________________
[अ० १
२५८
तत्त्वार्थाधिगमसूत्रम् इन्द्रियाणि चक्षुरादीनि तेषां अर्था रूपादयः इन्द्रियाणि चार्थाश्च इन्द्रियार्थास्तेषां सन्निकर्षः सम्बन्धः स इन्द्रियार्थसन्निकर्षो निमित्तं यस्य अनुमानादेस्तदिन्द्रियार्थसन्निकर्षनिमित्तंअनुमानादि । कथं पुनरिन्द्रियार्थसन्निकर्षः कारणमनुमानादेः ? उच्यते-अनुमानं तावच्चक्षुरादीन्द्रियधूमाद्यर्थसन्निकर्षजम्, अन्यथा तस्यासम्भवात्, इन्द्रियोऽनिन्द्रियनिमित्तत्वात् स्वपरार्थस्यानुमानस्येति । उपमानमपि चक्षुरादीन्द्रियगवाद्यर्थसन्निकर्षजम् । आगमाख्यमपि श्रोत्रेन्द्रियस्य अनिन्द्रियस्य वा आप्तवचनार्थस्य सन्निकर्षे सति प्रादुरस्ति । शब्दार्थापत्तिरप्येवमेव । अर्थार्थापत्तिस्तु चक्षुरादेरिन्द्रियस्य नीलादे रूपस्य च सन्निकर्ष एवोपजायते । सम्भवोऽपि અંતર્ભત છે, પ્રવિષ્ટ છે અર્થાત્ સમાઈ જાય છે. પ્રશ્ન : કઈ ઉપપત્તિથી/યુક્તિથી અંતભૂત છે? આ યુક્તિને જણાવતાં કહે છે.
જવાબ : ચક્ષુ વગેરે ઇન્દ્રિયો અને તેના રૂપ આદિ વિષયોનો સંબંધ (= ઇન્દ્રિયાર્થ સંનિકર્ષી રૂપ નિમિત્તવાળા અનુમાન આદિ હોવાથી અર્થાત્ ઇન્દ્રિય અને અર્થ (રૂપાદિ)ના સંબંધરૂપ નિમિત્તથી ઉત્પન્ન થનારા હોવાથી અનુમાન આદિ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનમાં જ સમાઈ જાય છે.
ચંદ્રપ્રભા : કહેવાનું તાત્પર્ય એ છે કે મતિ-શ્રુતજ્ઞાન એ બન્નેય ઇન્દ્રિય અને અર્થ (વિષય)ના સંબંધથી ઉત્પન્ન થનારા પૂર્વે કહેલાં છે અને આ અનુમાન વગેરે પ્રમાણો પણ ઇન્દ્રિય અને અર્થના સંબંધથી જ ઉત્પન્ન થનારા છે. આમ સમાન નિમિત્ત હોવાના કારણે અનુમાન વગેરે પ્રમાણો મતિ-શ્રુત જ્ઞાનમાં અંતર્ભાવ પામી જાય છે.
પ્રેમપ્રભા : પ્રશ્ન : ઇન્દ્રિય અને અર્થનો/વિષયનો સંબંધ એ અનુમાનનું કારણ શી રીતે
બને ?
જવાબ : (૧) અનુમાન એ ચક્ષુ વગેરે ઇન્દ્રિય અને ધૂમ વગેરે વિષયના સંબંધ (સંનિકર્ષ)થી ઉત્પન્ન થાય છે. કારણ કે બીજી રીતે અર્થાત્ આવો સંબંધ ન થાય તો અનુમાન થવું સંભવતું નથી. કારણ કે સ્વાર્થ (પોતાને માટે થતું) અનુમાન અને પરાર્થ (બીજાને કરાવાતું) અનુમાન બે ય ઇન્દ્રિય અને અનિન્દ્રિય રૂપ નિમિત્તથી ઉત્પન્ન થનારા છે. (૨) ઉપમાન પ્રમાણ પણ ચક્ષુ વગેરે ઇન્દ્રિય અને ગાય વગેરે અર્થના સંબંધથી જન્ય છે. (૩) આગમરૂપ પ્રમાણ પણ શ્રોત્રેન્દ્રિયનો અથવા મન (અનિન્દ્રિય)નો અને આપ્તપુરુષના વચન રૂપ વસ્તુનો/વિષયનો સંબંધ થયે છતે પ્રગટ થાય છે. (૪) અર્થપત્તિ . પવિપુ ! દ્રિયન મુ. | ૨. પૂ. I સપ૦ મુ. I