________________
२५१
સૂ૦ ૨૨]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् अतीन्द्रियत्वात् । प्रमीयन्तेऽस्तैरिति प्रमाणानि ।
टी० मतिश्रुताभ्यामिति । मतिज्ञानश्रुतज्ञानाभ्यां यदन्यत्, तस्य चैकैकस्य प्रत्यक्षतां प्रकाशयन्नाह-त्रिविधमिति । उक्तेऽपि चैतस्मिन् किं तत् त्रिविधमित्याह-ज्ञानं, प्रत्यक्षं प्रमाणं भवतीति । प्रत्यक्षं भवतीत्येतद् विधीयतेऽत्र, शेषस्यानुवाद इति । कुत इति च प्रश्नयितुरभिप्रायोऽयम्-यद्यान्तरं निमित्तं क्षयोपशमः प्रत्यक्षताया: कारणभावं प्रतिपद्यते स सर्वेषां मत्यादीनां साधारणः क्षयोपशमः कारणमस्तीति सर्वप्रत्यक्षत्वप्रसङ्ग । अथ प्रत्यक्षतायाः पृथग् निमित्तं तदुच्यतामिति, इतरस्तु असाधारणं त्रयाणां प्रत्यक्षतायाः प्रकटीकुर्वन् निमित्तमाह-अतीन्द्रियत्वादिति । अतिकान्तमिन्द्रियाणि अतीन्द्रियं ज्ञानं
ભાષ્યઃ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી અન્ય જે ત્રણ પ્રકારનું જ્ઞાન છે, તે પ્રત્યક્ષ - પ્રમાણ છે. પ્રશ્ન : શાથી (પ્રત્યક્ષ છે)? જવાબ : કારણ કે તે અતીન્દ્રય છે (ઇન્દ્રિય વગેરેની અપેક્ષા વિના જ થાય છે.)
જેઓ વડે અર્થો (જીવાદિ પદાર્થો નિશ્ચિતરૂપે) જણાય તે પ્રમાણ કહેવાય.
પ્રેમપ્રભા : મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જે અન્ય ત્રિવિધ જ્ઞાન છે, તે પ્રત્યક્ષ-પ્રમાણ છે. અહીં અવધિ આદિ જે અન્ય જ્ઞાન છે, તે પ્રત્યેકને પ્રત્યક્ષરૂપે જણાવતાં ભાષ્યકારે ત્રિવિધ” એમ કહેવું છે – અને તેમ કહેવા છતાંય તે ત્રિવિધ શું છે?' એની સ્પષ્ટતા કરવા ભાષ્યમાં “જ્ઞાન” એમ કહેલું છે. ત્રિવિધ જ્ઞાન એ પ્રત્યક્ષ-પ્રમાણ છે, એમ સમસ્ત અર્થ છે. આમાં પ્રત્યક્ષ મવતિ' “પ્રત્યક્ષ છે” એટલાં અર્થનું વિધાન કરાય છે. અને બાકીના પદોનો અનુવાદ કરાય છે. અર્થાત્ અવધિ આદિ ત્રિવિધ જ્ઞાન તો સિદ્ધ હોઇને તેનું ઉદ્દેશ્ય રૂપે કથન કરાય છે અને તે પ્રત્યક્ષ છે' એમ સૂત્રમાં નવું વિધાન કરાય છે.
પ્રશ્ન : પૂર્વોક્ત ત્રિવિધ જ્ઞાન શાથી પ્રત્યક્ષ છે? એવો પ્રશ્ન કરનારનો (પૂર્વપક્ષનો) આશય આ પ્રમાણે છે – જો તમે ક્ષયોપશમ રૂપ આંતર-નિમિત્તને પ્રત્યક્ષ હોવાના કારણરૂપ માનતા હોવ તો એ ક્ષયોપ. રૂપ કારણ તો મતિજ્ઞાનાદિ સર્વજ્ઞાનોનું સાધારણ કારણ છે. આથી (મતિ આદિ) સર્વજ્ઞાનોને પ્રત્યક્ષ માનવાનો પ્રસંગ આવશે. વળી જો અવધિ આદિ જ્ઞાનના પ્રત્યક્ષપણાનું જુદું કોઈ નિમિત્ત/કારણ હોય તો તે અમને જણાવવું જોઈએ. આવા પ્રશ્નના જવાબમાં ભાષ્યકાર (ઉત્તરપક્ષ) ત્રણેય જ્ઞાનની પ્રત્યક્ષતાના અસાધારણ/વિશિષ્ટ નિમિત્તને પ્રગટ કરતાં કહે છે.
૨. પતિપુ ! તન, મુ. |