________________
સૂ૦ ૨૪] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२७१ चशब्दात् क्षयोपशमनिमित्तमिति, न वा, भावेन्द्रियस्याऽतद्रूपत्वात् इति । तत्रेन्द्रियनिमित्तं स्वयमेव भावयति
भा० तत्रेन्द्रियनिमित्तं स्पर्शनादीनां पञ्चानां स्पर्शादिषु पञ्चस्वेव स्वविषयेषु । अनिन्द्रियनिमित्तं मनोवृत्तिरोघज्ञानं च ॥ १४ ॥
टी० तत्रेन्द्रियेत्यादिना । तत्र तेषां त्रयाणां मध्ये इन्द्रियनिमित्तं तावद् भण्यतेस्पर्शनादीनामिति । स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणां पञ्चानामेव पञ्चस्वेव इत्यन्यस्याभावान्नियमयति, स्वे आत्मीया विषया येषु प्राणिनः सक्तिं भजन्ते तेषु स्वेषु विषयेषु, तद्यथा-स्पर्शनस्य स्पर्शे, रसनस्य रसे, घ्राणस्य गन्धे, चक्षुषो रूपे, श्रोत्रस्य शब्दे, अत एषां स्पर्शनादीनां स्वविषयेषु प्रवर्तमानानां ग्राहितया यदुपजायते ज्ञानं तत् तानीन्द्रियाणि
ચંદ્રપ્રભા કેમ કે શબ્દથી સમાન વસ્તુનું જ ગ્રહણ થાય. પણ ભાવેન્દ્રિય રૂપ ક્ષયોપશમ એ ભિન્ન-પ્રકારનું કારણ હોવાથી ર થી તેનું ગ્રહણ ન થાય. અહીં પૂર્વે ર શબ્દથી ઉભયનિમિત્તવાળા મતિજ્ઞાનનું ગ્રહણ કરેલું છે. વળી પાછુ થી ક્ષયોપશમનું ગ્રહણ કરવું ઉચિત નથી. ઈત્યાદિ કોઈપણ કારણે અસ્વરસથી નવા એમ કહી ર થી ક્ષયોપશમના ગ્રહણનો નિષેધ કરેલા છે એમ જણાય છે.
આમાં (૧) ઇન્દ્રિયનિમિત્તવાળું (મતિજ્ઞાન)રૂપ પ્રથમ ભેદનો ભાષ્યકાર સ્વયં વિચાર કરે છે
ભાષ્ય : સ્પર્શ વગેરે પાંચ જ સ્વ (પોતપોતાના) વિષયોમાં પ્રવર્તતી સ્પર્શન આદિ પાંચ ઈન્દ્રિયોના નિમિત્તથી થતું (મતિ) જ્ઞાન તે ઇન્દ્રિય-નિમિત્તવાળું કહેવાય. તથા મનોવૃત્તિ (એટલે મનનું વિષયનો બોધ કરનારરૂપે વર્તવું તે) અને ઓઘજ્ઞાન એ અનિન્દ્રિયનિમિત્તવાળું (મતિજ્ઞાન) છે. (૧૪)
પ્રેમપ્રભા : તત્ર = પૂર્વોક્ત ત્રણ પ્રકારના મતિજ્ઞાન પૈકી (૧) ઇન્દ્રિય-નિમિત્તવાળું મતિજ્ઞાન ભાષ્યમાં કહેવાય છે. સ્પર્શનાદિ એટલે સ્પર્શન, રસન, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ જ ઇન્દ્રિયોનો સ્પર્શ આદિ પોતાના જ વિષયોમાં... સ્વ = એટલે પોતાના વિષયો કે જેમાં પ્રાણીઓ આસક્તિ કરે છે, તેવા સ્વ-વિષયમાં પ્રવર્તનારી અર્થાત્ સ્પર્શને વિષે સ્પર્શનેન્દ્રિય, રસમાં રસનેન્દ્રિય, ગંધને વિષે ઘાણેન્દ્રિય, રૂપને વિષે ચક્ષુરિન્દ્રિય અને શબ્દ વિષે સ્પર્શનેન્દ્રિય. આ પ્રમાણે સ્વ = એટલે પોતાના વિષયોમાં પ્રવર્તતી એવી ૨. સર્વપ્રતિપુ ! યસ્ય તદ્રુ. 5. I