________________
तत्त्वार्थाधिगमसूत्रम्
साध्यसाधनमिष्यते । उपमानं परैस्तच्च यथा गौर्गवयस्तथा ॥ "
तथा आप्तोपदेश आगमस्तदनुसारि ज्ञानमागम उच्यते प्रमाणं वर्णपदवाक्यात्मकः । तथाऽर्थापत्तिर्द्विधा शब्दार्थापत्तिरर्थार्थापत्तिश्चेति । तत्र शब्दार्थापत्तिर्देवदत्तो दिवा न भुङ्क्तेऽनुपहतेन्द्रियशरीरश्चेति, रात्रौ तर्हि भुङ्क्ते इति । तथा अर्थार्थापत्तिरपि नीलं पश्यतो यदिन्द्रियानुमानं समस्ति तत् किमपीन्द्रियं येनैतन्नीलं परिच्छिन्नमिति । सम्भवोऽपि प्रमाणंप्रस्थे कुडव: समस्ति, अस्मिन् प्रस्थाख्ये आधारे कुडव आधेयः सम्भवतीति एष सम्भवः । સમાનધર્મથી જે સાધ્યની સિદ્ધિ માનેલી છે તેને બીજાઓ વડે ‘ઉપમાન' (પ્રમાણ) કહેવાય છે અને તે જેવી ગાય છે તેવા રોઝ (ગવય) છે' એવા આકારનું છે.
२५६
=
[ अ० १
ચંદ્રપ્રભા : આનો ભાવાર્થ આ પ્રમાણે છે. કોઈ કારણસર શહેરમાં આવેલાં કોઈ વનવાસી માણસે શહેરી માણસને કહ્યું કે, અમારે ત્યાં વનમાં ‘ગાય જેવા ગવય' નામના પ્રાણી હોય છે. ત્યારબાદ પ્રયોજનવશાત્ વનમાં ગયેલાં તે શહેરી માણસે ગાય સરખા ગવય (રોઝ) જોયા. ત્યારે તેને પૂર્વે સાંભળેલાં ‘ગાય જેવા ગવય હોય છે' એવા ઉપમાન-વાક્યનું સ્મરણ થયું અને આ દેખાતાં પ્રાણીઓ ગાય જેવા જ છે એમ વિચાર કરતાં નિશ્ચય થયો કે ‘આ ગવય છે', આ રીતે થતાં જ્ઞાનને ઉપમાન (ઉપમિતિ) કહેવાય છે.
પ્રેમપ્રભા : તથા (૩) આગમ : આપ્તપુરુષનો ઉપદેશ તે આગમ કહેવાય. તેને અનુસરનારું જ્ઞાન એ ‘આગમ’ પ્રમાણ કહેવાય છે. અહીં આગમ-પ્રમાણના કારણભૂત વર્ણ-પદ-વાક્યાત્મક જે ઉપદેશ છે તે પણ (ઉપચારથી) આગમ-પ્રમાણ કહવાય.
(૪) અર્થાપત્તિ : બે પ્રકારે છે. (૧) શબ્દ-અર્થઆપત્તિ અને (૨) અર્થ - અર્થાપત્તિ. તેમાં (i) શબ્દ-અર્થાપત્તિ આ પ્રમાણે છે - ‘દેવદત્ત દિવસે જમતો નથી અને વળી તેની ઇન્દ્રિય અને શરીર જરા પણ ક્ષીણ (ઉપહત) થયા નથી. (સતેજ-હૃષ્ટપુષ્ટ છે)' આવા શબ્દોનો ઉચ્ચાર કરાયે છતે જે જ્ઞાન થાય છે તેનાથી એવો નિશ્ચય થાય છે કે, ‘તો પછી નક્કી (દેવદત્ત) રાત્રે જમે છે.’ કારણ કે રાત્રે જમતો ન હોય તો દિવસે નિશ્ચિતપણે નહીં જમતાં એવા તેનું શરીર વગેરે અક્ષીણ-હૃષ્ટપુષ્ટ રહી શકે નહીં. તેમ હોવું ઘટે નહીં. તથા (ii) અર્થ-અર્થાપત્તિઃ (શબ્દ વિના જ) કોઈ નીલ વસ્તુને જોતા વ્યક્તિને એવું જે ઇન્દ્રિયનું અનુમાન થાય છે, જેમ કે, ‘તેવી કોઈ ઇન્દ્રિય છે જેનાથી આ નીલ (રૂપવાળી) વસ્તુનું (અથવા નીલરૂપનું) જ્ઞાન થયું.' આને અર્થ-અર્થાપત્તિ કહેવાય છે.
(૫) સંભવ : સંભવ પણ પ્રમાણ છે. પ્રસ્થમાં (૧ શેરમાં) ૪ કુડવ (પા શે૨) હોય