________________
२७२ तत्त्वार्थाधिगमसूत्रम्
[X૦ ૨ आलम्ब्योत्पद्यमानमिन्द्रियनिमित्तमिति भण्यते । इदानीमनिन्द्रियनिमित्तमाचष्टे-अनिन्द्रियं मनस्तन्निमित्तं यस्य तदनिन्द्रियनिमित्तम् । कीहक् तदित्याह-मनोवृत्तिर्मनोविज्ञानमिति । मनसो भावाख्यस्य वर्तनं-विषयपरिच्छेदितया परिणतिर्मनोवृत्तिः, ओघज्ञानं चेति । ओघः सामान्यं अप्रविभक्तरूपं यत्र न स्पर्शनादीनीन्द्रियाणि नापि मनोनिमित्तमाश्रीयन्ते, केवलं मत्यावरणीयक्षयोपशम एव तस्य ज्ञानस्योत्पत्तौ निमित्तम्, यथा वल्ल्यादीनां नीवाद्यभिसर्पणज्ञानं न स्पर्शननिमित्तं न मनोनिमित्तमिति, तस्मात् तत्र मत्यज्ञानावरणक्षयोपशम एव केवलो ઇન્દ્રિયોને ગ્રાહિપણાથી અર્થાતુ ગ્રાહિતા સંબંધથી જે જ્ઞાન થાય છે તે જ્ઞાન - તે તે ઇન્દ્રિયોનું આલંબન કરીને ઉત્પન્ન થતું હોયને ઇન્દ્રિય-નિમિત્તક જ્ઞાન કહેવાય છે.
ચંદ્રપ્રભા : પાંચ ઇન્દ્રિયો એ વિષયોનું ગ્રહણ કરનાર = ગ્રાહી છે. આથી તેમાં ગ્રાહિતા છે. હિત = પ્રાહિતા - સંબંધથી જ્ઞાન ઇન્દ્રિયોને થાય છે, એમ કહેવાય છે. વસ્તુતઃ આત્મામાં જ્ઞાન થાય છે. ઇન્દ્રિય તેમાં નિમિત્ત છે. આથી ઇન્દ્રિયોનું આલંબન કરીને (આશ્રમણ કરીનેનિમિત્તભાવે મદદ લઈને) આત્મામાં જ્ઞાન ઉત્પન્ન થતું હોવાથી ઇન્દ્રિય-નિમિત્તવાળું જ્ઞાન કહેવાય એમ ભાષ્યકારનો આશય ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિવરે સ્પષ્ટ કરેલો છે, એમ જાણવું.
પ્રેમપ્રભા : હવે બીજા (૨), અનિક્રિય-નિમિત્તક જ્ઞાનને કહે છે – અનિન્દ્રિય એટલે મન. તે જેનું (મતિજ્ઞાનનું) નિમિત્ત હોય તે અનિન્દ્રિય-નિમિત્તક જ્ઞાન ૧. મનોવૃત્તિ અને ૨. ઓવજ્ઞાન એમ બે પ્રકારે કહેલું છે. તે અંગે ટીકામાં પ્રશ્ન કરે છે. પ્રશ્નઃ તે અનિન્દ્રિય-નિમિત્તક મતિજ્ઞાન કેવું છે?
જવાબ : બે પ્રકારે છે. (૧) મનોવૃત્તિ એટલે કે મનોવિજ્ઞાન રૂપ છે. મનસ: = ભાવાત્મક મનનું વર્તનં (વૃત્તિ ) = વિષયનો બોધ કરવા રૂપે પરિણમન (પરિણમવું/પરિણામ) તે “મનોવૃત્તિ રૂપ જ્ઞાન કહેવાય. અને બીજું (૨) ઓઘજ્ઞાન રૂપ છે.
ઓઘ = એટલે સામાન્ય રૂપ અર્થાત્ વિશેષવિભાગ વિનાનું. જેમાં સ્પર્શન આદિ ઇન્દ્રિયો ઉપયોગી બનતી નથી કે નથી મનરૂપ નિમિત્તનો પણ આશ્રય કરાતો. ફક્ત મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જ તે જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત બને છે. જેમ કે, વેલડી આદિનું નીવ્ર = છત/છાપરું વગેરે તરફ સરકવાનું/ઉપર ચઢવાનું જ્ઞાન એ સ્પર્શનેન્દ્રિયનિમિત્તવાળું નથી કે મન-નિમિત્તવાળું પણ નથી. તે કારણથી ત્યાં ફક્ત
૨. રd.પૂ. I તાનિં. I