________________
સૂ૦ ૨૦] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२३३ प्रत्यक्षानुमानागमभेदात्, अक्षपादेन चत्वारि सहोपमानेन, मीमांसकैः षड्अर्थापत्त्यभावाभ्यां सह, मायासूनवीयैढे प्रत्यक्षानुमाने काणभुजैश्च द्वे त्रीणि वा दर्शनभेदात्, भवतां कथमित्यत બાદ- તત્ પ્રમાણે |
સૂ૦ તત્ પ્રમાણે છે ૨-૧૦ | भा० तदेतत् पञ्चविधमपि ज्ञानं द्वे प्रमाणे भवतः परोक्षं प्रत्यक्षं च ॥१०॥
टी० तच्छब्द एतदित्यस्यार्थे, पञ्चविधमपि मत्यादिज्ञानं द्वे प्रमाणे भवत इत्येतदत्र विधीयमानं, द्वे एव प्रमाणे भवतः, नान्यत् प्रमाणमस्ति । ननु चान्यैरनेकधा कल्पितं, મતવાળાઓએ (દર્શનવાળાઓએ) અનેક પ્રકારે પ્રમાણ સ્વીકારેલું છે. તે આ પ્રમાણે - (૧) કાપિલ એટલે કપિલ ઋષિ પ્રણીત મતવાળાઓ વડે ત્રણ પ્રકારનું પ્રમાણ માનેલું છે, પ્રત્યક્ષ, અનુમાન અને આગમ. (૨) અક્ષપાદ એટલે ન્યાયદર્શનના પ્રણેતા ગૌતમ મુનિ. તેઓ વડે ઉપમાન સહિત પૂર્વોક્ત ત્રણ એમ ચાર પ્રમાણો સ્વીકારાયા છે. (૩) મીમાંસકો અર્થપત્તિ અને અભાવ સહિત પૂર્વોક્ત ચાર, એમ કુલ છ પ્રમાણનો સ્વીકાર કરે છે. (૪) માયાસૂનુ એટલે બુદ્ધ... તેઓના અનુયાયીઓએ પ્રત્યક્ષ અને અનુમાન એમ બે જ પ્રમાણો માનેલાં છે. જયારે (૫) કણભુજ એટલે કણાદ ઋષિ, તેઓના મતવાળા અર્થાત્ વૈશેષિક દર્શનવાળાઓએ પૂર્વોક્ત બે અથવા આગમ (પ્રમાણ) સહિત પૂર્વોક્ત બે, એમ ત્રણ પ્રમાણો અંગીકાર કરેલાં છે. આમ જુદાં જુદાં દર્શનવાળાઓએ જુદી જુદી રીતે પ્રમાણો માનેલાં છે. આથી આપના મતે શું છે? કેટલા પ્રમાણો છે ? એવા પ્રશ્નના જવાબમાં નવું સૂત્ર ઉપસ્થિત કરે છે. જવાબ :
તત્ પ્રમાણે છે ૨-૧૦ | સૂત્રાર્થ : તે (પાંચ પ્રકારનું જ્ઞાન) બે પ્રકારનું પ્રમાણ છે.
ભાષ્ય : આ પાંચેય પ્રકારનું જ્ઞાન એ બે પ્રકારનું પ્રમાણ છે. એક (૧) પરોક્ષ અને બીજું (૨) પ્રત્યક્ષ. (૧૦)
પ્રેમપ્રભા : ભાષ્યમાં તત્ શબ્દ પતત્ શબ્દના અર્થમાં છે. આ પાંચેય પ્રકારનું મતિ આદિ જ્ઞાન એ બે પ્રકારનું પ્રમાણ થાય છે, એમ આ સૂત્રમાં વિધાન કરાય છે. આથી આ ૧. પરોક્ષ અને ૨. પ્રત્યક્ષ એમ બે જ પ્રમાણો છે, એ સિવાય બીજું પ્રમાણ નથી.
શંકા : અન્ય દાર્શનિકો વડે અનેક પ્રકારના પ્રમાણોની કલ્પના કરેલી છે. તો બે જ ૬. પૂ. પદય ના. 5. I