________________
સૂ૦ ૨૨] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२५७ तथाऽभावोऽपि प्रमाणाभावविषयः, यत्र विषये प्रत्यक्षादिप्रमाणानामप्रवृत्तिरसावभावस्तद्विषयमपि ज्ञानमभाव इति व्यपदिश्यते । अत एतानि अनुमानादीनि केचिदाचार्याः प्रमाणानीति मन्यन्ते, तत् कथमित्येवं मन्यन्ते, ? किमेषां तानि न सन्ति प्रमाणत्वेन ? उत प्रमाणान्तराणि न भवन्तीति ? अत्रोच्यते मया -
भा० सर्वणि एतानि मतिश्रुतयोरन्तर्भूतानि, इन्द्रियार्थसन्निकर्षनिमित्तत्वात् । किञ्चान्यत् । अप्रमाणान्येव वा । कुतः ? । मिथ्यादर्शनपरिग्रहात्, विपरीतोपदेशाच्च ।
टी० सर्वाणि इत्यादि । सर्वाणि समस्तानि एतानि अनुमानादीनि मतिज्ञानश्रुतज्ञानयोरेव अन्तर्भूतानि प्रविष्टानि । कयोपपत्त्येति चेत् तामुपपत्तिमाह-इन्द्रियार्थेत्यादि । છે. અર્થાત્ આ પ્રસ્થરૂપી આધારમાં (૪) કુડવ એ આધેય (રહેનાર) સંભવે છે – ઘટે છે. આ રીતે કુડવ આદિનું જ્ઞાન થવું તે સંભવ-પ્રમાણ કહેવાય.
(૬) અભાવ : તથા પ્રમાણના અભાવ વિષયવાળો અભાવ પણ પ્રમાણ છે. અર્થાત્ જે વિષયમાં પ્રત્યક્ષ આદિ પ્રમાણોની અપ્રવૃત્તિ છે = અર્થાત્ પ્રવૃત્તિ થતી નથી, તે અભાવ કહેવાય અને તેના સંબંધી જ્ઞાન પણ “અભાવ” એમ કહેવાય છે.
આમ આ બધાં પ્રમાણ હોવાથી જ કેટલાંક આચાર્યો ઉપરોક્ત અનુમાન વગેરેને પ્રમાણ માને છે. તો તેઓ શાથી આ બધાને પ્રમાણે તરીકે માને છે? શું એમણે માનેલ આ અનુમાન વગેરે પ્રમાણ રૂપે નથી ? કે પછી તે જુદા પ્રમાણ રૂપે નથી ? આનો જવાબ આપતાં ઉત્તરપક્ષ - ભાષ્યકાર જણાવે છે -
ભાષ્ય : જવાબઃ આ સર્વ (અનુમાન વગેરે) પ્રમાણો ઇન્દ્રિય અને વિષયના સંબંધથી (સંનિકર્ષથી) થતાં હોવાથી તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અંતર્ભત થાય છે, સમાઈ જાય છે. બીજી વાત એ કે, અથવા આ (પૂર્વોક્ત અનુમાન આદિ) પ્રમાણ જ નથી. પ્રશ્ન : શાથી પ્રમાણ નથી? જવાબ : મિથ્યાદર્શન (એકાંત માન્યતા) વડે ગ્રહણ કરાયેલાં હોવાથી અને વિપરીતનું કથન કરેલું હોવાથી (તે પ્રમાણરૂપ નથી.)
* અનુમાનાદિ પ્રમાણોનો મતિધૃત રૂપ પરોક્ષ-પ્રમાણમાં અંતભવ છે પ્રેમપ્રભા : ભાષ્યમાં પૂર્વે ઉઠાવેલ વિસ્તૃત શંકાનું સમાધાન આપે છે
સમાધાન : આ સમસ્ત અનુમાન આદિ પ્રમાણો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં જ ૨. પતિપુ ! પર્વ તનમુ. I