________________
२३७
સૂ૦૦]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् "अभित्रि मादृशां भाज्यमभ्यात्मं तु स्वयंदृशाम् । एकं प्रमाणमईक्यादैक्यं तल्लक्षणैक्यतः ॥" [प्रमाण-द्वात्रिंशिकायाम् ? ]
अथैक्यं कुतः ? । तल्लक्षणैकत्वात् अर्यते-गम्यते परिच्छिद्यत इति । अथवा प्रमातव्यं प्रमेयं-प्रमातुः प्रमातुमीप्सिततमं प्रमाणाहँ वा कर्मसाधनत्वानतिक्रमादेकलक्षणत्वम् ॥१०॥ તાર્કિકશિરોમણિ આચાર્યશ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજ પણ કહે છે. માત્ર મા શાં માન્યાત્મ તુ સ્વયંમ્ | અવ પ્રમાાર્ચેવચાર્વેક્ય તક્ષવતઃ III [પ્રમાણદ્વત્રિશિકા?].
અર્થ : મારા જેવા છબસ્થ (સાવરણ) જીવના વિષયમાં ત્રણ વસ્તુ (આત્મા, મન અને ઇન્દ્રિયોની અભિમુખતાએ જ્ઞાન થવામાં ભજના છે, વિકલ્પ છે. જ્યારે કેવળજ્ઞાનીઓને ફક્ત આત્માની અભિમુખતાએ જ્ઞાન થાય છે. આમ હોવાથી (વિશુદ્ધ શબ્દનયના અભિપ્રાયથી) (પ્રત્યક્ષરૂપ) એક જ પ્રમાણ છે. કારણ કે, (પ્રત્યક્ષ પ્રમાણના) અર્થનો અભેદ છે. પ્રશ્ન : અર્થનો અભેદ/એકતા શાથી છે?
જવાબ : અર્થના લક્ષણનો અભેદ હોવાથી અર્થનો/પદાર્થનો અભેદ છે. તે આ રીતેકર્યતૈ- - જે જણાય તે “અર્થ કહેવાય. આવું અર્થનું લક્ષણ પૂર્વોક્ત પ્રત્યક્ષ પ્રમાણથી જણાતાં તમામ પદાર્થોમાં ઘટતું હોવાથી અર્થનું ઐક્ય છે, અભેદ છે. (અને અર્થનું ઐક્ય હોવાથી પ્રમાણ પણ એક જ છે.) અથવા પ્રમાતવ્ય એટલે પ્રમેય એનો અર્થ છે – પ્રમાતા = એટલે પ્રમાજ્ઞાનના કરનાર આત્મા વડે પ્રમા = નિશ્ચય રૂપ જ્ઞાન કરવાને ઇસિતતમ = અત્યંત ઇષ્ટ વસ્તુ, અથવા પ્રમાણા = પ્રમાણ વડે જાણાવાને યોગ્ય, અર્થાત્ શેય વસ્તુ. આ બધાંય અર્થના (પદાર્થના) ના વાચક પ્રયોગો એ વ્યાકરણની દૃષ્ટિએ કર્મકારક અર્થમાં જ બનેલાં છે, પણ કર્મ (કારક સાધન) અર્થનું ઉલ્લંઘન થતું ન હોવાથી તે અર્થોનું એકલક્ષણત્વ = એક લક્ષણવાળાપણું છે. (અહીં “કર્મ' અર્થમાં જ પ્રત્યય લાગવાથી કમરૂપ એક લક્ષણને લઈને સૂત્રની પ્રવૃત્તિ થઈ છે, માટે એક (સમાન) લક્ષણ કહેવાય.) (૧/૧૦)
અવતરણિકા : આ પૂર્વોક્ત સૂત્રમાં એવા વિવેકનો (પૃથક્કરણ = વિભાગનો) નિશ્ચય કહેલો નથી કે પાંચ પ્રકારના જ્ઞાનમાં કયું જ્ઞાન પરોક્ષ છે અથવા પ્રત્યક્ષ છે ? આથી ૨. ૩. પૂ. I ના. 5. I