________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ o
हेतुमुपन्यसिष्यति वक्ष्यमाणं तत्रास्य व्यभिचारं दर्शयिष्यामीति । इतरोऽपि सविशेषणं हेतुं बुद्धौ न्यस्याह-निमित्तापेक्षत्वादिति ।
२४०
भा० कुतः ? निमित्तापेक्षत्वात् अपायसद्द्रव्य-तयामतिज्ञानम् । तदिन्द्रियानिन्द्रियनिमित्तमिति वक्ष्यते । तत्पूर्वकत्वात् परोपदेशजत्वाच्च श्रुतज्ञानम् ॥ ११ ॥ धूमादग्निज्ञानं परोक्षमुपजायते निमित्तापेक्षं, तद्वन्मतिश्रुते, इन्द्रियानिन्द्रियनिमित्तत्ता' स्पष्टा मतेः, श्रुतस्य च । न च निमित्तापेक्षिता अनैकान्तिकी । कथं तर्ह्यवधिज्ञानादित्रयं છે, તેનો અનુવાદ (પુનરુચ્ચાર) કરીને આ સૂત્ર વડે તેમાં પરોક્ષ-પ્રમાણતાનું વિધાન કરાય છે, નવું કથન કરાય છે.
''
ભાષ્ય : પ્રશ્ન : શાથી (મતિ અને શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે) ? જવાબ : કારણ કે (તે બે જ્ઞાન) નિમિત્તની અપેક્ષાવાળા છે. અપાય અને સદ્રવ્યપણાથી મતિજ્ઞાન છે. તે મતિજ્ઞાન ઇન્દ્રિય અને અનિન્દ્રિયના નિમિત્તથી થાય છે, એમ આગળ કહેવાશે. (આથી પરોક્ષ પ્રમાણ છે.)
(ઇન્દ્રિય અનિન્દ્રિય ઉપરાંત) મતિજ્ઞાનપૂર્વક હોવાથી અને પરોપદેશથી ઉત્પન્ન થનારું હોવાથી શ્રુતજ્ઞાન એ પરોક્ષ પ્રમાણ છે. (૧૧)
* મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ હોવાનું કારણ
પ્રેમપ્રભા : પ્રશ્ન : મતિ-શ્રુત એ બે જ્ઞાન શાથી પરોક્ષ પ્રમાણ કહેવાય છે ? અહીં પ્રશ્ન ક૨ના૨નો આવો અભિપ્રાય છે કે, આ ગ્રંથકાર આગળ કહેવાતાં જે હેતુને રજૂ કરશે, તેમાં તેઓને વ્યભિચાર-દોષ બતાવીશ. એટલે કે મતિ-શ્રુતજ્ઞાનની જે પરોક્ષ-પ્રમાણતા બતાડી છે તે બીજે પણ અવધિજ્ઞાનાદિમાં લાગુ પડે છે, એવા અનિષ્ટ સ્થળે સંબંધરૂપ વ્યભિચાર દોષ બતાવીશ એવા આશયથી પ્રશ્ન કરેલો છે.
પરંતુ આવા પૂર્વપક્ષના આશયથી વાકેફ હોવાથી ભાષ્યકાર પણ વ્યભિચાર-દોષ ન આવે તે માટે દોષ-નિવા૨ક વિશેષણસહિત હેતુને બુદ્ધિમાં ગોઠવીને કહે છે, “નિમિત્તની અપેક્ષાવાળા હોવાથી મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ છે.” જેમ ધૂમ(ધૂમાડા)રૂપ નિમિત્તથી/હેતુથી (પર્વતાદિ પાછળ રહેલ) અગ્નિનું જ્ઞાન થાય છે અને તે નિમિત્તની અપેક્ષાવાળું હોવાથી પરોક્ષ કહેવાય છે, તે પ્રમાણે મતિ અને શ્રુત જ્ઞાનો પણ પરોક્ષ જાણવા. વળી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન થવામાં ઇન્દ્રિય અને અનિન્દ્રિય (મન)રૂપ નિમિત્ત હોવાનું સ્પષ્ટ જ છે. ૬. પૂ.ના.-શો. । મિત્તભાવ: સ્પષ્ટ:૦ મુ. 1