________________
२६६ तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨ प्राक् पुनर्विलोक्य स एवायं यमहमद्राक्षं पूर्वाह्न इति संज्ञाज्ञानमेतत् । चिन्ताज्ञानमागामिनो वस्तुन एवं निष्पत्तिर्भवति अन्यथा नेति, यथैवं ज्ञानादित्रयसमन्विते त्रैव परमसुखावाप्तिरन्यथा नेत्येतच्चिन्ताज्ञानं मनोज्ञानमेव । आभिनिबोधिकम् अभिमुखो निश्चितो यो विषयपरिच्छेदः सर्वैरेवैभिः प्रकारैस्तदाभिनिबोधिकमिति । यदा चैतल्लक्षणसूत्रं तदा इतिशब्द एवमित्यस्यार्थे, एवंलक्षणमेभिः पर्यायैर्निरूपितं मतिज्ञानं ज्ञेयमिति । एवमेतत् कियताऽप्यंशेन भेदं प्रतिपद्यमानमनर्थान्तरमिति व्यपदिशति । नैषां मतिज्ञानविरहितोऽर्थो कल्पनीय इति । अपरे तु सर्वे पर्यायशब्दा एवैते शतक्रतुशक्रादिशब्दवदिति मन्यन्ते, नात्र भेदेनार्थः कल्पनीय
વડે પૂર્વે અનુભવેલ/જાણેલ પદાર્થને ફરી જોઈને “આ તે જ પદાર્થ છે, જેને મેં દિવસના પૂર્વના ભાગમાં (મધ્યાહનના પૂર્વ કાળમાં) દેખેલ.” આવા આકારવાળું આ સંજ્ઞા-જ્ઞાન હોય છે. (૪) ચિંતાજ્ઞાન : આગામી ભવિષ્યકાળ સંબંધી વસ્તુની આ પ્રમાણે સિદ્ધિ (નિષ્પત્તિ) થશે, બીજી રીતે નહીં થાય, એવું જ્ઞાન. દા.ત. આવા (સમ્ય) જ્ઞાનાદિ ત્રણથી (આદિથી દર્શન, ચારિત્ર) યુક્ત થવાશે ત્યારે અહીં આ લોકમાં જ પરમસુખની પ્રાપ્તિ થશે, બીજી રીતે નહીં થાય, આવું ચિંતવવું તે ચિંતાજ્ઞાન કહેવાય અને તે મનોજ્ઞાનરૂપ જ છે. (૫) આભિનિબોધિક જ્ઞાન : મfમ = (ઇન્દ્રિય વગેરેને) અભિમુખ અને નિ = નિશ્ચિત એવો જે ઉપર કહેલાં સર્વ પ્રકારે વિષયનો બોધ તે આભિનિબોધિકજ્ઞાન કહેવાય.
જ્યારે આ સૂત્રને લક્ષણ-સૂત્ર મનાય, ત્યારે સૂત્રસ્થ વૃતિ શબ્દ વિમ્ = “આ પ્રમાણે એવા અર્થમાં છે. આવા લક્ષણવાળું સ્વરૂપવાળું અર્થાત્ ઉપરોક્ત પર્યાયો વડે નિરૂપિત જ્ઞાન એ મતિજ્ઞાન જાણવું. આ પ્રમાણે આ મતિ વગેરે લક્ષણ કેટલાંક અંશથી ભેદને કહેતું હોવા છતાં પણ અનર્થાન્તર છે, એટલે કે અર્થાન્તર (જુદુ) નથી, સમાન જ છે, એવો વ્યવહાર કરવાનું કહે છે. આ બધાંય શબ્દોનો મતિજ્ઞાન સિવાયનો અર્થ વિચારવા યોગ્ય નથી, પણ મતિજ્ઞાન રૂપ જ અર્થ છે એમ તાત્પર્ય છે.
બીજા આચાર્ય એવું માને છે કે, આ સૂત્રોક્ત સર્વ શબ્દો એ ઇન્દ્રના શતક્રતુ, શક્ર આદિ શબ્દોની જેમ પર્યાય-શબ્દો જ છે. આથી અહીં ભેદ વડે અર્થની કલ્પના (વિચારણા) કરવી નહીં. આથી આ સૂત્રના પૂર્વપક્ષને અન્ય રીતે રજૂ કરે છે. તે આ રીતે
૨. સર્વપ્રતિષ વિતે તતૈ૦ મુ. | ૨. વ. પૂ. વિ. મુ. i