________________
સૂ૦ ૨૨]
२४७
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् निमित्तीकृत्य प्रवर्तमानमिन्द्रियानिन्द्रियानिमित्तं सत् कथं प्रत्यक्षव्यपदेशं लभेत ? तथा परोपदेशजत्वाच्च श्रुतज्ञानं परोक्षं । परः तीर्थकरादिस्तस्योपदेशः, उपदिश्यते उच्चार्यते इति उपदेशः शब्दस्तस्मात् परोपदेशात् तीर्थकरादिशब्दश्रवणादुपजायते यत् तदिन्द्रियोनिन्द्रियनिमित्तं श्रुतज्ञानं, तत्पूर्वकत्वात् परोपदेशादिति च । अनेन निमित्तभूयस्त्वं ख्यापितम् । यतः श्रुतज्ञानमुपजायमानं स्वतः प्रत्येकबुद्धादीनां मनसि सति मतिज्ञाने च सति समस्ति, अतो निमित्तद्वयमाश्रितं भवति । तथा यस्यापूर्वमेवेदानीं प्रादुरस्ति तस्य सति परोपदेशे सत्यां मतौ सत्सु चेन्द्रियानिन्द्रियेषु उदेति, "अतो निमित्तभूयस्त्वापेक्षं तदिति । अतो निमित्तभूयस्त्वापेक्षत्वात् परोक्षं तद् भण्यते ।
મતિજ્ઞાનને નિમિત્ત બનાવીને જ પ્રવર્તતું હોવાથી શ્રુતજ્ઞાન પણ પરંપરાએ ઇન્દ્રિય અને અનિન્દ્રિયના નિમિત્તથી જ થતું હોયને તેનો શી રીતે પ્રત્યક્ષજ્ઞાન (પ્રમાણ) તરીકે વ્યવહાર થઈ શકે ? અર્થાત્ ઇન્દ્રિયાદિ પરનિમિત્તક હોવાથી શ્રુતજ્ઞાનને પરોક્ષ જ કહેવું ઉચિત છે.
પરોવેશન–ાડ્યા તથા પરોપદેશથી ઉત્પન્ન થનારું હોવાથી શ્રુતજ્ઞાન પરોક્ષ છે. પર = એટલે તીર્થકર આદિ. તેઓનો ઉપદેશ તે પરોપદેશ. અહીં જે ઉપદેશાય - ઉચ્ચારાય તે ઉપદેશ” એટલે શબ્દ. (૩પતિ રૂતિ ૩૫વેશ: – શબ્દ: આ તમામ્ ) આમ પરોપદેશથી એટલે તીર્થંકરાદિ આપ્ત ભગવંતોના શબ્દના શ્રવણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે ઇન્દ્રિય અને અનિન્દ્રિય રૂપ નિમિત્તવાળું “શ્રુતજ્ઞાન છે. તપૂર્વવત્થાત્ = “મતિજ્ઞાનપૂર્વક થવાથી અને પરોપદેશથી ઉત્પન્ન થવાથી' એમ કહેવા દ્વારા શ્રુતજ્ઞાન થવામાં ઘણા નિમિત્તો છે, એમ જ્ઞાપન કરેલું છે. જે કારણથી પ્રત્યેક બુદ્ધ આદિ જીવને સ્વતઃ જ ઉત્પન્ન થતું શ્રુતજ્ઞાન એ મન હોતે છતે અને મતિજ્ઞાન હોતે છતે ઉત્પન્ન થાય છે. (તેઓને સંધ્યાના રંગ અથવા વૃદ્ધ બળદ આદિને જોઈને જાતિસ્મરણ જ્ઞાન થવાથી સ્વતઃ જ પૂર્વભવમાં પ્રાપ્ત કરેલ શ્રુતજ્ઞાનના સંસ્કારો જાગૃત થવાથી તેનું મનન કરતાં શ્રુતજ્ઞાન થાય છે.) જ્યારે જે જીવને હાલમાં અપૂર્વ = નવું જ શ્રુતજ્ઞાન પ્રગટ થાય છે, તેઓને પરોપદેશ હોતે છતે, મતિજ્ઞાન હોતે છતે અને ઇન્દ્રિય-અનિન્દ્રિય હોતે છતે શ્રુતજ્ઞાન ઉદય પામે છે – ઉત્પન્ન થાય છે. આથી આવું શ્રુતજ્ઞાન એ ઘણા નિમિત્તોની અપેક્ષાવાળું છે. આથી ઘણા-નિમિત્તોની અપેક્ષાવાળું હોવાથી તે પરોક્ષ કહેવાય છે. ૨. ર.પા.ના.તિ. તમને પૂ. ૨. વ..તા.નિ. / દ્રિયનિ પૂ. રૂ. સર્વપ્રતિષ કે પર્વદ્વાન્તઃ પાટો ના. મુ. |