________________
K ૨૬ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
इति ? उच्यते-अल्पोऽयं दोषः, यतोऽवग्रहादयः कर्तृसाधनाः तत्रऽऽश्रिताः, अवगृह्णातीत्यवग्रहः, ईहत इति ईहा, अपैतीत्यपायः, धारयतीति धारणा, यश्चासौ ज्ञानांशोऽवगृह्णातीत्यादिरूपस्तस्यावश्यं कर्मणा भवितव्यम् । तच्चेह बह्वादिभेदं सूत्रेण विषयात्मकं भण्यते, अतो नास्त्यर्थभेदो बहोरवग्रहः बहुमवगृह्णातीति, अनयो: एक एवार्थः, केवलं तु शब्दभेद उच्यते । કહેલાં છે. આથી ત્યાં આ પ્રમાણે અર્થનું કથન કરવું ઉચિત છે કે, બહુ-અર્થનો અવગ્રહ, અલ્પ-અર્થનો અવગ્રહ... વગેરે.
२९१
* અવવૃદ્ઘત્તિ અને અવગ્રહ માં અર્થભેદ નથી
સમાધાન : સાચી વાત છે, પણ આ અલ્પ નજીવો દોષ છે અર્થાત્ વસ્તુતઃ દોષરૂપ નથી. (આલ્પ શબ્દનો ક્યારેક નિષેધ અર્થમાં પણ પ્રયોગ થાય છે. માટે અહીં અલ્પશબ્દથી દોષરૂપ નથી એમ અર્થ જાણવો.) તે આ રીતે-કારણ કે ‘અવગ્રહ’ વગેરે શબ્દો પૂર્વ સૂત્રમાં ‘કર્તા’ રૂપ કારક અર્થમાં બનેલાં છે એમ ત્યાં આશ્રય કરાયો છે, સ્વીકારેલું છે. જેમ કે, અવવૃતીતિ અવપ્રઃ । જે અવગ્રહણ કરે તે ‘અવગ્રહ'... કૃતે કૃતિ વૃદ્ઘા । (જે નિશ્ચયાભિમુખ વિચારણા કરે તે ‘ઇહા' કહેવાય. અનૈતિ કૃતિ અપાયઃ । જે નિશ્ચય કરે તે ‘અપાય’ કહેવાય. અને ધાયતીત્તિ ધારા । જે અર્થને ધારણ કરી રાખે તે ‘ધારણા’. વળી
‘અવગ્રહ કરે છે’(અવવૃત્તિ) ઇત્યાદિરૂપે (અર્થાત્ ‘અવગ્રહાદિ’ રૂપ) જે જ્ઞાનાંશ છે, તેનું અવશ્ય કોઈ કર્મ હોવું જોઈએ. (અર્થાત્ અવગ્રહણાદિ કરે છે, પણ તે કોનો અવગ્રહાદિ કરે છે ? એવી આકાંક્ષા ઉભી હોવાથી તેનું અવશ્ય કોઈ કર્મ હોવું જોઈએ.) અને તે (અવગ્રહાદિ) જ્ઞાનના વિષયભૂત ‘બહુ’ વગેરે ભેદ(પ્રકાર)વાળું કર્મ પ્રસ્તુત સૂત્ર વડે જણાવાય છે. આથી ‘બહુ (વિષય)નો અવગ્રહ' = અવગ્રહ કરનાર કહો અથવા ‘બહુ’ - વિષયનો અવગ્રહ કરે છે' એમ કહો તો પણ બન્નેયના અર્થમાં કોઈ તફાવત પડતો નથી. (કારણ કે ‘કર્તા’ અર્થમાં સાધિત હોવાથી ‘અવગ્રહ' શબ્દનો પણ અર્થ અવગ્રહણ કરનાર (અવવૃદ્ઘાતિ) એમ જ થાય છે.) આ બેય પ્રયોગનો અર્થ એક જ છે, ફક્ત શબ્દથી ભેદ કહેવાય છે.
ચંદ્રપ્રભા : અર્થાત્ સૂત્રમાં અવગ્રહાદિના વઢુ વગેરે કર્મરૂપ ષષ્ઠી-અંતવાળા જે શબ્દો છે, તે શબ્દો ભાષ્યમાં ક્રિયાપદના કર્મ તરીકે દ્વિતીયા વિભક્તિ-અંતવાળા રૂપે અને અવપ્રદ આદિનો ક્રિયાપદ રૂપે પ્રયોગ કરાય છે, એટલે શબ્દ-ભેદ થાય છે, તે અલ્પ-ભેદ છે. આથી ભાષ્યમાં જે ૨. પારિવુ । નાયં યો॰ મુ. | ૨. પૂ. | તંત્ર શ્રુતા:૦ મુ. |