________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ o
यन्मतिज्ञानं धर्मितयोपात्तं तत् कीदृशं, परोक्षं प्रमाणं' साध्यते ? उच्यतेअपायसद्द्रव्यतया मतिज्ञानं धर्मित्वेनोपन्यस्तम्, अपायो निश्चय ईहानन्तरवर्ती । सद्द्रव्यमिति, शोभनानि द्रव्याणि सम्यक्त्वदलिकानि, अपायश्च सद्द्रव्याणि च तेषां भाव:- स्वरूपादप्रच्युतिः, तयेत्थंभूतया मतिज्ञानं धर्मि । एतदुक्तं भवति - मतिज्ञानस्याऽवग्रहादिभेदस्य मध्ये योऽपायोंऽशस्तन्मतिज्ञानं परोक्षं प्रमाणमिति । अवग्रहेहयोरनिश्चितत्वान्न समस्ति प्रामाण्यम् । स चापायः सद्द्रव्यानुगतो यदि भवति नैं मिथ्यादृष्टेरिवाशुद्धदलिककलुषितः । अतो એમ) વિશેષિત કરાશે. અહીં પ્રશ્ન થાય કે,
२४२
પ્રશ્ન ઃ જે મતિજ્ઞાનનું ધર્મી તરીકે અર્થાત્ વિશેષ્ય રૂપે ગ્રહણ કરેલું છે, તે કેવા પરોક્ષ પ્રમાણ તરીકે સધાય છે ?
* ‘અપાયસદ્રવ્યતયા' નો વિશિષ્ટ અર્થ
જવાબ ઃ ‘અપાય-સદ્રવ્ય રૂપે' મતિજ્ઞાનનો ધર્મી તરીકે ઉપન્યાસ કહેલો છે. તેમાં ‘અપાય’ એટલે ‘નિશ્ચય’રૂપ મતિજ્ઞાનનો ત્રીજો ભેદ, જે ‘ઇહા’ થયા પછી અનંતર-તરત ઉત્પન્ન થાય છે. તથા ‘સદ્દવ્ય’ એટલે શુભ દ્રવ્યો અર્થાત્ સમ્યક્ત્વના દલિકો... અપાયશ્ચ સવ્યાળિ ચ, અપાય-સદ્ભવ્યાળિ । તેમાં માવ:, અવાયસદ્રવ્યતા । અપાય અને સદ્રવ્યનો ભાવ અર્થાત્ સ્વરૂપમાં રહેવું તે અપાય-સદ્રવ્યતા. આવા પ્રકારના અપાય અને સદ્દવ્યપણા વડે મતિજ્ઞાન એ ધર્મી (વિશેષ્ય) તરીકે છે. (એટલે કે મતિજ્ઞાન અપાય નિશ્ચય રૂપ અને સદ્રવ્ય સમ્યક્ત્વના દલિકો રૂપે છે.) કહેવાનું હાર્દ આ પ્રમાણે છે કે, મતિજ્ઞાનના અવગ્રહાદિ ભેદોમાં જે ત્રીજો અપાય (નિશ્ચય) રૂપ અંશ/ભેદ છે, તે મતિજ્ઞાન પરોક્ષ' પ્રમાણ છે.
* અવગ્રહ-ઇહા-અપાચમાં પ્રમાણની વિચારણા
‘અવગ્રહ' અને ‘ઇહા' રૂપ મતિજ્ઞાનના પહેલાં ભેદો નિશ્ચયાત્મક ન હોવાથી ‘પ્રમાણ’રૂપ નથી. વળી તે અપાયરૂપ મતિ-ભેદ એ જો સદ્રવ્ય એટલે કે સમ્યક્ત્વના દલિકોથી સહિત હોય, પણ મિથ્યાર્દષ્ટિ જીવની જેમ (મિથ્યાત્વ મોહનીયરૂપ) અશુદ્ધ દલિકોથી કલુષિત/મલીન ન હોય તો તે અપાયરૂપ મતિભેદ ‘પ્રમાણ' ગણાય. આથી નિષ્કર્ષ એ આવ્યો કે, જે અપાય સ્વરૂપ મતિજ્ઞાનનો ભેદ/પ્રકાર સદ્રવ્યથી અનુગત હોય, ૨. પાgિ, નૈ. । માળે વા૦ મુ. | ૨. ૩.પૂ. । પ્રમાળમ્॰ મુ. । રૂ. પારિવુ । ત્ ૧૦ મુ. 1 ૪. જી. લા-શો. તન્નિધ્યા૦ મુ. । મમિથ્યા પૂ. ।