________________
સૂ૦ ૨૨] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२५३ बहुवचनमयुक्तमिति चेत्, न व्यक्तिपक्षसमाश्रयणादिति, यतो मत्यादिकाः पञ्च व्यक्तयः, तासां बहुत्वात् समीचीनमेव बहुवचनमिति । યુક્ત હોય એવા જ સ્વતંત્ર કર્તા સંબંધી - જ્યારે સાધકતમત્વ એટલે કે પ્રકૃષ્ટ (પ્રધાન) સાધક તરીકેની વિવક્ષા કરાય ત્યારે તેના બળથી અવચ્છેદિકા =) ઓળખાવનારી/નિયામક એવી તેમાં રહેલી જે શક્તિ એ “કરણ” તરીકે કહેવાય છે. (દા.ત. રસોઈ પકવવા પ્રત્યે અગ્નિએ પ્રધાન કારણરૂપ શક્તિવાળો હોયને તે ‘કરણ” રૂપ કહેવાય છે.) પ્રસ્તુતમાં આત્મામાં રહેલ જ્ઞાનની પરિણતિ એ “કરણ' રૂપ શક્તિ છે અને તેના વડે આત્મા જ વસ્તુનો બોધ કરે છે.
ચંદ્રપ્રભા : ટૂંકમાં રાંધવું = પકાવવું રૂપી ક્રિયા કરવામાં જેમ રસોઈઓ, અગ્નિ, પાણી, તપેલી વગેરે અનેક કારક-શક્તિઓ ઉપયોગી-આવશ્યક બનતી હોય છે. આ દરેકમાં સ્વતંત્ર રીતે પાક-ક્રિયા કરવાની શક્તિ રહેલી છે. માટે સ્વતંત્ર કર્તા છે. પણ જયારે કોઈમાં સાધકતમત્વ = પ્રકૃષ્ટ સાધન તરીકેની વિવક્ષા કરાય ત્યારે તે શક્તિ “કરણ' તરીકે ઓળખાય છે. પાક-ક્રિયામાં હજી તપેલીના બદલે કડાઈ હોય તો ચાલે પણ અગ્નિ વિના તો ન જ ચાલે. માટે તે પ્રકૃષ્ટ = પ્રધાન કારણ (સાધન) અર્થાત્ “કરણ' છે, ઇત્યાદિ વ્યાકરણ-પ્રસિદ્ધ ચર્ચાનો નિર્દેશ છે, એમ જાણવું.
પ્રેમપ્રભા : આ પ્રમાણે આત્મા પ્રધાન સાધનભૂત જે જ્ઞાન-પરિણતિથી જાણે છે, તે પ્રમાણ કહેવાય.
શંકા : તમે પ્રમાણે બે જ માનેલાં છે. આથી તૈઃ એ પ્રમાણે (વ્યુત્પત્તિ-વાક્યમાં) બહુવચન કરેલું છે, તે અનુચિત છે.
સમાધાન : એવું નથી. અહીં વ્યક્તિ-રૂપ પક્ષનો સ્વીકાર કરેલો છે, પણ જાતિ-પક્ષ માનેલો નથી. આથી જે કારણથી મતિજ્ઞાન આદિ વ્યક્તિઓ પાંચ છે, તે કારણથી તે ઘણા હોવાથી તેને જણાવવા કરેલો બહુવચનનો પ્રયોગ સમુચિત જ છે. જયારે પ્રત્યક્ષત્વ અને પરોક્ષત્વ રૂપ જાતિની વિવક્ષા કરાય - જાતિ-પક્ષનો સ્વીકાર કરાય ત્યારે બે જ જાતિઓ હોવાથી દ્વિવચનનો પ્રયોગ જ થાય, એમ સમજવું.)
હવે “(૧) પરોક્ષ અને (૨) પ્રત્યક્ષ એ બે પ્રમાણ છે.” એ પ્રમાણે જણાવાયું છતે ભાષ્યમાં પૂર્વપક્ષ શંકા ઉઠાવે છે – ત્રાદિ ઇત્યાદિ.