________________
२६८
तत्त्वार्थाधिगमसूत्रम्
[ એ ? भा० तदेतत् मतिज्ञानं द्विविधं भवति-इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च ।
टी० तदेतदित्यनन्तरलक्षणोपेतं मतिज्ञानं किंनिमित्तमिति ? । उच्यते-हेतोद्वैविध्यात् द्विविधं भवति, तेनैव हेतुना द्विविधेन तत्कार्यमादर्शयति-इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च । तत्रेन्द्रियाणि स्पर्शनादीनि पञ्च निमित्तं यस्य तनिन्द्रियनिमित्तम्, न हि श्रोत्रेन्द्रियमन्तरेणायं प्रत्ययो भवति-शब्दोऽयमिति, न च स्पर्शनमन्तरेणायं प्रत्ययः समुपद्यते-शीतोऽयमुष्णो वा, एवं शेषेष्वपि वाच्यम् । तथाऽनिन्द्रियनिमित्तमिति इन्द्रियादन्यदनिन्द्रियं-मनः ओघश्चेति तद् निमित्तमस्यं तदनिन्द्रियनिमित्तमिति, स्मृतिज्ञानहेतुर्मनः । एवं चैतद् द्रष्टव्यम्
સૂત્રાર્થ : તે મતિજ્ઞાન ઇન્દ્રિય અને અનિન્દ્રિય (મન) રૂપ નિમિત્તવાળું છે.
ભાષ્ય : તે આ મતિજ્ઞાન બે પ્રકારે છે. (૧) ઇન્દ્રિય-નિમિત્તવાળું અને (૨) અનિન્દ્રિય-નિમિત્તવાળું.
પ્રેમપ્રભા : તવેતદ્ નો અર્થ છે - આ અનંતર હમણા જ ઉપર કહેલ લક્ષણથી યુક્ત મતિજ્ઞાન. પ્રશ્ન ઃ તે મતિજ્ઞાનનું નિમિત્ત (કારણો શું છે? જવાબઃ મતિજ્ઞાનના હેતુઓ બે પ્રકારના હોવાથી તે (મતિજ્ઞાન) બે પ્રકારનું છે. તે બે પ્રકારના હેતુ વડે જ તેના કાર્યને ભાષ્યમાં બતાવે છે. મતિજ્ઞાન (૧) ઇન્દ્રિય-નિમિત્તવાળું અને (૨) અનિન્દ્રિય-નિમિત્તવાળું એમ બે ભેદવાળું છે.
મતિજ્ઞાનના બે પ્રકાર તેમાં પ્રથમ ભેદ (૧) ઇન્દ્રિયો એટલે સ્પર્શન વગેરે પાંચ, તે જેમાં નિમિત્ત હોય તે ઇન્દ્રિય-નિમિત્તવાળું મતિજ્ઞાન કહેવાય. (પાંચેય ઇન્દ્રિયો પોતપોતાના વિષયનો જ બોધ કરવામાં નિમિત્ત બને છે) કેમ કે શ્રોત્રેન્દ્રિય વિના એવી પ્રતીતિ (પ્રત્યય) થતી નથી કે, “આ શબ્દ છે તેમજ સ્પર્શેન્દ્રિય વિના આ શીત(ઠંડુ) છે અથવા ઉષ્ણ (ગરમ) છે એવો બોધ થતો નથી. આ રીતે શેષ ઇયોની બાબતમાં પણ કહેવું – (આમ પાંચેય ઇન્દ્રિયો મતિજ્ઞાનના કારણભૂત છે.) તથા બીજો ભેદ (૨) અનિન્દ્રિય-નિમિત્ત છે. તેમાં ઇન્દ્રિયોથી અન્ય/જુદું તે “અનિન્દ્રિય' એટલે મન અને ઓઘ.. એ બે જેના નિમિત્ત છે તે અનિન્દ્રિયનિમિત્તવાળું મતિજ્ઞાન કહેવાય. સ્મૃતિજ્ઞાનરૂપ મતિજ્ઞાનનો હેતુ મન છે.
આ ઉપરથી આ પ્રમાણે મતિજ્ઞાનનું વિભાગીકરણ કરવું. (૧) એક ઇન્દ્રિય
૨. પાડવું | યમુo પૂ. | ૨. પૂ. | મ0 મતિજ્ઞાનસ્થ૦ મુ.
ધ: |