________________
सू० १६ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२८९
मूलभेदतश्चत्वार इति, क्षयोपशमवैचित्र्यात् तु नानाभेदास्त एव भवन्तीति मत्वा चत्वार इत्याह । मतिज्ञानस्य च प्रकृतत्वात् तद्भेदा एत इति मतिज्ञानविभागा इत्याह- अवग्रहादयः । एतेऽवग्रहादयः एषां सूत्रोपन्यस्तानां षण्णाम् अर्थानाम् अर्यमाणानामित्यर्थः । बह्वादीनां ' सेतराणां च तेऽवग्रहादयो ग्राहका' इत्याह- सेतराणां भवन्तीति । एकश इति च । एकैकस्य बह्वादेरर्थकलापस्य सेतरस्य ग्राहका इति एकैकोऽवग्रहादिरेकशः । सेतर इत्यस्य चार्थो नैवं ग्राह्यः-बहोरर्थस्य क्षिप्रार्थ इतर इति शक्यं वक्तुम्, एवं बह्वादीनामनिश्रितादिरितर इति, एतन्निरासायाह - सेतराणाम्, सप्रतिपक्षाणामित्यर्थः । एतत् कथयति - इतरशब्दस्य વગેરે છ પદાર્થોના થાય છે' એમ જે કહ્યું, તેમાં અવગ્રહાદિ એટલે કે આ જ ગ્રંથમાં અવપ્રદેહા૦ (૧-૧૫) એ પૂર્વ સૂત્રમાં જેના સ્વરૂપનું નિરૂપણ કરેલું છે તે લેવા. અને તે મૂળભેદથી ચાર પ્રકારે છે. હવે ટીકામાં પ્રસંગતઃ ભાષ્યના પદોનું પ્રયોજન કહે છે. (પ્રશ્ન : અવગ્રહ આદિ ચાર જ ભેદો પૂર્વે કહેલ છે. માટે તેને ફરી ભાષ્યમાં કહેવાની શી જરૂર છે ? જવાબ : સાચી વાત છે, પણ) ક્ષયોપશમના ભેદથી/તફાવતથી તે જ અવગ્રહ વગેરે ચારના જુદા જુદા ભેદો થાય છે, એમ માનીને ‘શ્વેત્વાર:' ‘ચાર ભેદ’ એમ ભાષ્યમાં કહેલું છે. તથા મતિજ્ઞાનનું નિરૂપણ પ્રસ્તુત હોવાથી આ કહેવાતા ભેદો મતિજ્ઞાનના છે એમ જણાવવા માટે આ અવગ્રહ આદિ ‘મતિજ્ઞાન-વિભાગો' એમ કહેલું છે.
=
આ અવગ્રહાદિ ૪ મતિજ્ઞાનના ભેદો આ સૂત્રમાં કહેલાં ‘બહુ' વગેરે છ (અર્યમાણ એટલે જ્ઞાન વડે જણાતાં) અર્થોના/વિષયોના થાય છે. તે અવગ્રહ આદિ મતિજ્ઞાન-ભેદો બહુ વગેરે અર્થોના અને સેતર એટલે પ્રતિપક્ષ રૂપ ‘અબહુ' વગેરે (છ) પદાર્થોના ગ્રાહક છે ગ્રહણ કરનારા છે, તે જણાવવા તેરાળાં મવન્તિ એમ કહેલું છે. જ: કૃતિ જ્ઞ: । એકશઃ એટલે દરેક અને ઇતરથી (= પ્રતિપક્ષથી) સહિત તે ‘સેતર’ કહેવાય. પોતાના ઇતરથી/પ્રતિપક્ષથી સહિત એવા પ્રત્યેક ‘બહુ' વગેરે અર્થ-સમૂહના અવગ્રહ આદિ ગ્રાહક છે. (શ: ‘પ્રત્યેક’. આ શબ્દ બન્નેય ઠેકાણે જોડવાનો છે) આથી પ્રત્યેક અવગ્રહ આદિ દરેક ‘બહુ' વગેરેનો ગ્રાહક છે. આમ અહીં કોઈ શંકા કરે કે, ‘બહુ’ રૂપ અર્થનો ‘ક્ષિપ્ર’ રૂપ ઇતર છે, જુદો છે એમ કહેવું શક્ય છે. તથા ‘બહુ’ વગેરેનો અનિશ્ચિત વગેરે અર્થ ઇતર છે. આ પ્રમાણે પણ કોઈ ‘સેતર’ શબ્દનો અર્થ કહી શકે છે. પણ ‘સેતર' શબ્દનો આવો અર્થ લેવાનો નથી. આથી તેનો નિષેધ કરવા માટે
=
-
=
૬. પૂ. । અત્ર-વાડીનાં-અધિ: મુ. । ૨. પાવિવુ । ત્ર ૨ામર્થાનાં૰ મુ. અધિ: । રૂ. પૂ. । અત્ર-ત્યર્થ અધિ: મુ. ।