________________
सू० १५]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२७९
ततः उत्तरं स्पर्शभेदविचारणा ईहाभिधीयत इति । एतदाह - विषयार्थेकेत्यादि । विषयः स्पर्शादिः स एव परिच्छेदकालेऽर्यमाणत्वात् परिच्छिद्यमानत्वादर्थ इत्युच्यते, विषयश्चासावर्थश्च विषयार्थः तस्यैकदेशः सामान्यमनिर्देश्यादिरूपं तस्मात् विषयार्थैकदेशात् परिच्छिन्नादनन्तरं यत् शेषानुगमनं, शेषस्य भेदस्य विशेषस्येत्यर्थः । अनुगमनं विचारणं, शेषस्यानुगमनं विशेषविचारणमित्यर्थः । किमयं मृणालीस्पर्शः उताहो सर्पस्पर्श इति । न चैतत् संशयविज्ञानमिति युज्यते वक्तुम्, यत: संशयविज्ञानमेवंरूपं भवति यदाऽनेकार्थावलम्बनमूर्ध्वतासामान्यं पश्यतः किमयं स्थाणुरुत पुरुष इति नैकस्यापि परिच्छेदं शक्तं कर्तुमिति तत् संशयविज्ञानमभिधीयते । હોય ત્યારબાદ તેને વિષે ‘ઇહા’ પ્રવર્તે છે, પણ (અવગ્રહરૂપે જાણ્યા) પહેલાં જ ઇહા થતી નથી. કારણ કે, જ્યારે સામાન્યથી સ્પર્શનેન્દ્રિય વડે અનિર્દેશ્ય (અવ્યક્ત) આદિરૂપ સ્પર્શવિષયના સામાન્યનું ગ્રહણ કરેલું હોય, ત્યારબાદ ઉત્તરકાળે સ્પર્શવિષયના ભેદની (વિશેષની) વિચારણા થાય છે, તે ‘ઇહા’ કહેવાય છે. આ જ વાત ભાષ્યમાં જણાવે છે ‘વિષયરૂપ’ અર્થના (જાણેલ) એક ભાગ કરતાં શેષની/વિશેષની વિચારણા (= અનુગમન) તે ઇહા કહેવાય.
=
ટીકાથી અર્થ જોઈએ - વિષય એટલે સ્પર્શ વગેરે. તે જ જ્ઞાન કરવાના કાળે બોધ કરાતો, જણાતો હોવાથી ( અર્યમાળાવું - + થ અર્થ:) ‘અર્થ’ કહેવાય. વિષયરૂપ જે અર્થ, તે વિષયાર્થ, તેનો એક ભાગ તે સામાન્ય અનિર્દેશ્ય આદિ રૂપ ભાગ, તેનો અવગ્રહરૂપે બોધ થયા પછી તરત જે શેષ ભેદનું/વિશેષનું વિચારવું (અનુગમન) તે ‘ઇહા’ કહેવાય. જેમ કે, ‘શું આ કમળના દાંડાનો/નાળનો સ્પર્શ છે કે સર્પનો સ્પર્શ છે ?' અહીં જો કોઈ કહે કે, ‘આ સંશયાત્મક વિજ્ઞાન છે' તો તેમ કહેવું બરોબર નથી, કારણ કે સંશયવિજ્ઞાન આવા પ્રકારનું હોય છે કે, જ્યારે અનેક પદાર્થનું અવલંબન કરનાર-વિષય બનાવનાર એવા ઊર્ધ્વતા-સામાન્યને જોતાં એવા પુરુષને - ‘શું આ સ્થાણુ (ઠુંઠુ) છે કે પુરુષ છે ?' એ પ્રમાણે એક પણ પદાર્થનો બોધ નિશ્ચય કરવાને સમર્થ બનાતું નથી, ત્યારે તે સંશય-વિજ્ઞાન કહેવાય છે.
ચંદ્રપ્રભા : અહીં પૂર્વ અને પછીની (અ૫૨) અવસ્થામાં (વસ્તુના પર્યાયમાં) જે સાધારણ/સમાનરૂપે રહેલ દ્રવ્યને ઊર્ધ્વતા-સામાન્ય કહેવાય. દા.ત. સોનાના કટકને (કડાને) ભાંગીને તેને કંકણ (બંગડી અથવા મુગટ)રૂપે કરાય ત્યારે કટક એ પૂર્વની અવસ્થા છે અને કંકણ એ ઉત્તર-અવસ્થા છે અને તે બેય પર્યાયમાં અનુગત = સાધારણ રૂપ જે સુવર્ણ દ્રવ્ય છે તે ૧. પારિવુ । મેવિ મુ. | ૨. પૂ. । યત્ને મુ. |