________________
सू० ९]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२३१
तत्रेह भावमनः परिगृह्यते, तस्य भावमनसः पर्यार्या:- भेदाः मनःपर्यायास्ते चैवंविधाःयदा कश्चिदेवं चिन्तयेत् किंस्वभाव आत्मा ? ज्ञानस्वभावोऽमूर्तः कर्ता सुखादीनामनुभविता इत्यादयो ज्ञेयविषयाध्यवसायाः परगतास्तेषु यज्ज्ञानं तेषां वा यज्ज्ञानं तन्मनःपर्यायज्ञानम् । तानेव मन:पर्यायान् परमार्थतः समवबुध्यते, बाह्यांस्त्वनुमानादेवैति असौ तन्मन: पर्यायज्ञानम्। केवलज्ञानमिति । केवलं - सम्पूर्णज्ञेयं तस्य तस्मिन् वा सकलज्ञेये यज्ज्ञानं तत् केवलज्ञानम्, सर्वद्रव्यभावपरिच्छेदीति यावत् । अथवा केवलं एकं मत्यादिज्ञानरहितमात्यन्तिकज्ञानावरणक्षयप्रभवं केवलज्ञानं अविद्यमानस्वप्रभेदम् । विशुद्धिप्रकर्षापेक्षा चैषामानुपूर्वीविन्यासविरचना । इतिरियत्तायां, एतावदेव नान्यदस्तीति । एतत् इत्यवयवप्रविभागेन यदाख्यातं, मूलम् आद्यं
દા.ત. જ્યારે કોઈ જીવ આ પ્રમાણે ચિંતન કરે, “આત્માનો સ્વભાવ કેવો છે ? (પછી તે વિચારે છે) આત્મા જ્ઞાનરૂપ સ્વભાવવાળો છે. અમૂર્ત (અરૂપી) છે, કર્તા છે, સુખ વગેરેનો અનુભવ કરનારો છે...” આવા જે ભાવ-મનના પર્યાયો/ભેદો એટલે કે બીજા જીવમાં રહેલાં જ્ઞેય વસ્તુ સંબંધી જે અધ્યવસાયો છે, તેઓ વિષે જે જ્ઞાન અથવા તેના સંબંધી જે જ્ઞાન, તે મન:પર્યાય-જ્ઞાન કહેવાય. તે અન્ય જીવના ભાવ-મનના પર્યાયોને અર્થાત્ અધ્યવસાયોને/ભેદોને જ પરમાર્થથી સમ્યગ્ રીતે (સાક્ષાત્) જાણે છે. જ્યારે (ઘટ, પટ, ગાય, ઘોડો, આત્મા વગેરે) બાહ્ય પદાર્થોને તો અનુમાનથી જ જાણે છે, આથી તે મન:પર્યાયજ્ઞાન કહેવાય.
ચંદ્રપ્રભા : ટૂંકમાં ચિંતનમનન કરવામાં ઉપયોગી બનેલાં/વપરાતાં મનોવર્ગણાના (દ્રવ્યમનના) પુદ્ગલોને તે સાક્ષાત્ જાણે છે અને તેના તેવા પુદ્ગલોની રચનાના આધારે અનુમાન કરીને અમુક જીવે ઘટ, પટ વગેરે ચિંતવેલું છે, એમ મન:પર્યાય-જ્ઞાની જીવ જાણે છે.
પ્રેમપ્રભા : (૫) કેવળજ્ઞાન : ‘કેવળ’ એટલે સંપૂર્ણ જે શેય વસ્તુ, તેના સંબંધી અથવા તેના વિષે જે જ્ઞાન, તે કેવળજ્ઞાન કહેવાય. અર્થાત્ સર્વદ્રવ્યો અને તેના સર્વ ભાવોનો (પર્યાયોનો) બોધ કરનારું જ્ઞાન અથવા ‘કેવળ’ એટલે એક (૧) મતિઆદિ જ્ઞાનથી રહિત તથા (૨) જ્ઞાનાવરણીય કર્મનો અત્યંતપણે (સંપૂર્ણ) ક્ષય થવાથી ઉત્પન્ન થતું જ્ઞાન. ટૂંકમાં જેનો કોઈ પેટાભેદ (પ્રભેદ) નથી એવું એકમાત્ર જ્ઞાન તે કેવળજ્ઞાન કહેવાય.
આ પાંચ જ્ઞાનોનો જે ક્રમ (આનુપૂર્વી) ગોઠવાયેલો છે તે તેઓની વિશુદ્ધિના પ્રકર્ષ/ઉત્કર્ષની અપેક્ષાએ છે એટલે કે ઉત્તરોત્તર આ જ્ઞાનો અધિક અધિક વિશુદ્ધિના કારણે
૨. પા.પૂ.લા.ત્તિ. । મનસ: પર્યાયાસ્તે ૨૦ મુ. | ૨. પાવિષુ । નવેવેત્ય૦ મુ. | રૂ. પૂ. । નેતિ॰ મુ. |