________________
२७४ तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨ स्थितं चतुर्विधं किं ग्राह्यम् ? । नेत्याह-एकशः, एकैकं स्पर्शनेन्द्रियनिमित्तं चतुर्विधं, रसनेन्द्रियनिमत्तं चतुर्विधं, घ्राणेन्द्रियनिमित्तं चतुर्विधम्, चक्षुरिन्द्रियनिमित्तं चतुर्विधं, श्रोत्रेन्द्रियनिमित्तं चतुर्विध, मनोनिमित्तं चतुर्विधमिति । चतस्रो विधा यस्य तच्चतुर्विधम् । कास्ताश्चतस्रो विधा इत्याह-अवग्रह ईहा अपायो धारणेति । स्पर्शनावग्रहः स्पर्शनेहा स्पर्शनापायः स्पर्शनधारणेति, एवं सर्वत्र दृश्यं यावन्मनोधारणेति । पर आह-निर्जातं चातुर्विध्यमेकैकस्य, इदं तु न विज्ञातं किंस्वरूपा अवग्रहादय इत्यतः स्वरूपमवग्रहादीनां ब्रूहि, एवमुक्ते सूरिः स्वरूपप्रचिकाशयिषयाऽऽह अवग्रहादीनाम्
એક મતિજ્ઞાનના ૨૪ ભેદો એક પ્રશ્ન : ઇન્દ્રિય-અનિન્દ્રિય-નિમિત્ત એવા સમુદાય રૂપે રહેલ મતિજ્ઞાન એ શું ચાર પ્રકારનું લેવાનું છે ?
જવાબ : ના, પશ: = પ્રત્યેક ઇન્દ્રિય-નિમિત્તવાળું અને અનિન્દ્રિય-નિમિત્તવાળું મતિજ્ઞાન એ ચતુર્વિધ = ચાર ભેદવાળું છે. જેમ કે, (૧) સ્પર્શનેન્દ્રિય-નિમિત્તવાળું મતિજ્ઞાન ચાર ભેદવાળું છે. (૨) રસનેન્દ્રિય-નિમિત્તવાળું મતિજ્ઞાન ચાર ભેદવાળું છે. (૩) ધ્રાણેન્દ્રિય-નિમિત્તવાળું મતિજ્ઞાન ચાર ભેદવાળું છે. (૪) ચક્ષુરિન્દ્રિય-નિમિત્તવાળું મતિજ્ઞાન ચાર ભેદવાળું છે. (૫) શ્રોત્રેન્દ્રિય-નિમિત્તવાળું મતિજ્ઞાન ચાર ભેદવાળું છે. (૬) મન(અનિન્દ્રિયો-નિમિત્તવાળું મતિજ્ઞાન ચાર ભેદવાળું છે.
જેના ચાર ભેદ હોય તે ચતુર્વિધ કહેવાય.
પ્રશ્ન તે ચાર ભેદો કયા છે? જવાબઃ (૧) અવગ્રહ (૨) દુહા (૩) અપાય અને (૪) ધારણા. તેમાં સ્પર્શનેન્દ્રિયના ચાર ભેદ આ રીતે કહેવાય. (i) સ્પર્શનાવગ્રહ (સ્પર્શનેન્દ્રિય-અવગ્રહ) (i) સ્પર્શન-હા (i) સ્પર્શન-અપાય અને (iv) સ્પર્શન-ધારણા. (અહીં સ્પર્શન એટલે સ્પર્શનેન્દ્રિય સમજવું. તેના નિમિત્તથી થતું અર્થાત્ તેનાથી ઉત્પન્ન થતું જે અવગ્રહરૂપ મતિજ્ઞાન તે સ્પર્શનાવગ્રહ – મતિજ્ઞાન ભેદ કહેવાય. એમ આગળ પણ સર્વત્ર સમજવું.) આ પ્રમાણે સર્વત્ર સમજવું. અર્થાત્ સ્પર્શનાવગ્રહ વગેરે ભેદોની જેમ રસનેન્દ્રિય આદિ ઇન્દ્રિયોના યાવત્ મન સુધીના ૪-૪ ભેદો કહેતાં છેલ્લો ભેદ “મનોધારણારૂપ સમજવો. આમ કુલ છ ઇન્દ્રિય-અનિન્દ્રિયના પ્રત્યેકના ૪-૪ ભેદો ગણતાં મતિજ્ઞાનના ૬ ૪ ૪ = ૨૪ (ચોવીશ) ભેદો થયા.