંગ/હેતુ પૂર્વક અવગ્રહ કરે છે, નિશ્રિતાવગ્રહ છે, એમ કહેવાય છે.
અહીં કેટલાંક “ઉક્તનો અવગ્રહ કરનાર = ઉક્તાવગ્રહ એવા વિકલ્પ/ભેદને કહે છે, પણ આ વિકલ્પ શ્રોસેન્દ્રિય-અવગ્રહનો જ વિષય બને છે, કિંતુ સર્વ-વ્યાપી નથી, એટલે કે સર્વ ઇન્દ્રિયોથી થતાં અવગ્રહનો વિષય બનતો નથી. કારણ કે ‘ઉક્ત'નો અર્થ શબ્દ થાય અને તે અક્ષરાત્મક છે. તેનો અવગ્રહ કરનારો ઉક્તાવગ્રહ કહેવાય. “અનુક્ત” એટલે ઉક્તથી ભિન્ન. ‘ઉક્તથી ભિન્ન વસ્તુ કઈ લેવી ? ઉક્ત (શબ્દ)ની સદશ વસ્તુ લેવી કે અસદેશ ? આના નિર્ણય માટે પરિભાષેન્દુશેખર નામના વ્યાકરણ-પરિભાષાના ગ્રંથમાં
૨. પા.ના.તિ.. | પૃથિ પૂ. I ૨. પૂ. | તમ્બાવાળાતાગ્ઝિ. મુ.