________________
२४६ तत्त्वार्थाधिगमसूत्रम्
[ અ૧ दीनि अनिन्द्रियं मनः, ओघज्ञानं च तानि निमित्तं कारणं यस्य ज्ञानस्य तदिन्द्रियानिन्द्रियनिमित्तम् । न हीन्द्रियाणि अनिन्द्रियं च विरहय्य तस्य ज्ञानस्य सम्भवोऽस्तीति, ततश्च हेतुरेवंविधो 'जात:-इन्द्रियानिन्द्रियनिमित्तत्वादिति । विशिष्टमेव निमित्तमिन्द्रियानिन्द्रियाख्य-मुररीकृत्य निमित्तापेक्षत्वादिति मया प्रागभ्यधायि, नास्त्यतो व्यभिचारः ।
_श्रुतज्ञानस्यापि इन्द्रियानिन्द्रियनिमित्ततैव, किंतु अन्यथापि निमित्तं कथ्यते, तदाहतत्पूर्वकत्वात् । तदिति मतिज्ञानं पूर्वं पूरकं पालकं यस्य तत् तत्पूर्वकं तद्भावस्तत्पूर्वकत्वं तस्मात् तत्पूर्वकत्वात्, यावन्मतिस्तावत् तद् भवति । न तु ईत्वीदृश्यवस्थाऽस्ति यत्र तन्मतिज्ञानेन विना प्रादुःष्यात्, अतस्तन्मतिज्ञानं श्रुतज्ञानस्य पालकं भवतीति कृत्वा मतिज्ञानमेव तस्यात्मलाभनिमित्तं भवति, तस्मिन् सति तस्य भवनात् । अतः श्रुतं मतिं તવિનિર્જિનિમિત્તમ્ તે મતિજ્ઞાન ઇન્દ્રિય અને અનિન્દ્રિય (મન)ના નિમિત્તે થાય છે, એમ આગળ કહેવાશે. તદું એટલે મતિજ્ઞાન ક્રિય એટલે શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો અને
નિક્રિય એટલે મન અને ઓઘજ્ઞાન. આ બધા નિમિત્તોવાળું અર્થાત્ આ કારણો વડે ઉત્પન્ન થનારું મતિજ્ઞાન છે. કારણ કે ઉપરોક્ત ઇન્દ્રિય અને અનિન્દ્રિય રૂપ કારણો વિના તે જ્ઞાનનો સંભવ નથી. આથી હેતુ આ પ્રમાણે ફલિત થાય છે કે, ઇન્દ્રિય અને અનિન્દ્રિય રૂપ નિમિત્તવાળું હોવાથી.. (મતિજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે.) આ રીતે ઇન્દ્રિય-અનિન્દ્રિય રૂપ વિશિષ્ટ જ નિમિત્તને/હેતુને મનમાં રાખીને સામાન્યથી નિમિત્તની અપેક્ષાવાળું હોવાથી” એવો હેતુ પૂર્વે મારા વડે કહેવાયેલ માટે તે પૂર્વપક્ષી ! અહીં હેતુમાં અનિષ્ટ (અવધિજ્ઞાનાદિ) સાથે સંબંધ રૂપ વ્યભિચાર દોષનો અવકાશ નથી.
હવે શ્રુતજ્ઞાન પણ ઇન્દ્રિય અને અનિન્દ્રિય રૂપ નિમિત્તથી જ ઉત્પન્ન થનારું છે. કિંતુ, બીજી રીતે પણ તેના નિમિત્તો કહેવાય છે “તપૂર્વક (મતિજ્ઞાનપૂર્વક) અને પરોપદેશજન્ય હોવાથી શ્રુતજ્ઞાન એ પ્રમાણ છે.” તત્ = એટલે મતિજ્ઞાન છે પૂર્વમાં જેની તેવું શ્રુતજ્ઞાન છે, માટે મતિપૂર્વક કહેવાય. મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનની પૂર્વમાં છે અર્થાત પૂરક' એટલે પોષક-જનક છે અને ‘પાલક' એટલે રક્ષક છે. તે કારણથી મતિપૂર્વક શ્રુતજ્ઞાન છે. જયાં સુધી મતિજ્ઞાન હોય ત્યાં સુધી શ્રુતજ્ઞાન હોય છે. એવી કોઈ અવસ્થા નથી જેમાં મતિજ્ઞાન વિના શ્રુતજ્ઞાન ઉત્પન્ન થતું હોય. આથી મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનનું પાલક છે. આ કારણથી મતિજ્ઞાન જ શ્રુતજ્ઞાનના આત્મલાભમાં અર્થાત્ ઉત્પાદમાં કારણભૂત છે. કેમ કે મતિજ્ઞાન હોય તો શ્રુતજ્ઞાન થાય છે. આમ શ્રુતજ્ઞાન એ ૨. પૂ. I જ્ઞાત:- મુ. |