________________
સૂ૦ ૨૫] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२८७ इति सेहा । यदाऽस्य निश्चितं भवति मणालस्यैवायं नाहेरिति सोऽपायः । यदा तु निश्चितं सन्तमविच्युतिरूपेण धारयति लब्धिरूपेण वा कालान्तरानुस्मरणेन वा सा धारणा । एवं रसादिभिः रसादीनां योपलब्धिः सैकैका चतुर्विधा भावनीयेति ॥ १५ ॥
अत्राह-एते ह्यवग्रहादयो ज्ञानविशेषाः क्षयोपशमवैचित्र्यात् स्पर्शादिकमर्थमन्यथा च अन्यथा निश्चिन्वन्तस्तथाव्यपदेशभाज इत्युक्तम् । अथैषां स्वस्थाने क्षयोपशमवैचित्र्यमस्ति नास्तीति ? । उच्यते-अस्ति, यतोऽवग्रहः क्षयोपशमोत्कर्षापकर्षापेक्षोऽनेकधा बह्वदेरर्थस्य परिच्छेदकः, एवमीहादयोऽपीति, एतदनेन प्रतिपादयति सूत्रेण -
કરેલું હોય તે અવગ્રહ કહેવાય. (૨) વળી તે જ વસ્તુ સંબંધી જયારે તે વિચાર કરે છે કે, “શું આ મૃણાલનો સ્પર્શ છે કે સર્પનો સ્પર્શ છે?' તે “અહા' કહેવાય. (૩) જ્યારે તેને એવો નિશ્ચય થાય છે કે “આ મૃણાલનો જ સ્પર્શ છે, પણ સર્પનો સ્પર્શ નથી' તે (નિશ્ચયને) અપાય કહેવાય. (૪) અને જ્યારે નિશ્ચિત થયેલ અર્થને અવિશ્રુતિ રૂપે અથવા લબ્ધિરૂપે અથવા કાળાન્તરે અનુસ્મરણ થવા વડે જે ધારણા કરી રાખે છે તે “ધારણા” કહેવાય. આ રીતે સ્પર્શનેન્દ્રિયથી (અવગ્રહ આદિરૂપે) ચાર પ્રકારનું મતિજ્ઞાન થાય છે. આ પ્રમાણે રસનેન્દ્રિય આદિ વડે રસાદિ વિષયની જે ઉપલબ્ધિ થાય છે તે પ્રત્યેકના ૪-૪ ભેદો સમજવા/વિચારવા. (૧-૧૫)
અવતરણિકા : અહીં અન્ય વ્યક્તિ શંકા કરે છે.
શંકા : આ અવગ્રહ વગેરે જ્ઞાન-વિશેષ અર્થાત જ્ઞાનના ભેદો એ ક્ષયોપશમના વિચિત્રપણાથી (વિભિન્નતાથી) સ્પર્શ આદિ વિષયને અન્ય અન્ય રીતે નિશ્ચિત કરતાં હોયને તે તે પ્રકારે અલગ અલગ વ્યવહારના ભાગી બને છે, એમ પૂર્વે કહેલું છે. હવે સ્વસ્થાનમાં આ ચાર ભેદોના ક્ષયોપશમની વિચિત્રતા/જુદાપણું છે કે નહીં ? અર્થાત્ અવગ્રહઅવગ્રહ વચ્ચે પરસ્પર ભેદ છે કે પછી બધાં સમાન જ છે ?
સમાધાનઃ અવગ્રહાદિનો સ્વસ્થાનમાં એટલે કે પરસ્પર પણ ક્ષયોપશમનું વૈવિધ્ય હોય છે, કારણ કે, અવગ્રહ એ ક્ષયોપશમના ઉત્કર્ષ અને અપકર્ષની અપેક્ષાએ અનેક પ્રકારનો હોયને બહુ, બહુવિધ વગેરે રૂપ પદાર્થનો બોધ કરે છે. આ પ્રમાણે “ઇહા' વગેરે બાબતમાં પણ સમજવું. આ હકીકતને આ આગળના સૂત્ર વડે ગ્રંથકારશ્રી જણાવે છે
૨. સ્વ.પૂ.વૈ. | રળેમુ. | ૨. પ.પૂ.તા.નિ. / કન્યથા વીવથા
. |