________________
२७०
तत्त्वार्थाधिगमसूत्रम्
[ so
सूत्रं पपाठ आचार्यः तदिन्द्रियानिन्द्रियनिमित्तमिति । अपेक्षाकारणं चालोकविषयेन्द्रियाणि, सति प्रकाशे विषये च चक्षुरादिषु च सत्सु ज्ञानस्योद्भवो दृष्टः, तेषामपि मध्येऽन्तरङ्गमपेक्षाकारणं 'इन्द्रियानिन्द्रियाणि पठितम्, पारमार्थिकं तु कारणं क्षयोपशमो मतिज्ञानावरणपुद्गलानाम्, न हि तदावरणक्षयोपशममनपेक्ष्य, ज्ञानस्योत्पत्तिरिष्यते । यदि तहि आन्तरं निमित्तं क्षयोपशमः स एवोपादेयः किं बाह्येनेन्द्रियानिन्द्रियनिमित्तेनाधीतेनेति ? उच्यते-स क्षयोपशमः सर्वसाधारण इतिकृत्वा न पठितः, चशब्देन वा से गृहीतो द्रष्टव्यः, इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च,
* બાહ્ય-અંતરંગ નિમિત્તકારણ અને પારમાર્થિક કારણ
આ જ હકીકત ભાષ્યમાં કહે છે - (૧) ઇન્દ્રિય-નિમિત્તવાળું અને (૨) અનિન્દ્રિયનિમિત્તવાળું. ભાષ્યમાં આ બે ભેદ સાક્ષાત્ કહેલાં છે અને તેમાં કહેલ = શબ્દથી ઉભયનિમિત્તવાળું (ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્ત વાળું) રૂપ ત્રીજા ભેદનો સંગ્રહ કરવો. વળી આચાર્ય ભગવંતે અપેક્ષા-કા૨ણોને પણ આશ્રયીને વિન્ડ્રિયાનિન્દ્રિયનિમિત્તમ્ એવું સૂત્રને કહેલું છે. તે આ રીતે - (૧) આલોક એટલે કે પ્રકાશ, (૨) વિષય (અર્થ) અને (૩) ઇન્દ્રિય એ ત્રણ અપેક્ષા-કારણો છે. કારણ કે, જો પ્રકાશ હોય, (ઘડો વગેરે) વિષય હોય અને ચક્ષુ વગેરે ઇન્દ્રિયો (અર્થાત્ ઇન્દ્રિયોનો વિષય સાથે સંબંધ) હોય ત્યારે જ્ઞાનનો ઉદ્ભવ થતો દેખાય છે. આ ત્રણેય અપેક્ષાકારણો પૈકી અંતરંગ - કારણ તરીકે સૂત્રમાં ઇન્દ્રિય-અનિન્દ્રિય કહેલી છે. જ્યારે પારમાર્થિક કારણ તો મતિજ્ઞાનાવરણ કર્મપુદ્ગલોનો ક્ષયોપશમ જ છે. કારણ કે, તેના આવરણભૂત કર્મના ક્ષયોપશમની અપેક્ષા વિના જ્ઞાનની ઉત્પત્તિ ઇષ્ટ નથી.
-
-
પ્રશ્ન : જો જ્ઞાનની ઉત્પત્તિનું આંતરિક કા૨ણ ક્ષયોપશમ જ હોય તો પછી તેનું જ ગ્રહણ કરવું જોઈએ. હમણા ઉપર કહેલ ઇન્દ્રિય-અનિન્દ્રિય રૂપ બાહ્ય-નિમિત્તની શી જરૂર છે ? અર્થાત્ કોઈ જરૂર નથી.
જવાબ : તે ક્ષયોપશમ રૂપ કારણ એ સર્વજ્ઞાન પ્રત્યે સાધારણ કારણ છે, આથી કહેલ નથી. અથવા = શબ્દથી તેનું ગ્રહણ કરેલું સમજવું. તે આ રીતે - ૧. ઇન્દ્રિયનિમિત્ત ૨. અનિન્દ્રિય-નિમિત્ત અને તેની પછી મૂકેલ = શબ્દથી ક્ષયોપશમ-નિમિત્તવાળું છે. અથવા તો = શબ્દથી ક્ષયોપશમનું ગ્રહણ ન કરવું, કારણ કે તે ભાવેન્દ્રિય રૂપ ક્ષયોપશમ એ તપ નથી અર્થાત્ ઇન્દ્રિયાદિ બાહ્યનિમિત્તરૂપ નથી.
૧. પાલિg । પૂ. રૂન્દ્રિયાળિ૦ | ૨. પાğિ | સ૦ ના. મુ. |