________________
२४८
तत्त्वार्थाधिगमसूत्रम्
[ Ho ? ननु चेन्द्रियोपष्टम्भेनोपजायमानस्य ज्ञानस्य प्रत्यक्षत्वं लोके प्रथितं, तदपाकरणप्रवृत्तस्य लोकविरोधः । तथा इदं रूपं प्रत्यक्षमिति योऽयं प्रत्ययो नायं परोक्षे दृष्टः । न हि धूमादग्निमवगच्छतोऽयमग्निरिति संप्रत्ययो भवति, ततश्च स्वप्रतीतेरपि विरोध इति । उच्यते-इदं रूपं प्रत्यक्षमिति न तत्र मुख्यया वृत्त्या रूपं प्रत्यक्षं, ज्ञानमेव तु प्रत्यक्षं, तेन प्रत्यक्षेण ज्ञानेनावच्छिनोऽर्थः प्रत्यक्ष इत्युच्यते, तस्ये ज्ञानस्य प्रत्यक्षता निषिद्धा । यतः सर्वथा तं विषयं न परिच्छेत्तुमलं, चक्षू रूपं गृह्णात्याराद्भागवति, न परमध्यभागावस्थितम्,
જ બે પ્રકારના પ્રત્યક્ષ - ૧. નિશ્ચય-પ્રત્યક્ષ અને ૨. વ્યવહાર-પ્રત્યક્ષ. *
શંકા : (ચક્ષુ વગેરે) ઈન્દ્રિયોના આલંબનથી/મદદથી ઉત્પન્ન થતું જ્ઞાન એ “પ્રત્યક્ષ હોવાનું લોકમાં પ્રસિદ્ધ છે. આથી તેને પરોક્ષ કહેવા દ્વારા તેના પ્રત્યક્ષપણાનું નિરાકરણ/નિષેધ કરવામાં પ્રવૃત્ત થયેલાં તમને લોક સાથે વિરોધ આવે છે. વળી “આ રૂપ પ્રત્યક્ષ છે' એ પ્રમાણે જે પ્રત્યય/પ્રતીતિબોધ થાય છે, તે પરોક્ષ એવા અનુમાન વગેરે જ્ઞાનમાં થતો નથી. કારણ કે ધૂમ રૂપ હેતુથી (પર્વતાદિ પાછળ રહેલ પરોક્ષ એવા) અગ્નિનું જ્ઞાન કરનારને “આ અગ્નિ છે' એવો પ્રત્યય/બોધ/અનુભવ થતો નથી. આમ પોતાને થતાં અનુભવ(પ્રતીતિ) સાથે પણ વિરોધ આવે છે. માટે ઇન્દ્રિયથી થતાં જ્ઞાનને પ્રત્યક્ષ કહેવું જોઈએ.
સમાધાન : “ફર્વ રૂપ પ્રત્યક્ષ આ રૂપ પ્રત્યક્ષ છે' એવા આકારના જ્ઞાનમાં મુખ્ય રીતિએ “રૂપ' એ પ્રત્યક્ષ નથી, કિંતુ જ્ઞાન જ (આત્માને) પ્રત્યક્ષ છે. ફક્ત પ્રત્યક્ષ એવા તે જ્ઞાનથી જણાયેલો (રૂપાદિ) અર્થ એ “પ્રત્યક્ષ' એમ કહેવાય છે. તે જ્ઞાનની પ્રત્યક્ષતાનો નિષેધ કરાયો છે કારણ કે ઇન્દ્રિયથી થતું રૂપાદિનું જ્ઞાન એ સર્વથા તે (ઘટાદ) વિષયનો બોધ કરવાને સમર્થ બનતું નથી. દા.ત. બે ચક્ષુઓ નજીકના - આગળના બાહ્ય ભાગમાં રહેલ વસ્તુના રૂપનું ગ્રહણ કરે છે, પણ પાછળના અને મધ્યભાગમાં રહેલ રૂપનું ગ્રહણ = જ્ઞાન કરી શકતાં નથી. એ જ રીતે શ્રોત્ર વગેરે માટે પણ કહેવું. (અર્થાત્ તે પણ ઇન્દ્રિય સાથે સંબદ્ધ થયેલાં જ શબ્દાદિનું ગ્રહણ કરે છે, ઈત્યાદિ જાણવું.)
કે બે પ્રકારના પ્રત્યક્ષ અંગે નંદી-સૂત્રની સાક્ષી જ જ્યારે અવધિ વગેરે ત્રણ જ્ઞાન તો વસ્તુને = રૂપાદિ વિષયને સર્વ રીતે અર્થાત્ આગળના-નજીકના ભાગમાં હોય કે પાછળના અથવા દૂરના ભાગમાં અથવા મધ્ય ૨. તો છે- પ્રત્યક્ષતા I fવ - સર્વથેન્દ્રિયનિમિત્તચ૦ તિ ધ: મુ. ૨. વિપુ નિષેધા મુ. |