________________
२७८
तत्त्वार्थाधिगमसूत्रम्
[અo
स एभिः शब्दैरर्थतो नानात्वमप्रतिपद्यमानैरभिधीयते । एवमवग्रहं कथयित्वा ईहायाः
स्वरूपमाचिख्यासुराह
1
भा० अवगृहीतम् । विषयार्थैकदेशाच्छेषानुगमनम् । निश्चयविशेषजिज्ञासा ईहा । ईहा चेष्टा ऊहा तर्कः परीक्षा विचारणा जिज्ञासेत्यनर्थान्तरम् ।
टी० अवगृहीतमित्यादि । अवगृहीतमित्यनेन क्रमं दर्शयति - सामान्येन गृहीते ईहा प्रवर्तते न पूर्वमेवेहेति, यदा हि सामान्येन स्पर्शनेन्द्रियेण स्पर्शसामान्यमाऽऽगृहीतमनिर्देश्यादिरूपं જાણેલ વિષયને લાંબા વખત સુધી ધારણ કરી રાખશે. આથી શરૂઆતમાં - પ્રારંભિક ક્ષણે મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ એ ખૂબ મલિન = અર્થાત્ અતિ અલ્પવિશુદ્ધ હોવાથી જે અવ્યક્ત અવધારણ (બોધ) થાય છે તે ‘અવગ્રહ' કહેવાય છે.
આ પ્રમાણે પોતાના ચિહ્નો/લક્ષણો વડે અવગ્રહનું નિરૂપણ કરીને હવે તેના પર્યાયશબ્દો વડે તે જ અવગ્રહને કહે છે. (૧) અવગ્રહ (૨) ગ્રહ (૩) ગ્રહણ (૪) આલોચના અને (૫) અવધારણ એ પણ અવગ્રહ કહેવાય છે. (અર્થાત્ અનર્થાન્તર = પર્યાય શબ્દો છે, અર્થાન્તર = ભિન્ન અર્થવાળા શબ્દો નથી.) અર્થાત્ પૂર્વોક્ત સ્વરૂપ જે (અવગ્રહરૂપ) સામાન્યબોધ છે, તે અર્થની અપેક્ષાએ અભિન્ન અર્થાત્ સમાન અર્થને કહેનારા આ (ભાષ્યોક્ત પાંચ) શબ્દો વડે કહેવાય છે. ટૂંકમાં આ પાંચ શબ્દો સામાન્ય-બોધરૂપ સરખા અર્થને જણાવે છે.
આ પ્રમાણે અવગ્રહભેદને કહીને હવે ‘ઇહા’ રૂપ મતિજ્ઞાનના ભેદનું સ્વરૂપ કહેવાની ઇચ્છાવાળા ભાષ્યકાર ભગવંત કહે છે
ભાષ્ય : (વિષયનો) અવગ્રહ કરાયો. વિષય રૂપ અર્થના (જાણેલાં) એક ભાગ(દેશ) કરતાં જે શેષની = વિશેષની વિચારણા કરવી, (અર્થાત્) નિશ્ચિત = નિશ્ચયાત્મક વિશેષની (ભેદની) જિજ્ઞાસા કરવી તે ‘ઇહા’ કહેવાય.
(૧) ઇહા (૨) ચેષ્ટા (૩) ઊહા (૪) તર્ક (૫) પરીક્ષા (૬) વિચારણા અને (૭) જિજ્ઞાસા એ અનર્થાન્તર અર્થાત્ પર્યાય-શબ્દો છે.
પ્રેમપ્રભા : ‘અવગૃહીતમ્' એટલે વિષયનો અવગ્રહ કરાયો છે. આ કથન દ્વારા ભાષ્યકાર ક્રમને દર્શાવે છે. કે પદાર્થવિષય જ્યારે સામાન્યથી ગ્રહણ કરાયેલ - જાણેલ