________________
१८१
સૂ૦ ૭ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
दृश्यं, भव्याभव्यत्वादि । बाह्यसन्निधानेनं जीवे सम्यग्दर्शनमित्यादि । ननु चात्मन्येवोपलभ्यत इत्युक्तं कथमिदानीं परस्मिन्नपि व्यपदिशति ? उच्यते न यदेव यत्राविभागेनावस्थितं तदेव तत्रेत्युच्यते, किन्तु अन्यत्रापि व्यस्थितमन्यत्र अपदिश्यते, देवदत्ते धनमिति गेहस्थमेव तत्रेत्युच्यते । जीवे सम्यग्दर्शनदीत्यादयो विकल्पाः पूर्वं भाविता एव, इहाप्याधारभेदं केवलमुच्चारयता सर्वं तथैव भावनीयम् । उभयसन्निधाने[न] चाऽभूताः सद्भूताश्च षडेव यथोक्ता भङ्गा एव विकल्पाः भङ्गेषु वा विकल्पा इति । स्थितिद्वारं स्पृशति - (૨) બાહ્ય સંન્નિધાનથી એટલે બાહ્ય આધાર રૂપ ‘જીવમાં સમ્યગ્દર્શન છે અને અજીવમાં સમ્યગ્દર્શન છે' એ પ્રમાણે યથોક્ત (પૂર્વે સ્વામિત્વદ્વારમાં કહ્યા મુજબ) છ ભાંગા થાય છે.
* ઉપચારથી પર-વસ્તુ પણ સમ્યગ્દર્શનનો આધાર
શંકા : સમ્યગ્દર્શન વગેરે આત્મામાં જ જણાય છે, પ્રાપ્ત થાય છે એમ કહ્યું. તો હવે પર(બાહ્ય) વસ્તુમાં પણ સમ્યગ્દર્શન છે એવું શાથી કહો છો ?
સમાધાન ઃ એવું નથી, અપેક્ષા ભેદથી બન્નેય વિધાન સંગત છે. જે વસ્તુ જે ઠેકાણે અવિભાગરૂપે એટલે કે (સમવેતરૂપે) છૂટું ન પડી શકે એ રીતે રહેલ છે, તે વસ્તુ ત્યાં જ રહી છે એવું એકાંતે કહેવાતું નથી, કિંતુ, અન્ય ઠેકાણે રહેલ વસ્તુ બીજે ઠેકાણે રહેલી છે એમ ઉપચારથી કહી શકાય છે. દા. ત. રેવન્તે ધનમ્ । દેવદત્તમાં ધન છે. હકીકતમાં ઘરમાં ઘરમાં પણ તિજોરી વગેરેમાં) રહેલું ધન દેવદત્તમાં રહેલું છે એવો ઉપચારવ્યવહાર થાય છે. (દેવદત્ત ધનનો માલિક (સ્વામી) હોવાથી સ્વામિત્વ-સંબંધથી ધન દેવદત્તમાં રહેલું છે અર્થાત્ દેવદત્ત ધનનો આધાર કહેવાય.)
‘જીવમાં સમ્યગ્દર્શન છે' વગેરે વિકલ્પોનું પૂર્વે (સ્વામિત્વ-દ્વારનું નિરૂપણ કરવાના પ્રસંગે) મંથન કરેલું જ છે. અહીં (સંબંધને બદલે) ફક્ત આધારરૂપ ભેદનું ઉચ્ચારણ કરવા વડે સર્વ વસ્તુ તે પ્રમાણે જે (બીજા સ્વામિત્વ-દ્વારમાં કહ્યા મુજબ) ભાવવી, વિચારવી. તથા (૩) ઉભય-સંન્નિધાન રૂપ ત્રીજા પ્રકારના આધારમાં (અધિકરણમાં) પણ પૂર્વે કહ્યા પ્રમાણે અભૂત અસદ્ભૂત અર્થાત્ ત્યાજ્ય એવા છ વિકલ્પો અને સદ્ભૂત એટલે કે ગ્રાહ્ય એવા પણ છ જ ભંગ-વિકલ્પો થાય છે. ભંગરૂપી વિકલ્પો અથવા ભંગોને વિષે વિકલ્પો તે ભંગ-વિકલ્પ કહેવાય એમ અર્થ જાણવો.
૨. પાલિg । ધાને૰ મુ. | ૨. પૂ. ત્તિ. । યત્રાઘ્યવ૰ મુ. । રૂ. પાવિવુ । વર્શનમિત્યા॰ મુ. । ૪. પાğિ । ના. મુ. |
=