________________
२६० तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ मिथ्यादर्शनेत्यादि । मिथ्यादर्शनम् एकनयाश्रयणं तेनाऽऽगृहीतं मिथ्यादर्शनपरिग्रहो भण्यते, यत एव च मिथ्यादर्शनपरिग्रहोऽत एव विपरीतोपदेश' इति । विपरीतम् अन्यथावस्थितं नानाधर्मकदैम्बकं सद्वस्तु एकधर्मकमाश्रितं विपरीतं भण्यते, तस्य उपदेशः कथनं विपरीतोपदेशस्तस्मात्, यत एतान्येकनयावलम्बीन्यनुमानादीनि विपरीतमेकान्तपक्षाश्रितं वस्तु विच्छिन्दन्ति तस्मादप्रमाणानि पंरपरिकल्पितानीति । न च मिथ्यादृष्टिपरिगृहीतं कदाचिदपि ज्ञानं भण्यते, किन्त्वज्ञानमेव, संसारहेतुत्वात्, एतच्चोत्तरत्र निदर्शयिष्यत्येव । यत आह - કારણે અને અયથાર્થ = વિપરીત અર્થનું/પદાર્થનું કથન કરવામાં પ્રવૃત્ત થયેલ હોવાથી (આ બે હેતુથી) અનુમાન આદિ અપ્રમાણ છે (પ્રમાણરૂપ નથી.) ઉન્મત્ત માણસના વાક્યથી થતાં વિજ્ઞાનની જેમ, એ દષ્ટાંત છે. જેમ ઉન્મત્ત માણસ મિથ્યાદર્શનથી (ખોટી માન્યતાઓથી) સહિત હોવાથી અને અયથાર્થ (જમતેમ...હેલફેલ) વચનો બોલવાથી લોકમાં તેના વચનોથી થતું જ્ઞાન એ પ્રમાણભૂત – વિશ્વાસપાત્ર – આદરણીય બનતું નથી, તે જ પ્રમાણે બીજાઓએ માનેલાં અનુમાન વગેરે પ્રમાણો બાબતમાં સમજવું. અર્થાત્ મિથ્યાદર્શન વડે અર્થનું ગ્રહણ કરવાથી અને વિપરીત-ઉપદેશ કરવાથી અપ્રમાણ છે. આનો
અર્થ સ્પષ્ટ કરતાં ટીકાકાર કહે છે – મિથ્યાદર્શન એટલે એક જ નયનો આશ્રય/સ્વીકાર. તેના વડે જે વસ્તુનું ગ્રહણ કરેલું હોય તે મિથ્યાદર્શન-પરિગ્રહ કહેવાય. જે કારણથી મિથ્યાદર્શન-પરિગ્રહ એટલે કે એક નય/દષ્ટિકોણ વડે જ વસ્તુનું ગ્રહણ કરેલું હોય છે, આથી જ “વિપરીત’ ઉપદેશ/કથન થવાથી વિપરીતોપદેશાત્ એમ કહેલું છે. વિપરીત એટલે (હકીક્ત કરતાં) અન્ય સ્વરૂપે રહેલી વસ્તુ. અનેક ધર્મના સમૂહાત્મક સદ્ = વિદ્યમાન = સાચી વસ્તુનો જ્યારે એક જ નય વડે આશ્રય કરાય, સ્વીકારાય ત્યારે તે વિપરીતકહેવાય છે. તેવી વિપરીત વસ્તુનું કથન કરવાથી મિથ્યાદર્શનવાળાના મતિ-શ્રુતજ્ઞાન અપ્રમાણ કહેવાય.
સારાંશ કે જે કારણથી આ અનુમાન વગેરે (કહેવાતાં પ્રમાણો) એ અનેકનયના આશ્રયભૂત/વિષયભૂત વસ્તુને વિપરીત રૂપે એટલે કે એકાંત પક્ષનો આશ્રય કરનારી રૂપે જાણે છે, તે કારણથી બીજાઓ વડે પરિકલ્પિત/માનેલ અનુમાન આદિ અપ્રમાણ છે. વળી મિથ્યાદષ્ટિ જીવ વડે (મિથ્યાદર્શનપૂર્વક) પરિગૃહીત એટલે કે સ્વીકારાયેલ મતિ-શ્રુત એ
ક્યારેય પણ “જ્ઞાન” કહેવાતું નથી, કિંતુ “અજ્ઞાન' જ કહેવાય છે, કારણ કે તે ૨. સર્વપ્રતિપુ ! તેન વૃ૦ મુ. | ૨. ર૩.પૂ. સૈ.રૈ. | પા૦િ મુ. | રૂ. સર્વપ્રતિપુ ! ધર્મ મુ. ૪. ઉ.પૂ.તા.-શો. I પરવ૦ મુ. I ૬. ૩.પૂ. I ષ્ટિ ગૃ૦ મુ. |