________________
સૂ૦ ૨૫]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२८५ यथाविषयं यो य: स्पर्शादिविषय आगृहीतः तस्याऽनाश इत्यर्थः । मत्यवस्थानमित्यनेन द्वितीयां लब्धिरूपां धारणां कथयति । यदा अपायं स्पर्शादेविषयस्य कृत्वाऽन्यत्रोपयुक्तो भवति तदाऽप्यसौ लब्धिरूपा धारणा समस्ति, अतो मत्यवस्थानमिति ब्रूते । मतेः धारणाख्याया अवस्थानं शक्तिरूपं मत्यवस्थानं भण्यते । अवधारणं चेत्यनेन तृतीयभेदं कथयति । यदा कालान्तरे तमेव प्रागनुभूतं विषयमालम्ब्य ज्ञानमुदेति तदा तदेवधारणमिति भण्यते यस्मादवधारयति कालान्तरानुभूतमर्थमेवमेतन्मया सेवितमिति । सम्प्रति पर्यायशब्देस्तामेव त्रिप्रकारामाचष्टे-धारयत्यर्थं त्रिभिरप्येभिः प्रकारैः सा धारणा । प्रतिपत्तिर्नाम परिच्छिन्नेऽर्थे કાળે નિશ્ચિત કરેલાં અર્થનો જ્યાં સુધી નિશ્ચય કરનાર જીવનો બીજા પદાર્થમાં ઉપયોગ ન જાય ત્યાં સુધી તે જ અર્થનું જે દર્શન એટલે કે બોધ તે અપ્રશ્રુતિ છે અને તે અહીં “યથાસ્વ પ્રતિપત્તિ’ એમ કહેવાય છે. પ્રતિપત્તિ = એટલે અપ્રશ્રુતિ (અનાશ) અને યથાર્વ = એટલે યથાવિષય. એટલે કે જે જે (સ્પર્શનાદિ ઇન્દ્રિય વડે) સ્પર્શ વગેરે પોતપોતાના વિષયનું યથાવતું ગ્રહણ કરેલું છે, તેનો અનાશ = નાશ ન થવો તે પ્રથમ ભેદનો અર્થ છે. (૨) મતિ-અવસ્થાન શબ્દ વડે લબ્ધિરૂપ ધારણાના બીજા ભેદને કહે છે.
જ્યારે જીવ અમુક સ્પર્શ આદિ વિષયનો અપાય/નિશ્ચય કરીને પછી અન્ય વિષયના ઉપયોગવાળો થયો હોય ત્યારે પણ (પૂર્વે જાણેલ વિષય સંબંધી) લબ્ધિરૂપ/શક્તિરૂપ ધારણા હોય છે. (અર્થાત્ જીવમાં તે વિષયને જાણવાની શક્તિ તો પડેલી જ હોય છે.) આથી તે “મતિ-અવસ્થાન” એમ કહેવાય છે. આમ ધારણારૂપ મતિનું શક્તિરૂપે અવસ્થાન તે મતિઅવસ્થાન કહેવાય. (વ્યવહારમાં તેની “વાસના' અથવા “સંસ્કાર' શબ્દથી પ્રસિદ્ધિ છે.)
(૩) અવધારણઃ આ શબ્દથી ધારણાના ત્રીજા ભેદને કહે છે. જ્યારે કાળાન્તરે એટલે કે નિશ્ચિત વિષયનો ઉપયોગ અન્ય પદાર્થમાં ચાલી ગયા બાદ તે જ પૂર્વે અનુભવેલ વિષયનું આલંબન કરીને જ્યારે જ્ઞાન થાય છે, ત્યારે તે “અવધારણ” એમ કહેવાય છે. જે કારણથી તે જીવ કાળાન્તરે અનુભવેલ અર્થને વિષે “આ પ્રમાણે (પૂર્વે) આ અર્થ/વિષય મારા વડે સેવન કરાયેલ છે' એમ અવધારણ એટલે કે નિશ્ચય કરે છે, તેથી તે અવધારણ (સ્મરણ)રૂપ ધારણા કહેવાય છે..
હવે પર્યાય-શબ્દો વડે તે જ ત્રણ પ્રકારની ધારણાને જણાવે છે - (૧) ધારણા : પૂર્વોક્ત ત્રણેય પ્રકારો વડે અર્થને ધારણ કરે - ધારી રાખે તે ધારણા કહેવાય. (૨) પ્રતિપત્તિ : અમુક અર્થ પરિચ્છન્ન એટલે કે નિશ્ચિત કરાયે છતે જ્યાં સુધી જીવનો ૨. પવિપુ ! વાવમુ.