________________
સૂ૦ ૨૨] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२४३ योऽपायोंऽशः सद्व्यानुवर्ती स प्रमाणं मतिभेदः । यदा तर्हि दर्शनसप्तकं क्षीणं भवति तदा सद्रव्याभावे कथं प्रमाणता श्रेणिकाद्यपायांशस्य ? उच्यते-सव्व्यतया इत्यनेनार्थत इदं कथ्यते-सम्यग्दृष्टेर्योऽपायांश इति । भवति चासौ सम्यग्दृष्टेरपायः । अथवा एकशेषोऽत्र યુક્ત હોય તે “અપાય’ (અર્થાત્ વિશિષ્ટ અપાય) પ્રમાણ રૂપે સમજવો.
શંકા : જો આ રીતે સદ્ધવ્યથી યુક્ત જ અપાય-અંશ રૂપ મતિજ્ઞાન એ પ્રમાણ હોય તો જ્યારે દર્શનસપ્તક (દર્શનમોહનીય આદિ ૭ પ્રકૃતિઓ)નો સંપૂર્ણપણે ક્ષય થઈ જવાથી સદ્ધવ્યનો અભાવ થયે છતે શ્રેણિક વગેરેના ક્ષાયિક સમકિતીના અપાય (નિશ્ચય)રૂપ મતિજ્ઞાનના અંશને ભેદને પ્રમાણ શી રીતે કહેવાશે ? તે સદ્ધવ્યથી યુક્ત તો નથી જ ને ?
સમાધાન : (સાચી વાત છે, પણ) “સદ્દવ્યતયા” એમ જ મતિજ્ઞાનનું વિશેષણ ભાષ્યમાં કહ્યું છે, તેના વડે અર્થપત્તિથી તાત્પર્યથી તો “સમ્યગૃષ્ટિનો જે અપાય-અંશ એ પ્રમાણે જ અર્થ કહેવાય છે.
ચંદ્રપ્રભા : અર્થાત્ સમ્યગૃષ્ટિ આત્માને જ સદ્ધવ્યનો ઉદય હોય, આથી “સંદ્રવ્ય એમ કહેવાથી સમ્યગુષ્ટિ આત્મા સૂચિત છે અને તેનો અપાય-અંશ વિવક્ષિત છે. શ્રેણિક વગેરે ક્ષીણદર્શનસપ્તકવાળા જીવનો જે અપાયાંશ છે એ સમ્યગૃષ્ટિ જીવ સંબંધી જ અપાય છે. માટે તેને સદ્ધવ્યનો અભાવ હોવામાં પણ પ્રમાણ કહેવામાં બાધ નહીં આવે. કહેવાનો આશય એ છે કે,
અપાય’ રૂપ મતભેદ સાથે જો ‘સદ્ભવ્ય' વિશેષણ ન કહીએ તો અસદ્ધવ્યથી યુક્ત એવા મિથ્યાદષ્ટિ જીવના અપાય-અંશરૂપ મતિજ્ઞાનને પ્રમાણ કહેવાની આપત્તિ આવતી હતી. તેને દૂર કરવા “સદ્દવ્યરૂપ' એમ અપાય-રૂપ મતિજ્ઞાનનું વિશેષણ કહેલું છે. આથી સદ્ભવ્ય રૂપ અર્થાત્ “સદ્ભવ્ય' સહિત એવા અપાય-અંશરૂપ મતિજ્ઞાન લેવાનું હોવાથી તે સમ્યગુષ્ટિ જીવ સંબંધી અપાયરૂપ મતિજ્ઞાનનું ગ્રહણ થશે. તેને જ પ્રમાણ કહેવાશે. આ પ્રમાણે “સદ્રવ્ય' શબ્દ દ્વાર સમ્યગુદૃષ્ટિ જીવના જ અપાય-અંશના ગ્રહણનું તાત્પર્ય હોવાથી જેમણે દર્શન-સપ્તકનો ક્ષય કરેલો છે એવા શ્રેણિક વગેરે જીવોના અપાય-અંશ રૂપ મતિજ્ઞાન એ સમ્યગુષ્ટિ જીવ સંબંધી જ અપાયઅંશ હોવાથી તેનું પણ ગ્રહણ થશે અને આથી તે પ્રમાણ કહી શકાશે.
ટૂંકમાં સમ્યગુદૃષ્ટિ જીવો બે પ્રકારે છે. (૧) સદ્ધવ્યથી સહિત અને (૨) સદ્ધવ્યથી રહિત શ્રેણિકાદિ. હવે જયારે “સદ્રવ્ય રૂપ મતિજ્ઞાન”નો અર્થ સમ્યગ્દષ્ટિ જીવનો અપાય-અંશ રૂપ
૧. પૂ. | પાય:૦ મુ. |