________________
२५५
સૂ૦ ૨૨]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ____टी० अनुमानोपमेत्यादि । तत्रानुमानं तावत् 'तत्पक्षधर्मान्वयव्यतिरेकजनितं ज्ञानं, प्रसिद्धसाधर्म्यात् साध्यासाधनमुपमानं, यथा गौस्तथा गवयः । “प्रसिद्धेन हि साधर्म्यात्, (૩) આગમ વગેરે પણ પ્રમાણ છે એમ કેટલાંક આચાર્યો માને છે. તો તેઓ આવું શાથી માને છે ?
એક અનુમાનાદિ પ્રમાણોનું સંક્ષિપ્ત સ્વરૂપ જ ભાષ્યમાં કહેલ અનુમાન વગેરે અન્યને સંમત છ પ્રમાણોનું સ્વરૂપ બતાવતાં ટીકાકાર કહે છે - (૧) અનુમાન એટલે તત્પક્ષ-ધર્મના અન્વય અને વ્યતિરેક જનિત જ્ઞાન (तत्पक्षधर्मान्वय-व्यतिरेकजनितं ज्ञानम् अनुमानम् ।)
ચંદ્રપ્રભા : તત્પક્ષ એટલે તે નિશ્ચિત થયેલ પક્ષ (પર્વતાદિ)નો ધર્મ તે હેતુ-ધૂમ વગેરે. આમાં પક્ષ એટલે જેમાં સાધ્ય (અગ્નિ આદિ)નું જ્ઞાન કરવાનું હોય તે (પર્વતાદિ) “પક્ષ' કહેવાય. તેનો ધર્મ એટલે તેમાં (પર્વતાદિમાં) રહેલો હેતુ (ધૂમ વગેરે). તેના અન્વય અને વ્યતિરેકથી ઉત્પન્ન થતું જ્ઞાન અનુમાન કહેવાય. અન્વય એટલે જ્યાં જ્યાં હેતુ (ધૂમાદિ) રહેલો હોય ત્યાં ત્યાં સાધ્ય (અગ્નિ વગેરે)નું રહેવું તે અન્વય (Positive) વ્યાપ્તિ (નિયમ) અને વ્યતિરેક એટલે જયાં
જ્યાં સાધ્યનો (અગ્નિ આદિનો) અભાવ હોય ત્યાં ત્યાં હેતુ (ધૂમાદિ)નો પણ અભાવ હોવો તે વ્યતિરેક (Negative) વ્યાપ્તિ (નિયમ) કહેવાય. આવી બન્ને પ્રકારની વ્યાપ્તિ હેતુમાં ધૂમ વગેરેમાં) રહેલી હોય અને તે બૂમ પર્વતાદિમાં રહેલો હોય ત્યારે તેનાથી થતું (અગ્નિ વગેરેનું) જ્ઞાન “અનુમાન” કહેવાય.
દા.ત. પર્વતરૂપ પક્ષમાં (પર્વત પાછળ રહેલ) અગ્નિનું (સાધ્યનું) જ્ઞાન કરવું છે. તો જયાં જયાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ રૂપ અન્વય અને જ્યાં જ્યાં અગ્નિનો અભાવ ત્યાં ત્યાં ધૂમાડાનો અભાવ એમ વ્યતિરેક વ્યાપ્તિ સહિત જે ધૂમ હેતુ છે, તેની પક્ષધર્મતાનું જ્ઞાન થવાથી એટલે કે ધૂમ એ પર્વત (રૂપ પક્ષ)માં રહેલો છે એમ જ્ઞાન થતાં પૂર્વોક્ત અન્વય અને વ્યતિરેક વ્યાપ્તિ (નિયમ)ના આધારે પર્વત ઉપર પાછળના ભાગમાં અગ્નિ રહેલો છે અર્થાત્ પર્વત અગ્નિવાળો છે.” એવું (પરોક્ષ પણ) જ્ઞાન થાય છે, તે “અનુમાન” (અનુમિતિ) કહેવાય. એમ ઉક્ત અનુમાનના સંક્ષિપ્ત સ્વરૂપ (લક્ષણ)નો ભાવાર્થ છે.
પ્રેમપ્રભા : તથા (૨) ઉપમાનઃ પ્રસિદ્ધ પદાર્થના સાધર્મથી = સરખાપણાથી સાધ્યને સાધવું - જાણવું તેને “ઉપમાન’ પ્રમાણ કહેવાય છે. જેમ કે, જેવી ગાય તેવા ગવય (રોઝ) નામના પ્રાણી હોય છે. આ વિષયમાં ટીકાગત જે શ્લોકનો અર્થ : પ્રસિદ્ધ એવા સાધર્મ્સથી ૨. સર્વપ્રતિપુ ના. મુ. |