________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[o
सम्यग्दर्शनपदस्य प्ररूपणा व्याख्या कर्तव्या उन्नेया । भाषकपरित्तादयस्तु नादृता भाष्यकारेण, प्रायस्तेषामुपात्तानुयोगद्वारान्तर्गर्तिरिति, यतो भाषक: पञ्चेन्द्रियष्ववतरति, परित्तोऽपि कायेषु पर्याप्तस्तेष्वेव, सूक्ष्मसंज्ञिभवचरमाश्च तेष्वेव, अतो नाहता इति । द्वितीयद्वारं ब्रुवन्नाऽऽह
२०८
भा० सङ्ख्या । कियत् सम्यग्दर्शनम् ? । किं सङ्ख्येयमसङ्ख्येयमनन्त-मिति ? उच्यते असङ्ख्येयानि सम्यग्दर्शनानि, सम्यग्दृष्टयस्तु अनन्ताः ।
टी०-सङ्ख्या इति । सङ्ख्या इयत्ता, सा चैका गणितव्यवहारानुवर्तिनी द्व्यादिका शीर्षप्रहेलिकान्ता गणितविषयातीता च । असंख्येया जघन्यमध्यमोत्कृष्टसंज्ञिता, अपरा ક્ષાયિકાદિ સમ્યગ્દર્શન સંભવતું હોય, ત્યાં તે રીતે કહેવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે. આ રીતે સદ્ભૂત પદાર્થની-પ્રસ્તૃતમાં સમ્યગ્દર્શનપદની-પ્રરૂપણા = વ્યાખ્યા કરવા યોગ્ય
છે.
અહીં ભાષ્યકારે ભાષક^, પરિત્ત આદિ દ્વારોનું ગ્રહણ કરેલું નથી. તેનું કારણ એ કે પ્રાયઃ તેઓનો પૂર્વે ગ્રહણ કરેલાં અનુયોગ-દ્વારોમાં અંતર્ભાવ/સમાવેશ થઈ જાય છે કારણ કે ભાષક (ભાષા લબ્ધિવાળો) પ્રાયઃ પંચેન્દ્રિય જીવોમાં અવતરે છે, ઘટે છે. પરિત્ત જીવ પણ કાય-દ્વારમાં અને પર્યાપ્ત જીવ તેમજ સૂક્ષ્મ, સંશી, ભવ્ય અને ચરમ જીવો પણ કાયદ્વારમાં જ અંતર્ભાવ પામે છે. આથી તેને કહેલાં નથી.
બીજા દ્વારને જણાવતાં ભાષ્યકાર કહે છે
ભાષ્ય : સંખ્યા દ્વાર... પ્રશ્ન ઃ સમ્યગ્દર્શન કેટલું છે અર્થાત્ સમ્યગ્દર્શનવાળા (જીવો) કેટલાં છે ? શું સંખ્યેય છે ? અસંખ્યેય છે ? કે અનંત છે ? જવાબ : સમ્યગ્દર્શન અર્થાત્ સમ્યગ્દર્શનવાળા (જીવો) અસંખ્યેય છે. જ્યારે સમ્યગ્દષ્ટિ (આત્માઓ) અનંત છે.
ત્રણ પ્રકારની સંખ્યા અંગે નિર્દેશ
પ્રેમપ્રભા : સંખ્યા-દ્વાર કહેવાય છે. સંખ્યા એટલે આટલાપણું-અમુક ચોક્કસપણું, પરિમાણવિશેષ... ત્રણ પ્રકારની સંખ્યા છે અને તે સંખ્યા (૧) એક તો ગણિતના વ્યવહારને અનુસરનારી બેથી ^માંડીને શીર્ષપ્રહેલિકા સુધીની (સંધ્યેય રૂપ) હોય છે. વળી (૨) બીજી સંખ્યા ગણિતના વિષયમાં (વ્યવહારમાં) નહીં આવનારી અસંખ્યેય રૂપ છે અને તે જધન્ય મધ્યમ – ઉત્કૃષ્ટ એમ ત્રણ નામવાળી - ત્રણ પ્રકારની છે. તથા
-
૧. પૂ. । ।તેરિ મુ. | ૨. પાğિ । મુવર્ચસ્વન્ના૰ મુ. |
=