________________
ફૂ૦ ૮]
१९९
स्वोपशभाष्य-सिद्धसेनीयाटीकासहितम् सदादीनां विकल्पश इत्यादि व्याख्यातमेव । कथमिति चेदित्यनेन पराभिप्रायमाशङ्कतेकेन प्रकारेण एभिर्विस्तरेणाधिगमः क्रियत इत्येवं मन्येथाः ? उच्यते-यथा क्रियते विस्तराधिगम इति, सदित्यनेनाद्यद्वार परामृशति, कथं चैतस्य द्वारस्योत्थानं? यथा शङ्कते परः-किमस्ति नास्तीत्येवम्, अन्यथा सत्त्वे निर्माते अयुक्तमेवैतत् कथनमिति, अत आशङ्कावाक्यं दर्शयति-सम्यग्दर्शनं किमस्ति नास्तीति । अस्माच्चायं संशयः, यतः शब्दोऽसत्यपि बाह्येऽर्थे शशविषाणादिकः प्रवर्तमानो दृष्टः, सति च बहिरोऽर्थे घटादौ दृष्टो घटादिः, अतः कि सत्यर्थे उताऽसति सम्यग्दर्शनशब्दः प्रवृत्तो बहिरर्थ इति प्रश्न्यति । सूरिराहअस्तीव्युच्यते। विद्यते सम्यग्दर्शनशब्दवाच्योऽर्थो घटादिशब्दवाच्यवत् । कर्ष चानेन
કહેવાથી સદ્ વગેરે વ્યાખ્યાના દ્વારોની વ્યાપકતા જણાવેલી છે. અર્થાત આ અનુયોગદ્વારો જીવાદિ સર્વ પદાર્થોને લાગુ પડે છે. તથા (આ અનુ. ધારો વડે સર્વ પદાર્થોનો) વિકલ્પશઃ' એટલે કે વિભાગથી વિસ્તારપૂર્વક બોધ થાય છે. એની વ્યાખ્યા પૂર્વે કરેલી જ
ભાષ્યમાં થનાર છે ? પદોથી બીજા વ્યક્તિના અભિપ્રાયની શંકા કરેલી છે.
શંકા (પૂર્વપક્ષ)ઃ સદ્ વગેરે વ્યાખ્યાના દ્વારા વડે શી રીતે વિસ્તારથી અધિગમ (બોધ) થાય છે, એમ તમે માનો છો ?
સમાધાનઃ જે રીતે “સદ્ વગેરે દ્વારોથી વિસ્તારથી બોધ કરાય છે, તે કહીએ છીએ. જુઓ, પહેલાં “સતુ' દ્વારને લઈએ. ભાષ્યમાં “સ' શબ્દથી પ્રથમ (સ) દ્વારનો સંબંધ કરેલો છે. હવે આ દ્વારનું ઉત્થાન એટલે કે અવતરણ શી રીતે થાય ? એનો જવાબ એ છે કે બીજો વ્યક્તિ એવી શંકા કરે છે કે શું (સમ્યગુદર્શન) વિદ્યમાન છે કે નથી? જો આ સમ્યગુદર્શનનું અન્ય રીતે/ઉલટી રીતે સતપણું = વિદ્યમાનપણું નિશ્ચિત થાય તો આ દ્વારનું કથન કરવું અયોગ્ય જ ઠરે... આથી પહેલાં (અન્ય વ્યક્તિ દ્વારા) શંકાત્મક વાક્યને (ભાષ્યમાં) બતાવે છે કે, “શું સમ્યગદર્શન (વિદ્યમાન) છે કે નથી?
ભાષ્યના આ વાક્યથી આ પ્રમાણે સંદેહ કરેલો છે - જે કારણથી “શશવિષાણ' (સસલાનું શિંગડું) વગેરે શબ્દ અસ (અવિદ્યમાન) એવા પણ બાહ્ય અર્થમાં પ્રવર્તતો દેખાય છે અને “ઘટ' આદિ શબ્દ સત્ (વિદ્યમાન) એવા બહિરંગ (બાહ્ય) ઘડા વગેરે પદાર્થમાં વપરાતો જોવાય છે. આથી (પ્રસ્તુતમાં) “સમ્યગુદર્શન' રૂપ શબ્દ એ સત્ કે